
ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ જાહેર: ગત વર્ષ સરખામણીએ 13 ટકા પરિણામ ઓછું આવ્યું
- Local News
- May 31, 2023
- No Comment
ગુજરાત બોર્ડમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 5,65,528 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. જેમાં સૌથી વધુ કચ્છ જિલ્લાનું 84.59% પરિણામ અને દાહોદ જિલ્લાનું સૌથી ઓછુ 54.67% પરિણામ જાહેર થયુ છે.
રાજયના જિલ્લા પ્રમાણે પરિણામ જાહેર થયું
અમદાવાદ શહેરનું પરિણામ 66.83 ટકા પરિણામ આવ્યુ છે. તો અમદાવાદ ગ્રામ્યનું પરિણામ 71.15 ટકા આવ્યુ છે. અમરેલીમાં 76.54 ટકા, ખેડા જિલ્લાનું 67.75 ટકા, જામનગર જિલ્લાનું 80.28 ટકા, જૂનાગઢ 67.66 ટકા, ડાંગ જિલ્લાના આહવાનું 82.13 ટકા પરિણામ જાહેર થયુ છે.
પંચમહાલ જિલ્લાનું 64.67 ટકા, બનાસકાંઠા જિલ્લાનું 79.38 ટકા, ભરુચ જિલ્લાનું 75.50 ટકા, ભાવનગર જિલ્લાનું 81.13 ટકા, મહેસાણા જિલ્લાનું 76.64 ટકા, રાજકોટ 79.94 ટકા, વડોદરા 67.19 ટકા પરિણામ જાહેર થયુ છે.વલસાડ જિલ્લાનું 63.16 ટકા, સાબરકાંઠા જિલ્લાનું 68.17 ટકા, સુરત જિલ્લાનું 80.78 ટકા, સૂરેન્દ્રનગર જિલ્લાનું 81.11 ટકા પરિણામ જાહેર થયુ છે.રાજકોટ જિલ્લાનું 63.16 ટકા જુનાગઢ 67.66,નર્મદા 58.02, ગીર સોમનાથ 69.84 પરિણામ જાહેર થયુ છે.
નવસારી જિલ્લાના ધોરણ 12 સામાન્ય પ્રવાહ પરિણામ વાત કરવામાં આવે તો 10414 વિદ્યાર્થીઓએ બોર્ડ પરીક્ષા માટે ફોર્મ ભર્યા હતા. જે માંથી 10383 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. A1 32, A2 308,B1 872,B2 1656,C1 2292,C2 2007, D 374, E1 4 વિદ્યાર્થીઓએ પાસ થયા હતા. જ્યારે જિલ્લામાં વિદ્યાર્થીઓ નીડ ઈમ્પ્રુરમેન્ટ એટલે કે (ના પાસ) થયેલ 2869 વિદ્યાર્થીઓ છે. નવસારી જિલ્લા નું પરિણામ 72.67 ટકા નોંધવવા પામ્યું છે.
આ પરીક્ષામાં 4,79,298 ઉમેદવારો નોંધાયા હતા, જે પૈકી 4,77,392 પરીક્ષાર્થીઓ પરીક્ષામાં આપી હતી. તેમાંથી 3,49,792 પરીક્ષાથીની ઉત્તીર્ણ થયેલ છે. નિયમિત ઉમેદવારોનું પરિણામ 73.27 ટકા આવેલ છે.જ્યારે બધા વર્ષમાં ઉતીર્ણ ન થયા હોય તેવા પુનરાવર્તિત ઉમેદવારો તરીકે 29,974 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 28,321 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 11,205 ઉમેદવાર સફળ થયા છે. આ પરીક્ષામાં 34,533 ખાનગી નિયમિત ઉમેદવારો નોંધાયા હતા.
જે પૈકી 11,988 પરીક્ષાઓ પરીક્ષામાં ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 10,830 પરીક્ષાર્થીઓ ઉતીર્ણ થયેલ છે. ખાનગી નિયમિત ઉમેદવારો પરિણામ 33,86 ટકા આવેલ છે. અગાઉના વર્ષમાં ઉત્તીર્ણ ન થયા હોય તેવા ખાનગી પુનરાવર્તિત તરીકે 12,849 ઉમેદવારો નોંધાયેલા હતા તે પૈકી 11,833 ઉપસ્થિત રહ્યા હતા તેમાંથી 3,125 ઉમેદવાર સફળ થયા છે. આમ ખાનગી પુનરાવર્તિત ઉમેદવારોનું પરિણામ 28.94 ટકા આવેલ છે.