એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉત્સાહથી ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગ’ની થીમ પર ઉત્સાહથી ઉજવાયો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ:નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ

સમગ્ર વિશ્વ માટે ભારતીય સંસ્કૃતિની આગવી દેન એવા યોગને યુનો દ્વારા વૈશ્વિક સ્વીકૃતિ મળતા વિશ્વભરમાં દર વર્ષે તા.૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે.નવમાં આંતરરાષ્ટ્રીય યોગ દિનની ઉજવણી આજે સમગ્ર વિશ્વમાં થઇ રહી છે ત્યારે નવસારીનું આઇકોનીક સ્થળ નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરીયલ દાંડી ખાતે ખુશનુમા વાતાવરણમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

ઉપસ્થિત સૌએ અમેરિકાથી માનનીય વડાપ્રધાનનો યોગ સંદેશો તથા સુરતથી રાજ્યકક્ષાનો યોગ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંબોધનને લાઈવ નિહાળ્યો હતો. નવસારી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા થકી આ કાર્યક્રમમાં એન.સી.સી.કેડેટ, સામાજીક અગ્રણીઓ, શાળાના વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહિત મોટી સંખ્યામાં લોકો હાજર રહી સામુહિક યોગમાં સહભાગી થયા હતા.

‘એક પૃથ્વી, એક સ્વાસ્થ્ય માટે યોગની થીમ’ હેઠળ ઉજવાયેલા આ કાર્યક્રમમાં તન અને મનના સ્વાસ્થ્ય માટે વિવિધ યોગાસનો કરી ભારતીય યોગ સંસ્કૃતિને ઉજાગર કરી હતી.આ પ્રસંગે જલાલપોર ના મામલતદાર જિજ્ઞા પરમાર,તાલુકા વિકાસ અધિકારી શિવરાજ ખુમાણ, તાલુકાના કર્મચારી તથા યોગપ્રેમી ઉપસ્થિત રહયા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *