વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ગુજરાતની પ્રથમ બીજ બેંક એટલે “વંદે વસુંધરા બીજ બેંક”

વિનામૂલ્યે બીજ વિતરણ કરતી ગુજરાતની પ્રથમ બીજ બેંક એટલે “વંદે વસુંધરા બીજ બેંક”

આજના આધુનિક યુગમાં યુવાનો હોય કે સામાન્યપણે લોકો ધ્વારા પર્યાવરણ તેમજ  બચાવ, સંરક્ષણ,જતન અને સંવર્ધન ખાલી વાત કરતા રહે છે. સરકાર ને હંમેશા દોષારોપણ કરતા રહે છે. ખાલી યુવાવર્ગ હોય કે અન્ય લોકો જુદા જુદા દિવસો ઉજવણી કરી સોશિયલ મિડિયામાં ફોટોગ્રાફ્સ કે રીલ તેમજ વિડિઓ બનાવી આનંદ વ્યક્ત કરતા હોય છે.

ત્યારે પર્યાવરણ અને વનસ્પતિઓ બચાવવાની વાત આવે એટલે ભાવનગર-બોરડાની વંદે વસુંધરા બીજ બેંક અને રાજેશભાઈ બારૈયાનો પરિવાર આ કાર્યમા નિઃસ્વાર્થ કામ કરે છે. રાજેશભાઈ એક કારખાનાં માં કામ કરે છે ને સમયનો સદઉપયોગ કરી લુપ્ત થતી અને રેરે વનસ્પતિને બચાવવા બીજ વગડામા અને વનોમાંથી ભેગા કરી ભારતના દરેક વિસ્તારમા બીજી ભેગા કરવા થયેલ ખર્ચ લીધા વિના માત્ર કુરીયર ચાર્જ લઈ આપના એડ્રેસ ઉપર મોકલાવે છે.

 

આ બીજ બેંક વર્ષ 2019 માં વિનામુલ્યે બીજ વિતરણ કરતી ગુજરાતની પ્રથમ બીજ બેંક રાજેશભાઈ દ્વારા વંદે વસુંધરા બીજ બેંકની સ્થાપના કરવામાં આવેલ છે. 2023માં અંતે પાંચ વર્ષ પૂર્ણ થશે. અત્યાર સુધીમાં 9000 હજારથી વધારે લોકો સુધી બીજ પહોચાડી ચૂકયા છે.

 

આપણે બેંકની વાત આવે એટલે પૈસાની લેવડ દેવડ ની બેંક યાદ આવે અથવા દવાખાને દર્દીને લોહીની જરુર માટે બ્લડ બેંક યાદ છે એવી એક અનોખી બેંક જ્યાં પૈસા કે બ્લડ નહિ પણ બીજ રાખવામાં આવે એવી ગુજરાતની કાર્યરત બીજ બેંક એટલે વંદે વસુંધરા બીજ બેંક એનું સૂત્ર છે “બીજ માંથી વૃક્ષતું થા“જ્યાં ઉપલબ્ધ બીજ માંથી બીજ ફ્રિ મા આપવામાં આવે છે.

ઉછેરવાની જવાબદારી લેનારની આપેલ બીજ માંથી ફરી બીજ તૈયાર થાય ત્યારે અમુક પાછા આપવાના રહે જેથી આ બીજી ફરી અન્ય લોકો સુધી પહોંચી શકે જેથી તમામ પ્રકારના વેલ, છોડ તેમજ ઝાડો ગુજરાત નહિં ભારતભરમાં તેની સંખ્યામાં વધારો કરી શકાય. આ બીજ બેંક ની લેવડ દેવડ અથવા આપની પાસે કોઇ વનસ્પતિના કે ઔષધિ બીજ હોયતો બીજ બેંક ને આપી શકો એના બદલામા આપના મનપસંદ બીજ ત્યાંથી મેળવી શકો છો.

અમુક લોકોને પ્રશ્ન એ થાય કે બીજ માટે ત્યા બીજ બેંક મા હરૂભરુ જવું પડે તો વંદે વસુંધરા બીજ બેંક ના રાજેશ બારૈયા “વનવાસી”એ આ બીજ બેંક સાથે એક અભિયાન જોડી દીધુ બીજ પોસ્ટ અભિયાન જે તમારા ઘર સુધી બીજ  ભારતભરમાં પહોંચતા કરે છે

વંદે વસુંધરા બીજ બેંકમા 150 થી વધારે જાતની વનસ્પતિનાના બીજ વિતરણ  છે .એની યાદી આ પ્રમાણે છે.

 

વિવિધ છોડ:અશ્વગંધા, અજગંધા,મરેઠી છાલપર્ણી,બહુફળ ,વિલાયતી તુલસી , વૈજયંતી ,કંકુડી, ભોંયપીલુ ,નાગવલી ,હેમ કંદ , તેલીયો હેમકંદ ,અંકોલ

વિવિધ વેલ: નોળવેલ,જીવંતી /ખરખોડી , વર્ષાડોડી ,  કમંડળ તુંબડી, વરધારો ,શિવલીંગી, દેસી કંટોલા ,નસોતર

વિવિધ ઝાડ: રૂખડો ,કૈલાસ પતિ,વઢવારડી,કાકસ, ભિલામો,ગીરીપુષ્પ,ભમ્મર છાલ,ગંગેડો, લાલ શિમળો, સોનેરીપુષ્પ,બીયો,સિંદૂરી,સવન, રંગત રોહિડો

જેમા 100 જાત ની 70-80 પ્રકારની વનસ્પતિ લુપ્તને આરે ઉભેલ છે જેથી આ વનસ્પતિના બીજ એક બીજા પ્રદેશમાં પહોચાડી ફરી જીવંત કરવાનો વ્યક્તિગત પ્રયાસ કરે છે. રાજેશભાઈ બારૈયા અને એના ધર્મપત્ની ધનીબેન સાથે નાના બાળકો પણ આ પ્રકૃતિ પ્રેમનું સિંચન કરે છે.

તમામ પરિવારના વડીલો આપ પણ જોડાવો અને ખાસ કરી યુવાનો તેમજ શાળા બાળકો પ્રકૃતિ તરફ ફરી વાળીએ આપણી આસપાસ વેલ, છોડ તેમજ વુક્ષો વાવી તેનું જતન કરી ફરી આ પૃથ્વીને લીલીછમ બનાવી ગ્લોબલ વોર્મિંગ અસર ઓછી કરી આવેલ ૠતુ ફેરફાર પહેલાની જેમ સરખી કરવા પ્રયત્ન આપણે કરી આ મુહિમમાં જોડાઈ એ લુપ્ત થવાના આરે આવેલ વનસ્પતિઓ બચાવીએ.

હાલ વરસાદની મોસમ છે.બીજ મંગાવવા માગતા પર્યાવરણ પ્રેમી મંગાવી વાવી શકે ફકત વૉટ્સએપ 9427249401 ઉપર વંદે વસુંધરા લખી મોકલો ત્યાં એક લિંક દ્વારા હાલ ઉપલબ્ધ બીજ નું લિસ્ટ અને માહિતી મળશે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *