નવસારીની મદ્રેસા હાઇસ્કુલ ખાતે વિશ્વ યોગ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરાઈ
- Local News
- June 21, 2023
- No Comment
૨૧ મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી નિમિત્તે નવસારીનું આઇકોનીક સ્થળ સર સી.જે.એન.ઝેડ મદ્રેસા હાઇસ્કુલ ખાતે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ/યોગપ્રેમીઓ ઉપસ્થિત રહી ઉત્સાહભેર ભાગ લીધો હતો.

વિશ્વ યોગ દિવસની ઉજવણી અવસરે સુરત ખાતેથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં યોજાયેલા રાજયકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ તેમજ માન. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીનું પ્રેરક ઉદબોધન સૌએ સાંભળ્યું હતું.

આ પ્રસંગે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.રંગુનવાલા, કાર્યપાલક ઇજેનર એન.એન.પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, નવસારી-વિજલપોર નગરપાલિકા ચીફ ઓફિસર જે.યુ.વસાવા સહિત શાળાના આચાર્ય તેમજ શિક્ષકમિત્રો ઉપસ્થિત રહયાં હતાં.
