
નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક પ્રાથમિક શાળામાં મધ્યાહ્ન ભોજનમાં મૃત ગરોળી નીકળતા ચકચાર: જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ તપાસ આદેશ આપ્યા
- Local News
- June 9, 2023
- No Comment
નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભાણ ગામની ગાંધી ફળિયાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકોને પિરસાયેલા ભોજનમાંથી મૃત ગરોળી નીકળી હતી.
ગુજરાત રાજ્ય સરકાર ધ્વારા સરકારી શાળામાં અભ્યાસ કરતા બાળકો મધ્યાહ્ન ભોજન અમલીકરણ કરવામાં આવ્યું છે. આ યોજના અંતર્ગત અનેક જરૂરિયાતમંદ પરિવારના બાળકો બપોરે ભોજન આપવામાં આવે છે.આ ભોજન આપવા માટે ખાનગી સંસ્થાઓને તેનો પરવાનો આપીને વ્યવસ્થા કરવામાં આવે છે. પરંતું આ ભોજનની ગુણવત્તા અંગે વારંવાર પ્રશ્નાર્થ ઉભા થઈ રહ્યા છે. નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે એક પ્રાથમિક શાળામાં ભોજન લેતા વિધાર્થીની થાળીમાંથી મૃત ગરોળી નીકળી હતી. આ અપાયેલ ભોજન મૃત ગરોળી નીકળતા શાળા શિક્ષકો તેમજ વિધાર્થીઓ ચોંકી ઉઠયા હતા.
બાળકોના આરોગ્ય સાથે ચેડાં થઈ રહ્યાં હોવાનું જોવા મળી રહ્યું છે. મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બનેલાં દાળ-ભાત વિદ્યાર્થીઓને પીરસાતાં એમાંથી મૃત ગરોળી નીકળી હતી. જોકે સમય સૂચકતા વાપરી શાળાએ તાત્કાલિક વિદ્યાર્થીઓને ભોજન ખાવાનું અને પીરસવાનું અટકાવ્યું હતું. નવસારી જિલ્લામાં નાયક ફાઉન્ડેશન દ્વારા સરકારી પ્રાથમિક શાળાઓમાં મધ્યાહ્ન ભોજન પહોંચાડવાનો પરવાનો આપવામાં આવ્યો છે.
મધ્યાહ્ન ભોજન યોજના રાજ્ય સરકાર ખૂબ કારગળ નીવડી છે. પરંતુ ભોજન વારંવાર જીવાતો નીકળવી તે કેટલું યોગ્ય? નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના પીપલગભાણ ગામે એક પ્રાથમિક શાળામાં ભોજન લેતા વિધાર્થીની થાળીમાંથી મૃત ગરોળી નીકળી હતી તેને પગલે વાલીઓ સહિત અન્ય વર્ગમાં આક્રોશ સરકારી શાળામાં મધ્યાહ્ન ભોજન યોજના હેઠળ બાળકોને આપવામાં આવતા ભોજનને લઈને વર્ષોથી ગુણવત્તાના પ્રશ્નો ઉપસ્થિત થયા છે. ત્યારે ફરીવાર આ મામલે ભોજનમાં ગરોળી નીકળતાં વાલીઓ સહિત અન્ય લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. NGO દ્વારા સપ્લાય કરવામાં આવતા ભોજનની ગુણવત્તાની ચકાસણી જિલ્લા પ્રાથમિક અધિકારી દ્વારા સમયાંતરે થવી જોઈએ એવી માગ પણ ઊઠી છે.
જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીએ આ બાબતે શું કહ્યું?
આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ડો.ભગીરથસિંહ પરમારે જણાવ્યું હતું કે આ ઘટના મારા ધ્યાન પર આવી છે અને આ મામલેની તપાસ પણ સોંપી છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ જ આ મામલે હું કંઈ પણ જણાવી શકીશ.