
નવસારીમાં ઇસ્કોન દ્વારા ભવ્ય જગન્નાથ રથયાત્રા અને ભોપાલના સંત સર્વ સચ્ચિદાસ દ્વારા પ્રેરક ઉદબોધન
- Local News
- June 20, 2023
- No Comment
નવસારીના વિરાંજલી માર્ગ ગણદેવી રોડ ખાતે ડી માર્ટ ની બાજુમાં ₹10 કરોડના ખર્ચે ભવ્ય રાધા કૃષ્ણ મંદિર નિર્માણ પામ્યું છે આ મંદિર નિર્માણ પાછળ હરેકૃષ્ણ પરિવારના સમર્પિત મોભી કરસનભાઈ નાગજીભાઈ પટેલ ના વરિષ્ઠ પુત્ર જયેન્દ્ર કરશનભાઈ પટેલ નો સિંહ ફાળો છે રોજેરોજ ભવ્ય આરતી સત્સંગ અને દિવ્યતાથી નવસારીની આધ્યાત્મિક દુનિયામાં નવો સંચાર થયો છે હાલ પૂજનની કલાત્મક રાધાકૃષ્ણ અને શ્રીપાદ પ્રભુની હંગામી મૂર્તિઓ અર્ચન પૂજન થાય છે
આજે ભગવાન જગન્નાથની રથયાત્રાના પવિત્ર પર્વ ભોપાલ ઇસ્કોન ના અગ્રણી સંત સર્વ સચ્ચિદાસ નું પ્રેરક ઉદબોધન યોજાયું હતું તેમણે જણાવ્યું હતું કે ભગવાન કૃષ્ણનું જીવન ચરિત્ર અને ગીતા નો ઉપદેશથી આખા વિશ્વમાં સેંકડો માનવીઓના જીવનમાં ક્રાંતિ પરિવર્તન અને આધ્યાત્મિક પ્રગતિ થઈ છે જીવન શાને માટે છે અને જીવતા જીવ મોક્ષ હરે કૃષ્ણ હરે કૃષ્ણની ધૂન વચ્ચે જ મળે છે એમ એમણે જણાવ્યું હતું એમણે પ્રસન્નતા પૂર્વક મુખ્ય આયોજક જયેન્દ્ર ભાઈ પટેલ અને સ્થાનિક સંતો તથા ધર્મ પ્રેમીઓને નવસારીમાં સાંસ્કૃતિક સામાજિક સેવાભાવી આધ્યામિક દીવાદાંડી બનવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આજે નવસારી સ્ટેશનથી ભગવાન જગન્નાથ તેમની ભગીની સુભદ્રા અને બંધુ બલરામ ની ભવ્ય રથયાત્રા માં સેંકડો ભાવિકો જોડાયા હતા. નાના બાળકો પણ આધ્યાત્મિક જુદી જુદી વેશભૂષાઓમાં હતા ભગવાન જગન્નાથની આ રથયાત્રાને જોવા માટે શહેરના રાજમાર્ગ પર ભાવિકો ઉમટ્યા હતા તમામને ભગવાન જગન્નાથને પ્રિય એવી કરમાબાઈની ખીચડી અને કેળાના પ્રસાદનું વિતરણ ઠેર ઠેર થયું હતું. ખૂબ શિસ્ત પૂર્વક સ્વચ્છતા ભક્તિ અને સેવા જળવાઈ રહે તેવા આયોજન સાથે નવસારી ટાઉન પોલીસે સુંદર બંદોબસ્તમાં સહકાર આપ્યો હતો