ગુજરાતમાં હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ વરસાદની આગાહી:બિપોરજોય વાવાઝોડા પગલે રાજ્યભરમાં શું અસર?!
- Local News
- June 11, 2023
- No Comment
અરબ સાગરમાં ઉદભવેલું બિપરજોય વાવાઝોડું વધારે તીવ્ર બન્યું છે.ગુજરાતમા બિપરજોય વાવાઝોડાનો ત્રાટકવાનો ખતરો છે. બિપરજોય વાવાઝોડું હાલ પોરબંદરના દરિયાકાંઠેથી 540 કિલોમીટર દૂર છે.આ વાવાઝોડાની દિશા હાલ ગુજરાત અને પાકિસ્તાન વચ્ચે છે.
બિપરજોય વાવાઝોડા ના પગલે હવામાન વિભાગ ધ્વારા પાંચ દિવસ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે ત્યારે આજરોજ રાજ્યના અમદાવાદ,સુરત,ડાંગ,નવસારી , વલસાડ,અમરેલી,ગીર સોમનાથમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવા વરસાદની શક્યતા છે.આ સિવાયના જિલ્લામાં શુષ્ક વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વરસાદ વહેલી સવાર આજે વહેલી સવારથી અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. અમદાવાદના પૂર્વ વિસ્તારોમાં કાળા ડીંબાગ વાદળો સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ઇસનપુર, મણિનગર, વટવા, નારોલ, સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે.
આવતીકાલે રાજ્યના આ જિલ્લાઓમાં અમદાવાદ,વડોદરા, છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ, તાપી,જૂનાગઢ,અમરેલી,ભાવનગર,ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.
તારીખ 12મી ના રોજ આ જિલ્લા સુરત,નવસારી , વલસાડ, રાજકોટ,જામનગર,પોરબંદર,જૂનાગઢ,અમરેલી , ભાવનગર, દેવભૂમિ દ્વારકા,ગીર સોમનાથમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે.
તારીખ 13મી ના રોજ પાટણ,ગાંધીનગર,અમદાવાદ, આણંદ,વડોદરા,છોટાઉદેપુર,નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ, નવસારી,વલસાડ,તાપી,સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર, પોરબંદર,જુનાગઢ,અમરેલી,ભાવનગર,મોરબી,દેવભુમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં છૂટા છવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદની વધારે શક્યતા છે.
14 જૂન ના રોજ અમદાવાદ,આણંદ,વડોદરા,છોટાઉદેપુર, નર્મદા,ભરૂચ,સુરત,ડાંગ,નવસારી,વલસાડ,તાપી, સુરેન્દ્રનગર,રાજકોટ,જામનગર,પોરબંદર,જુનાગઢ,અમરેલી, ભાવનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છમાં ઘણી જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની વધારે શક્યતા છે.
નવસારી જિલ્લાના દરિયા કાંઠે વાવાઝોડા પગલે અસર દેખાય:
બિપોરજોય વાવાઝોડા ને પગલે નવસારી જિલ્લાના બાવન કિલોમીટર સમુદ્ર કિનારે પવન શરૂઆત થઈ ગઈ છે. બીપરજોય વાવાઝોડાની અસર વર્તાવા લાગી છે. પવન સાથે દરિયામાં જોવા મળેલ કરંટના ત્યારે જલાલપુર તાલુકાના ઓજલ માછીવાડ,દાંડી,વાસી બોરસી તેમજ ઉભરાટ ગામ પાસેના દરિયાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હોય તેવા દ્દશ્યો સામે આવ્યાં છે.
‘બીપોરજોય’ વાવાઝોડાંને કારણે ગુજરાત રાજ્યનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર એલર્ટ બન્યું છે. કેટલાક જિલ્લાઓમાં જરૂરિયાત મુજબ NDRFની ટુકડી ફાળવવામાં આવી છે.તેમજ એરફોર્સની ટીમ પણ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. નવસારી જિલ્લાના 52 કિલોમીટરના દરિયા કિનારે પણ દરિયામાં વાવાઝોડાંની અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ વાવાઝોડા તાકાત હવે જોવા મળી રહી છે.ત્યારે તેની અસર હાલ દરિયામાં જોવા મળી રહી છે. નવસારી જિલ્લા વહીવટી તંત્રએ દરિયાકાંઠાના ગામોને અલર્ટ કર્યા છે. સહેલાણીઓને પણ બીજ પર જવાની મનાઈ ફરમાવી છે.
સંભવિત અસરગ્રસ્ત જિલ્લામાં પહોચવા મંત્રીઓને કરાઈ તાકીદ
છેલ્લા એક સપ્તાહથી અરબી સમુદ્રમાં રહીને વધુને વધુ મજબૂત અને વિનાશક બની રહેલ વાવાઝોડુ બિપોરજોય, આગામી 15 જૂનના રોજ કચ્છમાં ત્રાટકશે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતમાં વાવાઝોડાને લઈને યોજાયેલ મહત્વની બેઠક બાદ, હવામાન વિભાગના ડાયરેકટરે કહ્યું કે, આગામી ગુજરાતમા 14 અને 15 ભારે વરસાદની સંભાવના છે. રાજકોટ, પોરબંદર અને મોરબીમાં વ્યાપક વરસાદની સંભાવના છે. વાવાઝોડાને કારણે સૌથી વધુ વરસાદ પડવાની શક્યતા કચ્છ અને દ્વારકા અને જામનગરમાં છે. કચ્છમાં વાવાઝોડુ 150 કિમી પ્રતિ ઝડપે જમીન ઉપર ત્રાટકે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરાઈ છે.
મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે રાજ્યના દરિયાઈ વિસ્તારના જિલ્લાઓમાં સંભવિત Cyclone Biparjoy ની અસર સામે જિલ્લા તંત્ર એ કરેલા આગોતરા આયોજન અને આપત્તિ વ્યવસ્થાપન કામોમાં માર્ગદર્શન માટે રાજ્ય મંત્રી મંડળના વરિષ્ઠ મંત્રીઓને વિવિધ જિલ્લાઓની જવાબદારી સોંપી છે.
કચ્છ જિલ્લામાં મંત્રી ઋષિકેશ પટેલ, મોરબીમાં કનુભાઈ દેસાઈ, રાજકોટ જિલ્લામાં રાઘવજી પટેલ, પોરબંદરમાં કુવરજી બાવળિયા તેમજ જામનગર જિલ્લામાં મુળુ ભાઇ બેરા અને દેવભૂમિ દ્વારકામાં હર્ષ સંઘવી, જૂનાગઢ જિલ્લા માટે જગદીશ વિશ્વકર્મા અને ગીર સોમનાથ માટે પરસોત્તમ સોલંકીને જવાબદારી સોંપવામાં આવી છે. આ બધા જ પ્રધાનોને તેમને સોંપાયેલા જિલ્લાઓમાં પહોંચવાની સૂચનાઓ પણ મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે આપી છે.
બેઠકમાં કયા કયા અધિકારીઓ રહ્યા ઉપસ્થિત
Cyclone Biparjoyને લઈને યોજાયેલ મહત્વપૂર્ણ બેઠકમાં મુખ્ય પ્રધાનના સચિવ અવંતિકા સિંઘ, રાહત કમિશનર આલોક પાંડે, મહેસુલ વિભાગ અધિક મુખ્ય સચિવ કમલ દયાણી, માર્ગ અને મકાન વિભાગના સચિવ સંદિપ વસાવા, પ્રાથમિક શિક્ષણ નિયામક એમ આઈ જોશી સહીતના અનેક અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.