નવસારીના જલાલપોર 28 વર્ષીય યુવાને વિકૃત આનંદ લેવાનું ભારે પડ્યું.:નવસારી સિવિલ હોસ્પિટલ ડોક્ટરોની ટીમે સફળ ઓપરેશન કર્યું
- Local News
- June 8, 2023
- No Comment
નવસારીના જલાલપોર ના 28 વર્ષીય યુવાને ધ્વારા વિકૃત આનંદ લેવાનું ભારે પડ્યું.વિકૃત આનંદ મેળવવા માટે પોતાના અંગત અંગો સાથે ખેલ કરવા જતાં નવસારીના જલાલપોર ના યુવાન ધ્વારા વિકૃત આનંદ લેવાનું ભારે પડ્યુંયુવાન ધ્વારા પોતાનું ગુપ્તાંગ એક પ્લાસ્ટિકની બોટલમાં નાંખ્યું બાદ તે ફસાઈ જતા નવસારી સિવિલ હોસ્પિટલના પાંચ ડોકટરોની ટીમે ગત શનિવારે એક કલાકની જહેમત બાદ ગુપ્તાંગ ઉપરથી બોટલ દૂર કરી હતી.
નવસારીના જલાલપોર એક યુવાને કઈક એવું કર્યું કે નવસારી સિવિલ હોસ્પિટલના ડોક્ટરો પણ ચોંકી ઉઠયા હતા. જલાલપોરના એક 28 વર્ષીય યુવાને પોતાના શારીરિક અંગો સાથે રમત કરી વિકૃત આનંદ મેળવવા જતા મુશ્કેલીમાં મુકાયો હતો આ યુવાન કણસતી હાલતમાં આવ્યો હતો.ડોક્ટરોએ તેને સમસ્યા પૂછતા આ યુવાન શરૂઆત કહીં ન શક્યો હતો. તેણે હિમ્મત કરીને પોતાની સમસ્યા ડોક્ટરને જણાવી હતી. જેમાં તેણે ગત શુક્રવારના સાંજે વિકૃત આનંદ મેળવવા માટે પોતાનું ગુપ્તાંગ પ્લાસ્ટિકની બોટલમાં નાખ્યું હતું.ત્યારબાદ યુવાનને ઉત્તેજના થતા ગુપ્તાંગ બોટલમાં ફસાઈ ગયું હતું. યુવાને આ હરકત તેના પરિવાર,મિત્રો કે સમાજને આ વિકૃત હરકતની ખબર ન પડે તે માટે તેણે સૌ કોઈથી છુપાવી આખી રાત દર્દ સાથે પસાર કરી હતી.
આ યુવાન બીજા દિવસે તા 3-6-2023ને શનિવાર સવારે નવસારી સિવિલના સર્જરી વિભાગમાં પહોંચ્યો હતો. ત્યાં તેણે ડોક્ટરોને પોતાની સાથે થયેલ વ્યથા કહી હતી અને ડોક્ટરોએ સમય સૂચકતા વાપરી તાત્કાલિક ઓપરેશન કરવાનો નિર્ણય કરી એક કલાકની મહેનત બાદ લિંગ પરથી બોટલને દૂર કરી હતી.આ સફળ ઓપરેશનમાં સિવિલના પાંચથી વધુ ડોક્ટરોની ટીમ જોડાઈ હતી.
જેથી નવસારી સિવિલના ડોક્ટરની ટીમને તેને આ મુસીબતમાંથી બહાર કાઢ્યો હતો. આ બનાવ અન્ય યુવકો માટે પણ શીખ આપનારો છે વિકૃત આનંદ મેળવવા માટે પોતાના અંગત અંગો સાથે ખેલ કરવા જતાં ક્યારેક ભારે પડી શકે અથવા જાન પણ ગુમાવવી પડી શકે છે.
નવસારી સિવિલ હોસ્પિટલમાં સર્જરી વિભાગમાં એસોસિએટ પ્રોફેસર તરીકે ફરજ બજાવતા ડો. ઋષભ મહેસુરીયાના જણાવ્યા અનુસાર યુવક સવારે શનિવારે તારીખ 3-6-2023 સવારે આ યુવાન આવ્યો હતો.જ્યાં તેની સ્થિતિ જોતા તાત્કાલિક તેનું ઓપરેશન કરવામાં આવ્યું હતું અને તેને જોખમમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. અમારી સાથે પાંચથી વધુ ડોક્ટરોની ટીમ આ ઓપરેશનમાં જોડાઈ હતી અને ઓપરેશન કરતા કલાક જેટલો સમય લાગ્યો હતો. આ ઓપરેશન થકી આ યુવાન ખોડખાંપણ પણ બચી જવા પામી છે.

