નવસારી જીલ્લા બાસ્કેટબોલ સ્પર્ધા સંપન્ન થઈ
- Sports
- June 12, 2023
- No Comment
નવસારી જીલ્લા બાસ્કેટબોલ એસોસીએશન દ્વારા નવસારી જીલ્લા બાસ્કેટબોલ ચેમ્પિયનશીપ નું આયોજન શ્રીવલ્લભ આશ્રમ એસ. પી. પટેલ સ્કૂલ, આંતલિયા, બીલીમોરા ખાતે થયેલ હતું
જેના ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. સનમ પટેલ, નરેશ નીમાની, હેમતસિંહ ચૌહાણ, અલ્પેશ પટેલ, ડૉ. ભાવેશ દેવતા, પ્રિન્સિપાલ સુચિતા ચેની ઉપસ્થિત રહયા હતા અને ખેલાડીઓને પ્રત્સાહિત કરયા હતા, સ્પર્ધામા 3 ટીમ બીલીમોરા અને 3 ટીમ નવસારી મળી કુલ 80 ખેલાડીઓ ભાગ લીધો હતો.
સ્પર્ધાનું સફળ સંચાલન ડૉ. મયુર પટેલ, આયોજક મંત્રી અંકુર પટેલ, શાળા ના પીટી ટીચર કીરીટ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ પંચો તરીકે મનીષભાઈ દેસાઈ અને મીનલબેન પટેલે સેવા આપી હતી, સ્પર્ધા ની ફાયનલ મેચ નવસારી અને બીલીમોરા વચ્ચે યોજાઈ હતી
જેમાં નવસારી ની ટીમ વિજેતા બની હતી અને બીલીમોરા ની ટીમ રનર્સઅપ બની હતી અને બેસ્ટ પ્લેયર ઓફ ઘી ટુર્નામેન્ટ મન મનીન્દર ભાટી બન્યા હતા.