
નવસારીવાસીઓ આનંદો: નવસારી સાંસદ અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે નવસારીને મહાનગરપાલિકા બનવાનાં સંકેત આપ્યા
- Local News
- June 9, 2023
- No Comment
રાજ્ય સરકારનો નવસારી વિજલપોર નગરપાલિકા મહાનગર પાલિકા બંને તે અગે સર્વે શરૂ કર્યો, આગામી લોકસભા ચૂંટણી પહેલાં જાહેરાત થવાની સંભાવનાઓ
નવસારી શહેર તેમજ જુદા જુદા કાર્યક્રમ પણ હાજરી આપનાર છે મુલાકાતે આવેલા સાંસદ અને ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ નવસારી સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી સાથે સાથે અન્ય કાર્યક્રમ તે દરમ્યાન નવસારી વિજલપોર નગરપાલિકા મહાનગર પાલિકા બનવાનાં સંકેત આપ્યા હતા.હાલમાં રાજ્ય સરકાર ની ટીમ શહેર વિસ્તારમાં સર્વેની કામગીરી કરી રહી છે.3 દિવસ અગાઉ સચિવ આદ્રા અગ્રવાલે નવસારી ખાતે આવ્યા હતા તેમની સાથે ચીફ ઓફિસર જે.યુ.વસાવા સહિત સ્ટાફ તેમની સાથે શહેર વિસ્તાર જરૂરી ભ્રમણ તેમજ નવસારીવિજલપોર નગરપાલિકાની પણ મુલાકાત લીધી હતી.
નવસારી જિલ્લાની નવસારી નગરપાલિકા વર્ષોથી મહાનગરપાલિકા બનાવવા માંગ કરી રહી છે રાજ્ય સરકાર નવસારી અને વિજલપોર બંને નગરપાલિકાઓને મર્જ કરી તેમજ આજુબાજુ આઠ ગ્રામ્ય વિસ્તાર નગરપાલિકામાં ભેળવી દીધા છે. રાજ્યમાં વિસ્તારની દ્રષ્ટિએ સૌથી મોટી નગર પાલિકા છે. નવસારીને મહાનગરપાલિકા બનાવવાની માંગ વર્ષોથી ઉઠી રહી છે.ત્યારે શહેરીજનોની આતુરતાનો અંત આવવા જઈ રહ્યો છે.નવસારીને મહાનગરપાલિકા બનાવવા પ્રાથમિક તબક્કે ચાલી સર્વે ચાલી રહ્યો છે.
રાજ્ય સરકારના ચિંતન શિબિરમાં સરકારના જ વિઝન ડોક્યુમેન્ટમાં 3 લાખથી વધુ વસ્તીવાળી પાલિકાને મહાપાલિકા બનાવાય તો વહીવટ સારો થાય એમ જણાવતા હવે નવસારી મહાપાલિકા બનવા તરફ વધુ એક કદમ આગળ વધી છે. હાલમાં જ કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં રાજ્ય સરકારનો ચિંતન શિબિર યોજાયો હતો. આ શિબિરમાં મંત્રીઓ,ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહી સુચારુ વહીવટ માટે ચિંતન અને ત્યારબાદ વિઝન ડોક્યુમેન્ટ પણ બનાવાયો હતો.
અર્બન ડેવલપમેન્ટ માટે વિવિધ સૂચનો ડોક્યુમેન્ટમાં દર્શાવાયા હતા, જેમાં એકમાં જણાવાયું હતું કે જે નગરપાલિકાઓની વસ્તી 3 લાખથી વધુ છે તેને મહાપાલિકા બનાવવી જોઈએ. સુચારુ વહીવટ માટે આ જરૂરી છે. સરકારના જ વિઝન ડોક્યુમેન્ટમાં આ બાબત જણાવતાં વર્ષોથી નવસારીમાં જેની માંગ થતી રહી છે એ મહાનગરપાલિકા તરફ નવસારી વધુ એક કદમ આગળ વધ્યું છે, કારણકે નવસારીની વસ્તી હાલ 3.57 લાખ પ્રોજેકટેડ પાલિકા દર્શાવી રહી છે.
આમ તો રાજ્યમાં 22 જેટલી પાલિકા ‘અ’ વર્ગની છે પણ વસ્તીની દૃષ્ટિએ 3 લાખથી વધુની ઓછી પાલિકાઓની છે. નવસારી તેમાં અગ્રક્રમે છે. રાજ્યની અન્ય પાલિકાઓમાં વાપી,ભરૂચ વગેરેની પણ હાલ ચર્ચા ચાલી રહી છે. જો રાજ્ય સરકાર વિઝન ડોક્યુમેન્ટનો અમલ કરે તો આગામી દિવસોમાં નવસારી મહાનગરપાલિકા બનશે એ નક્કી છે.
નવસારી મહાનગર પાલિકા બંને તો વધુ ગામો જોડી શકાય
નવસારી શહેરનું હદ વિસ્તરણ કરી તેમાં વિજલપોર અને 8 ગામો ભેળવી દેવાયા બાદ નજીકના વધુ 4 ગામો જોડવાની પણ સૂચનો થયા હતા.જેમાં એરૂ, હાંસાપોર, ધારાગીરી અને દાંતેજ ગ્રામ્ય વિસ્તારનો સમાવેશ થાય છે. આ માટે રાજ્ય સરકારે પાલિકા પાસે રિપોર્ટ પણ માગ્યો હતો. જોકે વધુ હદ વિસ્તરણ નહીં કરાયું. હવે જો નવસારી મહાનગરપાલિકા બને તો આ 4 ગામ અથવા અન્ય વધુ ગામો જોડી શકાય. તેમ છે.
છેલ્લા 20 થી વર્ષો નવસારી મહાનગર પાલિકાની માંગ
નવસારીમાં મહાનગરપાલિકા બંને તે માટે બે ચાર વર્ષની નથી. વિવિધ રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સંસ્થાઓ તેમજ લોકોએ 20 થી વર્ષથી પૂરજોશમાં રજૂઆત થઈ રહી છે. 2003ના અરસાથી આ અંગે ઠરાવો પણ થઈ રહ્યા છે. જોકે ભૂતકાળમાં તો વસ્તી પ્રમાણમાં ઓછી હતી હવે તો નવસારીવિજલપોર નગરપાલિકા સમાવિષ્ટ વસ્તી પણ 4 લાખની નજીક જઈ રહી છે. ભૂતકાળમાં જ્યારે નવસારીની વસ્તી 2 લાખથી ઓછી હતી ત્યારે વહીવટ કરવો સરળ હતો. હવે 3.57 લાખની વસ્તી તો છે સાથે 43 ચોરસ કિલોમીટરનો વિસ્તાર પણ છે જેનો વહીવટ કરવામાં હાલના નગરપાલિકાના સાધનો,સ્ટાફ વગેરે ટાંચા પડી રહ્યાં છે. આ બાબતનો પડઘો સરકારનાવિઝન ડોક્યુમેન્ટમાં પણ પડ્યો છે.આવનારી લોકસભા 2024 ચૂંટણી પહેલા નવસારી શહેરીજનો મહાનગર પાલિકાની ભેટ રાજ્ય સરકાર મળે તેવી સંભાવનાઓ હાલમાં દેખાય રહી છે