
નવસારી શહેરના રાજમાર્ગો ઉપર ભગવાન જગન્નાથ ભાઈ બલરામ અને બહેન સુભદ્રા સાથે નગરચર્યાએ નીકળ્યા
- Local News
- June 20, 2023
- No Comment
નવસારીના અગ્રવાલ કોલેજ રોડ પર આવેલા ઇસ્કોન મંદિરમાં આજરોજ 10મી રથયાત્રા યોજવામાં આવી હતી અને ભગવાન જગન્નાથને નવસારી શહેરની નગર ચર્યા કરી હતી.શુક્લ પક્ષ ની દ્વિતીયા તિથિ એ વિશ્વ સુપ્રસિદ્ધ રથયાત્રા કાઢવામાં આવે છે. ત્યારે નવસારી ઇસ્કોન મંદિર આયોજીત આજ રોજ ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા નવસારી સ્ટેશન વિસ્તાર માંથી પ્રસ્થાન કરી સાંઢકુવા,ફુવારા,ટાવર, પ્રજાપતિ આશ્રમ તેમજ શહેરના રાજમાર્ગો નીકળી હતી.
આ સમગ્ર રથયાત્રા સ્ટેશનથી નીકળી સમગ્ર શહેરમાં ભ્રમણ કરી હતી. ઇસ્કોન મંદિરની મહિલાઓએ પ્રસાદીની તો પુરુષ સેવકોએ રથને સણગાર વાનું કામ હાથમાં લીધું હતું.વર્ષ 2014થી આ રથયાત્રા શહેરમાં યોજાઈ રહી છે. ભારતમાં પૂરી ખાતે ભગવાન જગન્નાથજીની સૌથી મોટી અને ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદ ખાતે ભગવાન નગરચર્યાએ નીકળે છે. નવસારી જિલ્લાના કૃષ્ણ મંદિરમાંથી નાની મોટી રથયાત્રાઓનું આયોજન કરવામાં આવે છે.
જેમાં ઇસ્કોન મંદિર દ્વારા સૌથી મોટી રથયાત્રા યોજાઈ છે.મંદિરના સંચાલક જય ગોવિંદદાસ જણાવે છે કે, છેલ્લા 10 વર્ષથી નવસારી શહેરમાં રથયાત્રાનું આયોજન ઇસ્કોન મંદિર દ્વારા કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભક્તો માટે મહાપ્રસાદનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. હજારો જેટલા ભક્તો આ રથયાત્રાનો લાભ લે છે. દર વર્ષે સંગીતમય કાર્યક્રમ સાથે રથયાત્રા યોજાય છે.
અષાઢી સુદ બીજ એટલે ભગવાન જગન્નાથ રથયાત્રા તરીકે ભારતભરમાં સહિત વિદેશમાં રંગેચંગે ઉજવણી કરવામાં આવી છે. આજરોજ નવસારી ઇસ્કોન મંદિર આયોજીત ભગવાન જગન્નાથ, ભાઇ બલરામ અને બહેન સુભદ્રાની રથયાત્રા નવસારી સ્ટેશનથી પ્રસ્થાન થઈ સાંઢકુવા, ફુવારા, ટાવર, પ્રજાપતિ આશ્રમ તેમજ અનેક વિસ્તારમાથી શહેરના રાજ્માર્ગે નીકળી હતી. આ યાત્રા ફરી પરત ઈસ્કોન મંદિર ફરી હતી. આ રથયાત્રામાં શહેરીજનો સહીત હરીભક્તો રથયાત્રામાં મોટી સંખ્યામાં જોડાયા હતા.
રથયાત્રામાં ભકતોએ હરે ક્રિષ્ના હરે ક્રિષ્ના હરે રામ હરે રામ રામ હરે હરે ની ધૂનની રમઝટ બોલાવતા સમગ્ર નવસારી ભક્તિમય બન્યું હતું. ઇસ્કોન મંદિર દ્વારા છેલ્લા 9 વર્ષથી નવસારીમાં રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ 10માં વર્ષે યાત્રા આ યાત્રામાં અનેક રાજકારણીઓ ઉપસ્થિત રહી રથ ખેંચી રથયાત્રાને પ્રસ્થાન કરાવી હતી. સાથે જ રાજમાર્ગો ઉપર લોકોએ ભગવાનને પૂજન અર્ચન કરી વધામણા કર્યા હતા. ભગવાન જગન્નાથજીની યાત્રાનું આયોજન થતાં ભક્તોનો મોટી સંખ્યામાં નવસારી શહેરના માર્ગો ઉપર જોવા મળ્યું હતું.
શહેરના રાજમાર્ગ ઉપર હરે રામા હરે કૃષ્ણના ધુન સાથે આખું વાતાવરણ ભક્તિમય માહોલમાં રંગાઈ ગયું હતું. ભગવાન જગન્નાથ યાત્રા દરમિયાન નવસારી જિલ્લા પોલીસ ધ્વારા ચૂસ્ત બંદોબસ્ત પણ કરવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા પોલીસના અધિકારીઓ તેમજ કર્મચારીઓ પણ ભગવાન જગન્નાથ તેમજ ભાઈ બલરામ તેમજ બહેન સુભદ્રા ની આરતી કરી પૂજન અર્ચન કર્યું હતું.