
આગામી 48 કલાકમાં ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ આગાહી કરવામાં આવી
- Local News
- June 28, 2023
- No Comment
નવસારી અને વલસાડ જીલ્લામાં તા. 28 થી 30 જૂન દરમ્યાન ભારેથી અથિ ભારે વરસાદ પડવાની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. ત્યારે ચોમાસા સમયે પુરની સ્થિતિને પહોંચી વળવા NDRF સહિત તમામ ટીમો એલર્ટ મોડ ઉપર છે
રાહત કમિશ્નર આલોકકુમાર પાંડેના અધ્યક્ષસ્થાને આજે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર- SEOC ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠક યોજાઇ હતી. જેમાં રાજ્યમાં ચોમાસાની સ્થિતિ અને તે માટે તમામ વિભાગોની તૈયારી અંગે સમીક્ષા કરી રાહત કમિશનર દ્વારા તમામ વિભાગોને જરૂરી માર્ગદર્શન અને સૂચનો આપવામાં આવ્યા હતા.
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના
આ બેઠકમાં IMDના અધિકારી દ્વારા વરસાદની સ્થિતિ અંગે માહિતી આપતા જણાવ્યું કે, ચાલુ સપ્તાહ દરમ્યાન સમગ્ર ગુજરાતમાં હળવાથી મઘ્યમ વરસાદની સંભાવના છે. તા.૨૮/૦૬/૨૦૨૩ થી તા.૩૦/૦૬/૨૦૨૩ દરમ્યાન દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જીલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદ ૫ડવાની સંભાવના છે.
જાણો હવામાન વિભાગે શું કહ્યું?
હવામાન વિભાગ પાસેથી મળેલી માહિતી પ્રમાણે આજે નવસારી, વલસાડમાં વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ જાહેર કરાયું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ વરસી શકે એમ છે. વડોદરા, છોટાઉદેપુર, બનાસકાંઠા, અમદાવાદ, ગાંધીનગર, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, દમણ, દાદરાનગર, આણંદ, નર્મદા, ખેડામાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આજરોજ આ જિલ્લાઓમાં યલો એલર્ટ
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે (28 જૂને) રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં આવતીકાલે ભારે વરસાદ વરસી શકે અમે છે.
આ બેઠકમાં GSDMA, CWC, કૃષિ, આરોગ્ય, ફોરેસ્ટ, બાયસેગ, જી.એમ.બી.,પંચાયત, કોસ્ટ ગાર્ડ, ઈસરો, ઉર્જા, ફીશરીઝ, માર્ગ અને મકાન, GSRTC, એરફોર્સ, ફાયર, યુ.ડી.ડી., ICDS, પશુપાલન, BSF, અન્ન અને નાગરિક પુરવઠા અને માહિતી વિભાગના નોડલ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા