યોગમય નવસારી: નવસારી જિલ્લામાં વિશ્વ યોગ દિનની ઉત્સાહભેર ઉજવણી :જિલ્લામાં અનેક જગ્યાઓએ આબાલ વ્રુદ્ધ સૌ કોઇએ યોગ દિનમાં ભાગ લીધો
- Local News
- June 21, 2023
- No Comment
૨૧ મી જૂન- વિશ્વ યોગ દિનની ઉજવણી નિમિત્તે આજે વહેલી સવારે યોગમય વાતાવરણ સર્જાયુ હતું. જિલ્લામાં અનેક જગ્યાઓએ આબાલ વ્રુધ્ધ સૌ કોઇ યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. સરકારી કચેરીઓ, શૈક્ષણિક સંસ્થાઓ, ખાનગી એક્મો, બંદરો, નદી કિનારાઓ, ધાર્મિક સ્થળો, બગીચાઓ, મેદાનો, બુલેટ જંકશન વિસ્તાર, વન્ય વિસ્તારો, દરિયાઈ બીચ, લાઇટ હાઉસ, ડુંગરો, દૂધ ઉત્પાદક મંડળીઓ, NGOs વિગેરે અનેક જગ્યાઓએ યોગ અભ્યાસુઓ અને યોગાચાર્યોએ યોગ દિનની ઉજવણી કરી યોગના સાંસ્કૃતિક માહાત્મ્ય અને આજના ઝડપી જમાનામાં એમની ઉપયોગીતાને વિશ્વ ફલક પર ઉજાગર કરવામાં પોતાનું યોગદાન આપ્યું હતું.

ઉજવણી કાર્યક્રમોની શરૂઆત વહેલી સવારે આહલાદક વાતાવરણમાં અને સૂરજદાદાનાં સોનેરી કિરણોના સ્પર્શ સાથે થયેલી. એક તરફ વિશાળ માનવ મહેરામણ અને બીજી તરફ યોગ મુદ્રાઓ, આસનો અને સુમધુર સંગીતના ત્રિવેણી સંગમે યોગાભ્યાસ અને તેની અનુભૂતિને દિવ્યતાના અનેરા સ્તર અને વિસ્તાર અર્પી હતી.

નવસારી જીલ્લાની અલગ અલગ જગ્યાઓએ થયેલી ઉજવણીની આવી જ અભિવ્યક્તિઓને તસવીરોનાં સ્વરૂપે અહીં રજૂ કરાઈ રહી છે અને જાણે योगः कर्मसु कौशलम्। ના સુવર્ણશ્લોકને ચરિતાર્થ કરતી હોઈ એવી ભાવના જન્માવે છે.
