
આગામી 48 ક્લાકમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી
- Local News
- June 29, 2023
- No Comment
હવામાન વિભાગના વૈજ્ઞાનિકના જણાવ્યા અનુસાર રાજ્યમાં ચાર દિવસ વરસાદી વાતાવરણ જોવા મળી રહેશે. જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. સાથે સાથે 29 અને 30 જૂનના રોજ રાજ્યના બીજા પણ અન્ય વિસ્તારોમાં અતિ ભારે વરસાદ નોંધાઈ શકે છે.
રાજ્ય સરકાર ધ્વારા મૌસમ વિભાગ ધ્વારા જાહેર કરાયેલ આગાહી પગલે કોઈપણ પરિસ્થિતિઓ ઉભી થાય તેને ધ્યાને લઈ અનેક જિલ્લામાં એન.ડી.આર.એફ ટીમ મોકલવામાં આવી છે. ગતરોજ મોડીરાતે એન.ડી.આર.એફ ટીમ તમામ પ્રકારના અત્યાધુનિક સાધનો સાથે લઈ આવી પહોંચી છે.
ભારે વરસાદ પગલે નવસારી જિલ્લામાં પૂરની સ્થિતનું નિર્માણ કે ફસાયેલા લોકો બચાવકાર્ય કરવાની જરૂર જણાય તો આ પરિસ્થિતિ એન.ડી.આર.એફ ટીમ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
આગામી દિવસો ડાંગ, વલસાડ, સુરત, તાપી અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં રેડ અને ઓરેન્જ પણ જ્યારે કરાયું હતું. અગાઉ આ આગાહીને લઈને એનડીઆરએફ સહિતની દળની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.વધુમાં સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તે જ રીતે ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, જૂનાગઢમાં પણ ભારે વરસાદ નોંધાઈ શકે છે.
નવસારી જિલ્લાની વરસાદની વાત કરવામાં આવે તો ગણદેવી તાલુકા ધનોરી ગામના માર્ગ ઉપર એક વૃક્ષ ધરાશય થયું હતું. જેને પગલે વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. બીજી તરફ વરસાદ પગલે ચીખલી તાલુકા આવેલ કાવેરી નદી નવા નીરની આવક થઈ છે. કાવેરી નદી બંને કાંઠે વહેતી થઈ છે. કાવેરી નદી ઉપર બનાવવામાં આવેલ કોઝવે ઓવર ફોલો થઈ ગયો છે.નવસારીના પૂર્ણા કાંઠે વસેલા સુપા તથા કુરેલ ગામ બંને જોડતો લો લેવેલ નો બ્રીજ પણ પાણીમાં ગરકાવ થઈ ગયો છે.બંને ગામના લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
સવારે છ વાગ્યા લઈ સાંજે છ વાગ્યા દરમિયાન છ તાલુકાઓમાં વરસાદ આ પ્રમાણે વરસ્યો છે. નવસારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના જણાવ્યાનુસાર આ પ્રમાણે નોંધાયો છે.
- નવસારી તાલુકામાં 32 એમ.એમ વરસાદ
- જલાલપોર તાલુકામાં 28 એમ.એમ વરસાદ
- ગણદેવી તાલુકામાં 65 એમ.એમ વરસાદ
- ચીખલી તાલુકામાં 58 એમ.એમ વરસાદ
- ખેરગામ તાલુકામાં 28 એમ.એમ વરસાદ
- વાંસદા તાલુકામાં 68 એમ.એમ વરસાદ