
લો પતિ ખરી કરી: પત્નીએ દહેજનો કેસ દાખલ કરતાં પતિ 7 કોથળાઓમાં સિક્કા લઈને કોર્ટમાં પહોંચ્યો હતો
- Uncategorized
- June 20, 2023
- No Comment
જયપુર ખાતે પારિવારિક વિવાદમાં પતિએ ભરણપોષણના બાકી નીકળતા 55 હજાર રૂપિયા રોકડામાં જમા કરાવ્યા. હવે તમે વિચારતા જ હશો કે 7 કોથળામાં 55 હજાર રૂપિયા લાવવાની શું જરૂર હતી? તો જણાવી દઈએ કે પતિએ સિક્કામાં 55 હજાર રૂપિયા જમા કરાવ્યા અને આ સિક્કાઓનું વજન લગભગ 280 કિલો હતું. તેથી જ તેમને કોથળામાં ભરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા.

જયપુરની ફેમિલી કોર્ટની કડી એડીજે કોર્ટમાં એક ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. એવું બન્યું છે કે દહેજ માટે ઉત્પીડનના કેસમાં કોર્ટે આરોપી પતિને જેલમાં મોકલવાનો આદેશ આપ્યો અને પત્નીના બાકી ચૂકવવા ભરણપોષણ (રૂ. 55,000) આના ઉપર આરોપીના સગાઓએ પણ પૈસા જમા કરાવ્યા, પરંતુ રૂ. 55,000ની રકમ જોઇને બધા દાંત કચકચાવવા લાગ્યા તેમજ આશ્ચર્ય લોકોએ વ્યક્ત કર્યો હતો.
હા, કૌટુંબિક વિવાદને કારણે પતિએ ભરણપોષણના બાકી નીકળતા રૂ. 55,000ની રોકડ રકમ જમા કરાવી હતી. હવે તમે વિચારતા જ હશો કે 7 કોથળામાં 55 હજાર રૂપિયા લાવવાની શું જરૂર હતી? તો જણાવી દઈએ કે પતિએ સિક્કામાં 55 હજાર રૂપિયા જમા કરાવ્યા અને આ સિક્કાઓનું વજન લગભગ 280 કિલો હતું. તેથી જ તેમને કોથળામાં પેક કરીને કોર્ટમાં લાવવામાં આવ્યા હતા. જ્યારે કોથળામાંથી સિક્કાઓનો અવાજ સંભળાયો ત્યારે બધા ચોંકી ગયા હતા. તમામ થેલીઓમાં 1, 2, 5 અને 10 રૂપિયાના સિક્કા ભરેલા હતા. આ પછી કોર્ટે સિક્કાઓને સુરક્ષિત રાખવાના નિર્દેશ આપ્યા હતા.
શું છે સમગ્ર મામલો?
દશરથ કુમાવતના લગ્ન 12 વર્ષ પહેલા સીમા કુમાવત સાથે થયા હતા. પરંતુ છેલ્લા પાંચ વર્ષથી બંને વચ્ચે વાદ વિવાદ ચાલી રહ્યો છે. સીમાએ તેના પતિ વિરુદ્ધ દહેજ ઉત્પીડનનો કેસ નોંધ્યો છે અને આ કેસમાં ટ્રાયલ ચાલી રહી છે. પરંતુ પતિ પર 2.25 લાખનું ભરણપોષણ ભથ્થું બાકી છે. આવા સંજોગોમાં હરમડા પોલીસ સ્ટેશને બાકી રકમ ન ચૂકવતા તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કર્યો હતો.
જ્યાંથી બાકી નીકળતી રકમનો પ્રથમ હપ્તો ચુકવતા કોર્ટે તેને જેલ હવાલે કર્યો હતો. દશરથ કુમાવત જેલમાં હોવાને કારણે તેના પરિવારને 55 હજાર રૂપિયા સિક્કામાં જમા કરાવ્યા હતા. જોકે, 55 હજાર ઉપરાંત હજુ પણ 1.70 લાખ રૂપિયાનું ભથ્થું બાકી છે.
“અહીં, સિક્કાઓમાં 55 હજાર રૂપિયાની રકમ આપવા પર, પત્ની સીમા કુમાવતના એડવોકેટ રામપ્રકાશ કુમાવત કહે છે કે તેને હેરાન કરવા માટે આ કરવામાં આવી રહ્યું છે, જે અમાનવીય છે. બીજી તરફ એડવોકેટ રમણ ગુપ્તા અમારા અસીલ એટલે પતિએ હજારો રૂપિયાના સિક્કાને માન્ય ભારતીય ચલણ ગણાવીને આ રકમ સ્વીકારવા વિનંતી કરી હતી.
આટલા સિક્કા જોઈને કોર્ટે એમ પણ કહ્યું કે આ રકમની ગણતરીમાં 10 દિવસનો સમય લાગશે. હવે આટલા સિક્કા કેવી રીતે અને ક્યારે ગણવા? આ માટે કોર્ટે પતિને આદેશ આપ્યો છે કે આ તમામ સિક્કાઓ 1000 રૂપિયાની બેગમાં બનાવવામાં આવે અને તેની ગણતરી કરવામાં આવે. સિક્કાઓની યોગ્ય ગણતરી માટે 26 જૂનની તારીખ પણ નક્કી કરવામાં આવી છે.