
નવસારી ખાતે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ નવસારીના સાંસદ સી.આર.પાટીલનો ઉદ્યમી તેમજ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન યોજાયું
- Local News
- June 21, 2023
- No Comment
ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં મોદી સરકાર ૯ વર્ષ કામગીરીનો હિસાબ લઈ આજરોજ નવસારી ભારતીય જનતા પાર્ટી ધ્વારા ઉદ્યમી તેમજ પ્રબુદ્ધ નાગરિકોનું સંમેલન બી.આર ફાર્મ ખાતે યોજવામાં આવ્યું હતું.નવસારીના ખાતે ગુજરાત પ્રદેશ પ્રમુખ અને નવસારીના સાંસદ સી.આર.પાટીલ ધ્વારા પુરોગામી કોંગ્રેસની ૭૦વર્ષ કેન્દ્ર સરકારમાં થયેલ લોકો માટે થયેલ કાર્યો તેમજ ભાજપની મોદી સરકાર ૯ વર્ષની કેન્દ્ર સરકાર લેખાજોખા પાવર પ્રેઝન્ટેશન ધ્વારા નવસારીના ઉદ્યમી તેમજ પ્રબુદ્ધ નાગરિકોનું આપ્યો હતો.
આગામી લોકસભાની ૨૦૨૪ ચૂંટણી નજીક આવતા ભાજપ ઘ્વારા ચૂંટણીનું રણશીંગુ ફક્યું છે. લોકો વચ્ચે જઈ જનસંપર્ક અભિયાન હાથ ધરી લેખાજોખ સાથે આપવાની શરૂઆત કરી છે.આજરોજ નવસારીના સાંસદ અને પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ બી.આર ફાર્મ ખાતે ઉધોગપતિ, વેપારીઓ,ડોક્ટરો,વકીલો તેમજ શિક્ષકો પ્રોફેસર,સી.એ પ્રબુદ્ધ નાગરિકો ને ૭૦વર્ષ કોંગ્રેસ શાસન કેન્દ્ર સરકાર કામોની તેમજ ૯ વર્ષ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને દૂરંદેશી કોરોનાકાળ હોય કે અન્ય કામગીરી થકી ભારતનો વિશ્વમાં ડંકો વાગ્યો છે.
કોરોના કાળમાં દેશના વૈજ્ઞાનિકોએ બનાવેલી સ્વદેશી વેક્સિન ભારતમાંજ નહિં વિદેશમાં પણ મોકલાવી હતી,સ્ટેચ્યુ ઓફ યુનિટી,બુલેટ ટ્રેનનું સ્વપ્ન, ઉજવલા યોજના,સ્કીલ ઇન્ડિયા,દેશમાં સ્પોર્ટ્સ કલ્ચર, મેક ઈન ઈન્ડિયા રક્ષા સાધનો સ્વદેશી ઉત્પાદન આવા અનેક મુદ્દાઓ પર ઝીણવટભરી રીતે ગ્રાફિક્સ સાથેનું આધુનિક પ્રેઝન્ટેશન જનમેદની સામે રજૂ કરવામાં આવ્યું હતું.બી.આર ફાર્મ ખાતે ભાજપના કાર્યકરો મળીને ને 5 હજાર વધુ લોકોએ આ પ્રેઝન્ટેશન નિહાળ્યું હતું.
સી.આર.પાટીલે બી.આર.ફાર્મમાં પ્રવેશ મેળવતાની સાથે જ સમય બગાડ્યા વગર સીધું જ વડાપ્રધાનના કાર્યોનું પ્રેઝન્ટેશન ડિસ્પ્લે પર રજૂ કર્યું હતું. જેમાં કોંગ્રેસ ના શાસનમાં દેશની શું સ્થિતિ હતી તેની યાદ આપવી હતી. ૯ વર્ષના નરેન્દ્ર મોદીના કાર્યો ૭૦ વર્ષના કોંગ્રેસના કાર્યો થી કેટલો જુદો પડે છે તેની માહિતી સ્ટેજ ઉપરથી આપી હતી.