નવસારીની એબી હાઈસ્કુલની તેજસ્વી વિદ્યાર્થીનીનું હૃદય રોગના હુમલામાં કમ કમાટી ભર્યું મોત થયું

નવસારીની એબી હાઈસ્કુલની તેજસ્વી વિદ્યાર્થીનીનું હૃદય રોગના હુમલામાં કમ કમાટી ભર્યું મોત થયું

નવસારીના છાપરા રોડ ચાર રસ્તા ખાતે પરતાપોર ગામ જવાના રસ્તે આવેલી સમગ્ર દક્ષિણ ગુજરાતની જાણીતી એબી સ્કૂલની તેજસ્વીની વિદ્યાર્થીની અને નીટ માટે તૈયારી કરતી તથા ડોક્ટર બનવા ઇચ્છતી તનિષા ઉદય ગાંધી આજે સવારે શાળામાં રિસેસ દરમિયાન ત્રીજા માળેથી પેસેજ પાસેથી ચોથા માળ નું પહેલું પગથિયું ચડવા જતા એને બેચેની લાગતા સમતુલા ગુમાવતી હતી.

આ તબક્કે તેમની સહેલી એ તનિષાને પકડી રાખી હતી પરંતુ પહેલું પગથિયું ચડે તે દરમિયાન જ સવારે 10:15 મિનિટ એ પહેલા પગથીયા પર ઢળી પડી હતી. આમ અચાનક જ તેજસ્વીની છાત્રા તનિષા ઢળી પડતા સૌ શિક્ષકો વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા બેભાન જેવી થઈ ગયેલી તનિષાને તાત્કાલિક સારવાર માટે પારસી હોસ્પિટલમાં લઈ જતા પ્રાથમિક તપાસમાં કાર્ડિયાક એટેક અને તેનું આ હૃદય રોગના તીવ્ર હુમલામાં કિશોર અવસ્થામાં જ માત્ર 17 વર્ષની ઉંમરે મૃત્યુ થયાનું તબીબો એ જાહેર કર્યું હતું.

અત્યંત તેજસ્વી વિદ્યાર્થીની તનિષા ઉદય ગાંધી ના પિતા ઉદય ગાંધી નવસારી ની જાણીતી શેઠ આર જે જે હાઈસ્કૂલના ફિઝિક્સ વિષયના નિષ્ણાત શિક્ષક છેઆજે મૃત્યુ પામનાર તનિષા ની માતાનું પણ કોરોના દરમિયાન કમ કમાટી ભર્યું મોત થયું હતું આમ પિતા ઉદય ગાંધીએ પોતાની ધર્મ પત્ની ને કોરોનામાં અને લાડલી પુત્રી ને હૃદય રોગના હુમલામાં ગુમાવતા પરિવારજનો તેમજ સ્વજનો અને એબી હાઇસ્કુલ તથા શેઠ આરજે જે હાઇસ્કુલ માં આઘાત અને શોકની લાગણી પ્રસરી જવામાં આવી છે.

નાનીવયે હૃદય રોગનો હુમલો થાય જ નહીં એ ઘટના હવે જુના જમાના ની થઈ ગઈ છે ગુજરાત અને દેશમાં ઠેર ઠેર નાની વયના વિદ્યાર્થીઓમાં પણ હૃદય રોગના હુમલાઓ અને કમકમાટી ભર્યા મોતના બનાવો જાણવામાં આવી રહ્યા છે

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *