વિશ્વ યોગ દિવસ અવસરે નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર પર ઉજવણી કરવામાં આવી
- Local News
- June 21, 2023
- No Comment
૨૧ મી જૂન- વિશ્વ યોગ દિવસની ઉજવણી નિમિત્તે આજે વહેલી સવારથી યોગમય વાતાવરણ સર્જાયુ હતું. જિલ્લામાં વિવિધ જગ્યાઓએ સૌ કોઇ યોગ દિનની ઉજવણીમાં સહભાગી બન્યા હતા. જે અંતર્ગત નવસારી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા નવસારી જિલ્લાના ૭૧ જેટલા અમૃત સરોવર ખાતે વહેલી સવારે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીની સ્વચ્છ ભારત મિશન યોજના દ્વારા જિલ્લાનાં છ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં નિર્માણ પામેલા ૭૧ અમૃત સરોવર પર આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની જનજાગૃતિ અર્થે તમામ સરોવર પર પ્રભાત ફેરી યોજી સાથે યોગ તાલીમમાં ગ્રામજનો ઉત્સાહપૂર્વક જોડાયા હતા

આ જન જાગૃતિ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શાળાના વિધાર્થીઓ,ગ્રામજનો,સરપંચો , સ્વચ્છતાગ્રાહી અને તાલુકાના કર્મચારી યોગમય બન્યા હતા