
વાંચન પ્રેમી માટેનું ‘પરબ’, એટલે દેવધા ગામમાં કુદરતના ખોળે બનાવાઈ એક અનોખી લાઇબ્રેરી
- Local News
- May 31, 2023
- No Comment
નવસારી જિલ્લામાં કુદરતના ખોળે અનોખી લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે.જેમાં 2000થી વધુ પુસ્તક રાખવામાં આવ્યા છે. મોટી સંખ્યામાં યુવક અને યુવતીઓ આ કુદરતના ખોળે પક્ષીઓના કલરવની વચ્ચે શરૂ થયેલી આ લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે.
દેશના લગભગ તમામ રાજ્યના શહેરોમાં લાઇબ્રેરી જોવા મળે છે, પરંતુ ગુજરાત રાજ્યના નવસારી જિલ્લામાં એક અનોખી લાઇબ્રેરી ચાલી રહી છે.આજનો યુવાવર્ગ જ્યારે અત્યાધુનિક ટેક્નોલોજી સાધનસંપન્ન છે. અને મોબાઇલ યુગમાં વાંચન વિમુખ થઈ રહ્યો છે. ત્યારે તેના વિપરીત એક અનોખું કાર્ય નવસારી જિલ્લાના ગણદેવી તાલુકામાં આવેલા દેવધા ગામમાં ‘પરબ’ નામની સંસ્થા વાંચન પ્રવૃત્તિને વેગ આપી રહી છે.
આપને જણાવી દઈએ કે, ‘પરબ પાણીની તરસ છીપાવાનું થતું હોય છે, ના પણ આ ‘પરબ’ એટલે વાંચનની તરસ જ્યાં છીપાય આ તરસ સંતોષાય તેવું સ્થળ એટલે કે ‘પરબ’નામે દેવધા ગામમાં જય વશીએ કેરી અને ચીકુની વાડીમાં એક કુદરતી અનોખી લાઇબ્રેરી ઊભી કરી છે. આ કુદરતી લાઇબ્રેરીમાં 27 એપ્રિલથી 3 મે સુધી વાંચન સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ લાઈબ્રેરી બનાવવાના કેવી રીતે વિચાર આવ્યો?
આપને જણાવી દઈએ કે, આ અનોખી લાઇબ્રેરી કુદરતના ખોળે લાઈબ્રેરી જે વાડીમાં ચાલી રહી છે, તે વાડી મોહન કાકાની વાડીથી જાણીતી છે. ત્યારે કોરોના કાળમાં મોહન કાકાનું 91 વર્ષથી વયે નિધન થયું હતું. તેમનું એક સ્વપ્ન હતું કે, આ જે વાડીની જગ્યા લાઇબ્રેરી માટે ઉપયોગ કરવામાં આવે છે, તે જગ્યા ઉપર મોહન કાકા હંમેશા પુસ્તક વાંચન કરતા હતા અને તેમનું સપનું હતું કે,
આધુનિકતા સાથે મારા ગામના અને દેશના યુવાનો હંમેશા પુસ્તક પ્રેમી બને તેવા ઉદ્દેશ સાથે અહીં કાયમી લાઇબ્રેરી ચાલુ રાખવા માટે તેમના પુત્રને જણાવ્યું હતું. આજે અવિરત કુદરતના ખોળે આ લાયબ્રેરી શરૂ કરવામાં આવી છે. જેમાં 2000થી વધુ પુસ્તક રાખવામાં આવ્યા છે.
મોટી સંખ્યામાં ગામના તેમજ આજુબાજુ વિસ્તારના યુવાનો અને યુવતીઓ આ કુદરતના ખોળે શરૂ થયેલી લાઇબ્રેરીનો લાભ લઈ રહ્યા છે. અને યુવાનો ધ્વારા અન્ય યુવાનો પણ આ કુદરત ના ખોળે બનાવાયેલ અનોખી લાઈબ્રેરી વિશે જણાવી રહ્યા છે.
આ અનોખી કુદરત ખોળે બનાવેલી લાઈબ્રેરી કેટલા પુસ્તકો છે?
આ કુદરતના ખોળે તૈયાર કરવામાં આવેલી લાઇબ્રેરીમાં 2000 જેટલા પુસ્તકો મુકવામાં આવ્યા છે. જ્યાં હાલ 100 થી પણ વધુ યુવાનો તેમજ અન્ય લોકો અહીં લાઇબ્રેરીનો લાભ લઇ રહ્યા છે. અહીં કુદરતી વાતાવરણમાં ઊભી કરવામાં આવેલી લાઈબ્રેરી જોઈને તમને એક મનમાં શાંતિ અનુભવ થશે. સાથે વિજળીનો વપરાશ નહિં સાથે સાથે કુદરતી શુધ્ધ હવા તેમજ પક્ષીઓનો કલરવ સાથે શાંત વાતાવરણમાં કંઈક પુસ્તક વાંચવાની અલગ જ મજા અને આનંદ છે.
આ સંચાલક લાઈબ્રેરી વિશે શું કહ્યું ?!
ડોક્ટર જય વશીએ જણાવ્યું હતું કે, આ કુદરતના ખોળે બનાવેલ પુસ્તકાલયમાં વાંચનના કાર્યક્રમો તો થતા હોય છે, પણ આવા કાર્યક્રમ મોટાભાગે લાઇબ્રેરી મકાનમાં જ થાય છે. અહીં અમે અહિં અલગ અલગ વાંચન સપ્તાહ આયોજનો કરતા હોય છે. જેની જગ્યા બિલકુલ કુદરતી વાતાવરણમાં હોય છે. શાંત વાતાવરણ પક્ષીઓનો કલરવ વચ્ચે પુસ્તક વાંચી શકાય અને ખાસ કરીને અમારી આ લાઇબ્રેરીમાં મોબાઇલ બંધ કરાવવામાં આવે છે, જેથી એકાગ્ર ચિતે વાંચન કરી શકાય અને પોતાની નોલેજ વધારો કરી શકે છે.