
પી.એચ.ડીના વિદ્યાર્થી દિકાંશ પરમારે લૌડાન્કિયા વાઇન સ્નેક પર સંશોધન કર્યું: પી.એચ.ડીના વિદ્યાર્થી કરેલ સાપ પર કરેલું સંશોધન ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયું
- Local News
- July 1, 2023
- No Comment
સૌરાષ્ટ્ર, વડોદરામાં દેખાતો સાપ પહેલીવાર ડાંગ જિલ્લામાં જોવા મળ્યો.
વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના પીએચ.ડી.ના વિદ્યાર્થીએ સાપ પર રસપ્રદ સંશોધન કર્યું છે. વિદ્યાર્થી દિકાંશ પરમારે લૌડાન્કિયા વાઇન સ્નેક પર કરેલું સંશોધન અમેરીકાની રેપ્ટાઇલ્સ એન્ડ એમ્ફીબિયન્સ નામની ઇન્ટરનેશનલ જર્નલમાં પ્રકાશિત થયું છે. વિદ્યાર્થીએ કરેલા સંશોધનમાં સામાન્યપણે સૌરાષ્ટ્ર, વડોદરામાં દેખાતો આ સાપ પહેલીવાર દક્ષિણ ગુજરાતના ડાંગ જિલ્લામાં નોંધાયો હોવાનો ઉલ્લેખ કરાયો છે.
નોંધનીય છે કે, સુરતના છેવાડાના વિસ્તાર અને ડાંગ,ધરમપુર, નવસારી,વલસાડ સહિતના વિસ્તારોમાં સમયાંતરે વિવિધ પ્રજાતિના દુર્લભ કહી શકાય એવા સાપની હાજરી નોંધાઇ છે.
જેમાં હવે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ સૌરાષ્ટ્ર, જૂનાગઢમાં દેખાતો સાપ પહેલીવાર દક્ષિણ ગુજરાતમાં દેખાયો હોવાની વૈજ્ઞાનિક પધ્ધતિથી નોંધ સાથે આંતરરાષ્ટ્રીય કક્ષાનું સંશોધન કર્યું છે. કોમન વાઇન સ્નેક જેવો દેખાતો કથ્થઇ રંગનો લૌડાન્કિયા વાઇન સ્નેક પહેલીવાર દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાના જંગલોમાં દેખાયો હોવાની નોંધ સાથે રિસર્ચ દિકાંશ પરમારે રસપ્રદ સંશોધનકાર્ય કર્યું છે.
વિદ્યાર્થી દ્વારા સાપના સ્કેલની ગણતરી, શારીરિક લંબાઇ અને રચનાનો અભ્યાસ કરીને તેની ઓળખ કરવામાં આવી છે. ડાંગમાં મળેલો આ સાપ ૧૩૫૦ એમ.એમ.નો હોય હજી સુધી નોંધાયેલા આ પ્રજાતિના સાપની લંબાઇની ગણતરીએ સૌથી વધુ હોવાનો દાવો કરાયો છે.
દિકાંશ પરમારે તેમના પીએચ.ડી. ગાઇડ અલ્કેશ શાહ અને તમિલનાડુના વૈજ્ઞાનિક એસ. આર.ગણેશની મદદથી રિસર્ચ પેપર તૈયાર કર્યુ હતુ. દિકાંશ પરમારે જણાવ્યુ હતુ કે, લૌડાન્કિયા વાઇન સ્નેક હમમાં સુધી સૌરાષ્ટ્રના જૂનાગઢ, મધ્ય ગુજરાતના વડોદરા છોટા ઉદેપુરમાં જ નોંધાયો હતો. તે સામે દક્ષિણ ગુજરાતમાં પહેલીવાર તેની નોંધ લેવાઇ છે.