
જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ કાર્યક્રમ યોજાયો
- Local News
- June 27, 2023
- No Comment
‘મેલેરિયા ફ્રી ગુજરાત’ અંતર્ગત તાલુકા હેલ્થ કચેરી જલાલપોર દ્વારા જલાલપોર તાલુકામાં મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે જન જાગૃતિ આવે એ માટે જુન માસ મેલેરિયા વિરોધી માસ તરીકે ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી.
મેલેરિયા અને ડેન્ગ્યું રોગ વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. કોઈપણ તાવ મેલેરિયા હોઈ શકે છે. તાવ આવે તો નજીકના સરકારી દવાખાનાનો તથા ૧૦૪ તાવ હેલ્પ લાઈનનો ઉપયોગ કરવા આરોગ્ય વિભાગ દ્વારા કર્મચારીઓ મારફત તાલુકાના દરેક ગામોમાં જાણકારી આપી હતી તથા મચ્છર ઉત્પત્તિ સ્થાનો શોધી દવાનો છંટકાવ કરી અને ઓઇલબોલ મૂકી મચ્છર ઉત્પત્તિ સ્થાનોનો નાશ કરવામાં આવ્યો હતો.
જળાશયોમાં પોરાભક્ષક માછલી ગપ્પી ફીશ મુકવામાં આવી હતી. મેલેરિયા અને ડેન્ગ્યુંની પત્રિકાનું વિતરણ તેમજ આરોગ્ય કર્મચારીઓ અને આશા બહેનો ઘરે-ઘરે જઈ મચ્છર ઉત્પતિ સ્થાનો શોધી એન્ટી લાર્વલ કામગીરી કરવામાં આવી હતી. જલાલપોર તાલુકાની પ્રાથમિક શાળા અને માધ્યમિક શાળાઓમાં મેલેરિયા અને ડેન્ગ્યું વિષે વિસ્તુત જાણકારી આપવામાં આવી હતી. આ જનજાગૃતિ કાર્યક્રમમાં જિલ્લાકક્ષાના અધિકારીઓ તાલુકા હેલ્થ ઓફીસર તથા મેડીકલ ઓફીસરો ના માર્ગદર્શન અને નિરીક્ષણ હેઠળ કામગીરી કરવામાં આવી હતી.