ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, ATSએ કટ્ટરપંથી વિચારધારા ધરાવતી મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી

ગુજરાતમાં ISIS મોડ્યુલનો પર્દાફાશ, ATSએ કટ્ટરપંથી વિચારધારા ધરાવતી મહિલા સહિત ચાર લોકોની ધરપકડ કરી

ગુજરાત ATS દ્વારા આતંકી ષડયંત્રનો પર્દાફાશ કરાયો છે. ATSની તપાસમાં પાકિસ્તાનના ઈશારે ચાલતા ISISના મોડ્યુલ ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સનો પર્દાફાશ થયો છે. જોકે, સવાલ એ છે કે ગુજરાતમાં ISISનું મોડ્યુલ કઇ રીતે સક્રિય થયું? 

ફાંકડું અંગ્રેજી બોલીને સુમેરાબાનુએ એટીએસના સિનિયર અધિકારીઓ સામે કબૂલાત કરી કે ‘સર, હું સુરતની કોર્ટમાં ફિદાઈન હુમલો કરવા તૈયાર હતી,રેકી પણ કરી રાખી હતી. બસ કમાન્ડન્ટના આદેશની રાહ જોવાતી હતી.’ આ સાંભળીને પોલીસ પણ ચોંકી ઊઠી હતી. માત્ર 12 સુધી ભણેલી પરંતુ દક્ષિણ ભારતમાં લગ્ન થયા પછી તેણે સાસરીમાં જ અંગ્રેજી શીખી લીધું હતું. પતિ સાથે તકરાર થતાં તે બે સંતાન સાથે સુરત આવી ગઈ હતી અને કોર્ટ કેસ ચાલતો હોવાથી તેણે કોર્ટમાં પોતાના કેસની સુનાવણી ટાણે ત્યાંના સુરક્ષાઘેરાથી માંડીને જજ અને વકીલોની અવરજવરની પણ રેકી કરી હતી.

સુમેરા બાનુએ કેટલાક નેતાઓની પણ રેકી કરી સૂત્રો જણાવ્યાનુસાર સુમેરાબાનુએ ગાંધીનગર ભાજપના કાર્યાલય ‘કમલમ્’ અને ત્યાં આવતા-જતા કેટલાક નેતાઓની પણ રેકી કરી હતી. ગુજરાત એટીએસનાં સૂત્રોનું કહેવું છે કે મુંબઈમાં 26/11 જેવો પ્લાન ઘડાયો હતો, અદ્દલ તેવો જ પ્લાન કાશ્મીરી આતંકીઓએ અફઘાનિસ્તાન જઈને હુમલો કરવા ઘડ્યો હતો. જેમ કે, બોટમાં ડ્રાયફ્રૂટ્સ સાથે રાખવા,

મધદરિયે બોટના ટંડેલની ગળું કાપી હત્યા કરવા ધારદાર છરો રાખવો. હાઈજેક બોટમાં જીપીએસ મારફતે નિશ્ચિત કાંઠે પહોંચવા જેવા તમામ પ્લાન કસાબ અને તેની ગેંગ જેવો જ હતો. કસાબ ગેંગ હુમલો કરવા ભારતમાં ઘૂસી હતી અને આ કાશ્મીરી આતંકીઓ ભારતમાંથી અફઘાનિસ્તાન જઈ હુમલો કરવાના હતા. તેનું કારણ એ કે, આ કાશ્મીરી આઈએસકેપી સાથે જોડાયેલા છે, જે તાલિબાની વિચારધારાના વિરોધી છે અને ઈસ્લામિક સ્ટેટની વિચારધારાને વરેલા છે.

ગુજરાત ATS દ્વારા ભારતમાં ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ (ISKP) સંગઠનના સક્રિય સભ્યોને પકડીને ISISના મોડ્યુલનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSની આ સફળતાએ એક આંતરરાષ્ટ્રીય આતંકી ષડયંત્રનો પર્દાફાશ કર્યો છે અને 4 આતંકીઓને ઝડપી પાડ્યા છે. હવે સૌ કોઇના મનમાં સવાલ એ છે કે આ ષડયંત્ર પાછળનો મુખ્ય ઇરાદો શું છે? આ ષડયંત્રની કહાની પહેલાએ જાણી લો ISKP સંગઠન શું છે અને કઇ રીતે સક્રિય છે?

ISKP શું છે અને તે કઈ રીતે કરે છે કામ?

ઈસ્લામિક સ્ટેટ ઓફ ખોરાસાન પ્રોવિન્સ એક આતંકી સંગઠન છે અને ISISનું જ એક મોડ્યુલ છે. જે સાઉથ એશિયા અને મધ્ય એશિયાના દેશોમાં ઈસ્લામિક સ્ટેટના મીલીટન્ટ ગ્રુપ તરીકે ઓળખાય છે. તેમજ તે ખુરાસન તરીકે પણ ઓળખાય છે. જે એક સલ્ફી જીહાદીસ્ત આતંકવાદી જુથ છે. આ જુથનો મૂળ હેતુ વહાબી સુન્ની ઇસ્લામના સિદ્ધાંતો મુજબ ભારત સહિત વિશ્વમાં ઈસ્લામિક ખિલાફત સ્થાપવાનો છે. આ આતંકી સંગઠન અફઘાનિસ્તાન, પાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉદ્બેકિસ્તાન વગેરે દેશોમાં સક્રિય છે. તાલિબાનીઓ વિરુદ્ધનું આ એક ઉગ્રવાદી સંગઠન છે

ગુજરાત ATS દ્વારા પાંચમા વૉન્ટેડ આતંકીની કાશ્મીરથી અટકાયત કરાઈ

સૂત્રોના જણાવ્યાનુસાર પોરબંદર અને સુરતમાં ગુજરાત એટીએસએ ઓપરેશન પાર પાડીને સુમેરાબાનુ સહિત ચારને પકડી પાડ્યાં હતાં ત્યારે ઝુબેર અહેમદ મુનશી (રહે. શ્રીનગર)ને વૉન્ટેડ દર્શાવી શોધખોળ શરૂ કરી હતી. બાદમાં એક પોલીસ ટીમ તાત્કાલિક શ્રીનગર જવા રવાના થઈ હતી અને માત્ર 24 કલાકમાં જ ગુજરાત પોલીસે શ્રીનગરમાંથી શોધી કાઢીને તેની અટકાયત કરી હતી. હવે તેને ટૂંક સમયમાં જ ટ્રાન્ઝિટ વૉરન્ટ મેળવીને ગુજરાત લવાશે.

ભારતમાં બેસીને વિશ્વમાં આતંક ફેલાવવાનું ષડયંત્રરચ્યું હતું

પોરબંદરમાંથી ત્રણ કાશ્મીરી પકડાયા બાદ ATS દ્વારા આતંકી સંગઠનના આખા ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. ATSને મળેલી માહિતી પ્રમાણે ઉમેદ મીર, હનન સ્વાલ અને મોહમ્મદ હાજીમ અબ્દુલ રહેમાન છેલ્લા દોઢ વર્ષથી આતંકી સંગઠન ISKPના પ્રભાવમાં હતા. કાશ્મીરમાં રહેતા તેના હેન્ડલર ઝુબેર અહેમદ મુનશીએ તેઓને પોરબંદરથી ઇરાન થઇને અફઘાનિસ્તાન જવા માટેનો એક માસ્ટર પ્લાન આપ્યો હતો અને તેઓ સુરતની ઝુબેરાબાનુ સાથે મળીને અફઘાનિસ્તાનમાં આતંકી હુમલો કરીને તેના આતંકી સંગઠન ISKPના દુનિયાભરમાં દહેશત ફેલાવવા માંગતા હતા. જોકે, તેઓનો પ્લાન સફળ થાય તે પહેલા જ તેઓ ગુજરાત ATSના હાથે લાગી ગયા હતા.

કેવી રીતે બનાવ્યો પ્લાન?

ATSના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આતંકી સંગઠન ISKPના ભારતના હેન્ડલર ઝુબેર અહેમદ મુનશી કટ્ટરવાદી માનસિકતાના આધારે યુવાનોને સોફ્ટ ટાર્ગેટ બનાવતો હતો અને અફઘાનિસ્તાનના એક હેન્ડલરની મદદથી આતંકી હુમલાનું ષડયંત્ર રચી રહ્યો હતો. ATSના સૂત્રોના કહેવા પ્રમાણે પોરબંદરથી પકડાયેલા ત્રણેય શખ્સો અને ઝુબેર અહેમદ મુનસીએ પોતાના મોબાઇલમાં ISKPને સમર્થનના શપથ લેતા વીડિયો અને ફોટા તૈયાર કર્યા હતા અને એક ઇમેઇલ આઇડીમાં તેને અપલોડ કર્યા હતા. આવી જ રીતે સુરતની સુમેરાબાનુએ પણ શપથ લેતા હોવાના ફોટા વીડિયો તૈયાર કર્યા હતા.

પાંચેય આતંકીઓ અફઘાનિસ્તાનમાં કરવાના હતા આતંકી હુમલો

પ્રથમ તબક્કામાં પોરબંદરથી પકડાયેલા ત્રણેય કાશ્મીરી યુવાનોને તેના હેન્ડલર દ્વારા પોરબંદર જવા માટે આદેશ કરાયો હતો. આ યુવકોને કહેવામાં આવ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં રહેલા હેન્ડર દ્વારા તેઓને ત્યાં મજૂરી કામ કરવા અને ખલાસી તરીકે માછીમારી કરવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે. ત્યાંથી મધદરિયે બોટને હાઇજેક કરીને ઇરાન પહોંચવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. ઇરાનમાં તેના અફઘાનિસ્તાનના હેન્ડલર દ્વારા નકલી પાર્સપોર્ટની મદદથી અફઘાનિસ્તાન પહોંચવાના હતા અને ત્યાં કાશ્મીરથી ઝુબેર અને સુરતથી સુમેરાબાનુ પણ તેના બે બાળકો સાથે અફઘાનિસ્તાન પહોંચવાના હતા. પાંચેય આતંકીઓ ત્યાં પહોંચીને આતંકી હુમલાને અંજામ આપવાના હતા. આતંકી હુમલાને અંજામ આપ્યા બાદ અફઘાનિસ્તાનના ISKPના હેન્ડલર દ્વારા આ હુમલાની જવાબદારી લઇને દુનિયામાં પોતાના આતંકી ઇરાદાઓનો ખૌફ ઉભો કરવાનો પ્લાન હતો, જે ATS દ્વારા ખુલ્લો કરી દેવામાં આવ્યો છે.

ગુજરાત ATSએ આતંકીઓને આપ્યો જડબાતોડ જવાબ 

ATSને આશંકા છે કે ISKPએ ભારતમાં પાંચ લોકો પૂરતું સિમીત નથી, પરંતુ ગુજરાત સહિત દેશભરના અનેક યુવાનો આ સંગઠનના પ્રભાવમાં હોઇ શકે છે. જે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે. પોલીસને આ ચારેય આતંકીઓ પાસેથી પોતાના આતંકી સંગઠનની શપથ લેતા ફોટોગ્રાફ્સ, કેટલાક ઓડિયો રેકોર્ડિંગ અને વીડીયો પણ મળી આવ્યા છે. સોશિયલ મીડીયા થકી યુવાનોને ભડકાવીને વિશ્વમાં આતંક ફેલાવવાનો પ્રયાસ કરતા આતંકી સંગઠનના નાપાક ઇરાદાઓને ખુલ્લા પાડીને ગુજરાત ATSએ આતંકીઓને જડબાતોડ જવાબ આપ્યો છે, ત્યારે આ ષડયંત્રના તાર ભારતમાં ક્યાં સુધી ફેલાયેલા છે તે જોવાનું રહેશે.

ગુજરાત માટે આતંકીઓએ 26/11ની જેમ પ્લાન કર્યો હતો: સર, આદેશ મળતાં જ હું સુરતની કોર્ટમાં ફિદાઇન હુમલો કરવાની હતી- સુમેરા; ATSએ પકડેલા આતંકીઓના ચોંકાવનારા ઘટસ્ફોટ

Related post

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *