વાવાઝોડાના સંકટ સમયે કૃષ્ણપુર ગામ સજ્જ: 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ લોકો માટે ઉપયોગી સાબિત થયું
- Local News
- June 10, 2023
- No Comment
દક્ષિણ ગુજરાત એક માત્ર નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામને કુદરતી આપત્તિ કે વાવાઝોડા થી ગામના લોકોને બચાવી સુરક્ષિત સ્થળે રાખવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાતનું પહેલું ત્રણ વર્ષ અગાઉ ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે.
કુદરતી આપત્તિઓ માનવ જીવન માટે ખતરા રૂપ થઈ પડી છે જેમાં ગ્લોબલ વોર્મિંગ કારણે ગંભીર અસરો પગલે વાતાવરણમાં અનિચ્છનીય ફેરફારો અને વાવાઝોડાઓ આવવાની શક્યતાઓ દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે ત્યારે નવસારી જિલ્લા વહીવટીતંત્ર આગમચેતીના ભાગે આગળ વધી રહ્યું છે. નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામને કુદરતી આપત્તિ થી બચાવવા માટે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એ ગુજરાતનું પહેલું ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે.
કુદરતી આપત્તિઓ કે માનવ સર્જિત આપત્તિઓ સમયે ડિઝાસ્ટર મલ્ટી પર્પઝ સેન્ટર હોમ લોકો માટે આશિર્વાદરૂપ સમાન સાબિત થઈ શકે છે. તોકેતે વાવાઝોડુ હોય કે બિપોરજોય વાવાઝોડાન અથવા વરસાદી રહેલ કે દરિયાઈ તોફાન અસરને લઈ માનવીય બચાવકાર્ય તેમજ સુરક્ષિત સ્થાને ખસેડવાની તૈયારીના ભાગરૂપે મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવ્યું છે.આ સેન્ટરમાં 3000 વધુ લોકોની કુદરતી આપત્તિઓ સુરક્ષિત સ્થળે જેવી ભરતી તેમજ રેલના પાણી ગામ મોટા પ્રમાણ ધુસી જવા કે વાવાઝોડા સમયે આ સેન્ટર બનાવાયું છે.
હાલમાં બિપોરજોય વાવાઝોડાની નવસારી જિલ્લા વહીવટીતંત્ર પણ એલર્ટ છે. નવસારી જિલ્લામાં પણ બાવન કિલોમીટર દરિયા કિનારાઓ આવેલો છે ત્યારે અવાર-નવાર વાવાઝોડા તેમજ દરિયાઈ ભરતીના પાણી ભરતા હોવાને લઈ નવસારી જિલ્લાના કૃષ્ણપુર ગામે 3 વર્ષ પહેલા બનાવાયેલું મલ્ટી પર્પઝ ડિઝાસ્ટર હોમ ખૂબ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. આ આશ્રય સ્થાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ગ્રાન્ટમાંથી બનાવાયું હતું. જે વાવાઝોડા સમયે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યું છે. જેમાં જુદા જુદા રૂમો તેમજ ભોજન બનાવવા તમામ વ્યવસ્થાઓ કરી શકાય તેવું આ ડિઝાસ્ટર હોમ સેન્ટર બનાવાયું છે. 10 હજારની વસ્તી ધરાવતું કૃષ્ણપુર ગામ ચારેબાજુથી દરિયાથી ઘેરાયેલું છે તેમજ ગામના લોકો માછીમારી તેમજ બોટ સમારકામ કરી પોતાનો ધંધો રોજગાર મળવી રહ્યા છે.આ મલ્ટિપર્પઝ સેન્ટર ગામના સારા કે નબળા પ્રંસેગ પણ ઉપયોગી સાબિત થયું છે.
નવસારી જિલ્લાનું કૃષ્ણપુર એવું ગામે અહીં સંરક્ષણ દિવાલ પણ નથી.જેના કારણે દરિયાની ભરતીના પાણી પણ ગામમાં પ્રવેશી જતા હોય છે. જેને પગલે ગુજરાત રાજ્યમાં સૌથી પહેલા ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેન્ટર દ્વારા ગામના લોકોના રક્ષણ માટે આ સેન્ટર બનાવાયું હતું. મલ્ટી પર્પઝ સેન્ટરમાં જીપીએસ અને વીજળી શોષક યંત્ર પણ મૂકવામાં આવેલા છે. જેના કારણે આપત્તિ સમયે રક્ષણ મેળવી શકાય અને જિલ્લા વહીવટીતંત્ર ના સંપર્કમાં રહી શકાય કોઈપણ મોટી હોનારત સમયે જરૂર પડ્યે બચાવકાર્ય પણ કરી શકાય તે આશરય આ મલ્ટી પર્પઝ સેન્ટર હોમ બનાવવામાં આવ્યું છે