Biparjoy Cycloneનો ટ્રેક બદલાતા ગુજરાત ઉપર ખતરો વધ્યો,નવસારી ના દાંડી તથા ઉભરાટ બીચ બંધ કરાયા : નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ

Biparjoy Cycloneનો ટ્રેક બદલાતા ગુજરાત ઉપર ખતરો વધ્યો,નવસારી ના દાંડી તથા ઉભરાટ બીચ બંધ કરાયા : નવસારી જિલ્લા વહીવટીતંત્ર એલર્ટ

અરબ સાગરમાં સર્જાયેલા અત્યંત શક્તિશાળી વાવાઝોડા બિપોરજોયે ફરી પોતાની દિશા બદલી છે. વાવાઝોડું હવે ગુજરાતના જખૌ તરફ ફંટાતાં કચ્છ તેમજ રાજ્ય માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

અરબી સમુદ્રમાં સક્રિય બનેલા વાવાઝોડા બિપોરજોય અંગે  મોટા સમાચાર સામે આવ્યા છે. સમુદ્રમાં બપોરજોય વાવાઝોડાએ ફરી દિશા બદલાઈ છે, હવે આ વાવાઝોડું ગુજરાતના દરિયા નજીકથી પસાર થાય તેવું અનુમાન છે. હવે બિપોરજોય પાકિસ્તાનથી જખૌની દિશા તરફ ફંટાયું છે. વાવાઝોડાનો માર્ગ બદલાતાં ફરી ચિંતા વધી ગઈ છે. આ સંભવિત બિપોરજોય વાવાઝોડાને કારણે હાલમાં કચ્છ જિલ્લા તેમજ ગુજરાત માટે ચિંતાનું પ્રમાણ વધ્યું છે.

બિપોરજોય પોરબંદરથી 640 કિલોમીટર દૂર

આ વાવાઝોડું દક્ષિણ-દક્ષિણ પશ્ચિમ પોરબંદરથી 640 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડું ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધશે. બિપોરજોય વધુ તીવ્ર બનીને આગળ વધી રહ્યું છે. બંદરો પર હાલ ભયજનક 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. બિપોરજોયને લઈને ગુજરાતના તમામ જિલ્લામાં વહીવટી તંત્ર એલર્ટ છે. આ વાવાઝોડું ધીમે-ધીમે નજીક આવી રહ્યું છે.

અગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી 

હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ગુજરાતમાં આગામી 4 દિવસ વરસાદ થઈ શકે છે. આગામી ચાર દિવસ દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની આગાહી છે. તો રાજ્યમાં થંડરસ્ટ્રોમ એક્ટિવિટીની અસર પણ રહેશે. હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, વાવાઝોડાને કારણે આજે તેમજ 11 અને 12 જૂને પવન 80થી 100 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે. જ્યારે 13 જૂને પવન 120 કિમી પ્રતિ કલાકની ઝડપ પણ પકડી શકે છે.

દરિયાકાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જાહેર

બિપોરજોય વાવાઝોડાને લઈને ગુજરાતના 1600 કિલોમીટર ના દરિયા કાંઠાના જિલ્લાઓમાં એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે. બિપોરજોય વાવાઝોડાને લઈને નવસારી જિલ્લા વહીવટીતંત્ર  એલર્ટ થઈ ગયું છે.

વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે દાંડી અને ઉભરાટ બીચ બંધ કરાયા છે. આ મામલે નવસારી જિલ્લા નિવાસી અધિક કલેક્ટર કેતન જોષી ગત જાહેરનામું પણ બહાર પાડ્યું છે. જેમાં માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. આ ઉપરાંતા દરિયા કિનારે રહેતા તેમજ સહેલાણીઓ  દરિયાના પાણીમાં ન જવા સૂચના અપાઈ છે. બીચ પર તકેદારીના ભાગરૂપે લોકોની અવર જવર પર પ્રતિબંધ મુકાયો છે.

નવસારીના સવારે સહેલાણીઓ બીચ ઉપર દેખાયા

નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારો અને ઉભરાટ દરિયા કિનારાઓ અતિ લોકપ્રિય છે, આ દરિયાઈ કિનારો દૂર દૂરથી સહેલાણીઓ બીચ જોવા તેમજ માણવા માટે આવે છે .ત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર દ્વારા સાવચેતીના પગલાં લઈને સહેલાણીઓના જાનમાલને નુકસાન ન થાય તેવા હેતુથી બીચ પર મનાય હુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સહેલાણીઓ જાણે વાવાઝોડાને માણવા માટે નવસારીના ઐતિહાસિક દાંડી દરિયા કિનારે મોટી સંખ્યામાં જોવા મળ્યા હતા.

છેલ્લા બે દિવસથી રાજ્યમાં બીપરજોય વાવાઝોડાને કારણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર સાબદુ બન્યું છે, વાવાઝોડું ત્રાટકે તો આગમચેતીના પગલાં શું લઈ શકાય તેને લઈને નવસારી જિલ્લા વહીવટી તંત્રએ તૈયારીઓ પૂર્ણ કરી છે જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કાંઠા ઉપર ગ્રામ્ય વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે. સાગર ખેડૂઓને પણ દરિયો ન ખેડવા તાકીદ કરવામાં આવી છે.

દરિયાના બીચ ઉપર સહેલાણીઓ અને મનાઈ હુકમ ફરમાવ્યો હોવા છતાં પણ સવારે સહેલાનીઓ બિન્દાસ પણે દાંડીના દરિયા કિનારે સેલ્ફી તેમજ ફરતા નજરે પડ્યા હતા.બીપરજોય વાવાઝોડાની આંશિક અસર નવસારીના દાંડીના દરિયા પર જોવા મળી રહી છે. સ્થાનિકોને જણાવ્યાં મુજબ દાંડીના દરિયામાં કરંટ જોવા મળ્યો છે. હવામાન વિભાગે 10 થી 12 જૂન સુધી વાવાઝોડાની આગાહી કરી હતી, જેને પગલે દરિયામાં તેની આંશિક અસર વર્તાતી જોવા મળી છે.

નવસારીના બીચ ઉપર સહેલાણીઓ ફરતા જોવા મળતા:

ગુજરાતના દરિયા કાંઠે બિપરજોયા વાવાઝોડા ત્રાટકવાની સંભાવનાઓ પગલે વહિવટીતંત્ર બીચ ઉપર સહેલાણીઓ બંઘ કરવા છતાં નવસારી જિલ્લાના દાંડી,ઉભરાટ બીચ સહેલાણીઓ ફરવા આવતા હોવાનું ધ્યાને આવતા  વહિવટીતંત્ર ધ્વારા દાંડી તેમજ ઉભરાટ દરિયા કિનારે ચૂસ્ત બંદોબસ્ત મૂકવા સાથે બેરીકેટીંગ સહેલાણીઓ તેમજ દરિયા કિનારે રહેતા લોકો માટે બંધ કરી દેવામાં આવ્યો.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…
નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ગત રાત્રિ દરમિયાન મીની વાવાઝોડા લઈ તારાજીને લઈ ચીખલી તથા વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ…

નવસારીના ચીખલીના તલાવચોરા અને સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લીધી તેમજ વાંસદાના વિવિધ મીની વાવાઝોડાને લઈને વિવિધ વિસ્તારોની મુલાકાત સાથે વિવિધ વિભાગો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *