ગુજરાતના અનેક જિલ્લાઓમાં આગામી 4 દિવસ ભારે વરસાદ આગાહીના પગલે NDRFની ટીમ અહીં મોકલાઈ શકે છે
- Local News
- June 28, 2023
- No Comment
રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી બાદ બરાબર વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે ગુજરાતમાં ફરી એકવાર મૌસમ વિભાગ ધ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં બરાબર જામેલા વરસાદી માહોલની વચ્ચે હવામાન વિભાગે ફરી એકવાર મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ ધ્વારા આગામી 4 દિવસ ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 4 દિવસમાં રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ, બોટાદ,નવસારી, વલસાડ, દમણ, ડાંગ, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત અને વડોદરામાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી
હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવતા રાજ્ય સરકારના ઉચ્ચ અધિકારીઓ તેમજ તમામ જિલ્લાનું વહીવટી તંત્ર એલર્ટ થઈ ગયું છે. ભારે વરસાદને લઈને દક્ષિણ ગુજરાતમાં NDRFની ટીમ મોકલવા અંગે આજરોજ નિર્ણય લેવાશે. આ ઉપરાંત આજે ગાંધીનગર ખાતે મુખ્ય મંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાનારી કેબિનેટની બેઠકમાં પણ હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીના પગલે તૈયારીઓ ઉપર ચર્ચા કરવામાં આવશે.

આજરોજ રાજયના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે
હવામાન વિભાગ દ્વારા આજરોજ ગુજરાતના 10 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે મુજબ આ જિલ્લાઓમાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓ ખાસ વાત કરીએ તો આજે રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

