અષાઢી મેહુલો નવસારી જિલ્લામાં અવિરત વરસી રહ્યો છે : નવસારી શહેર સહિત વિવિધ વિસ્તાર પાણી ભરાયા

અષાઢી મેહુલો નવસારી જિલ્લામાં અવિરત વરસી રહ્યો છે : નવસારી શહેર સહિત વિવિધ વિસ્તાર પાણી ભરાયા

ગુજરાતમાં વરસાદ આગામન સાથે સમગ્ર રાજ્યમાં જળબંબાકાર સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.નવસારી જિલ્લાની વાત કરવામાં આવે તો અષાઢ માસમાં અનરાધાર વરસી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદે પોતાની બેટિંગ હજુ સુધી અનરમ રહેવા પામી છે તકેદારીના ભાગરૂપે નવસારી જિલ્લા વહીવટી તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે નવસારી જિલ્લામાં અત્યાર સુધી કોઈપણ હોનારત કે દુર્ઘટનાના સમાચાર સાપળિયા નથી. નવસારી જિલ્લાના શહેર વિસ્તાર હોય કે ગ્રામ્ય વિસ્તાર જનજીવન પ્રભાવિત બન્યું છે.

નવસારી શહેર પ્રજાપતિ આશ્રમ થી ડેપો મુખ્ય માર્ગ ઉપર દર વર્ષ ની જેમ આ વખતે પાણી ભરાવવા પ્રશ્ન ઉદ્દભવે નવસારી વિજલપોર નગરપાલિકા સત્તાધીશો હોય કે અધિકારીઓ દર વર્ષે પ્રિમોનશુ કામગીરી કરવામાં રાગ આલાપે છે. તો પછી શહેરના મુખ્ય માર્ગ પાણી ભરાવાના પ્રશ્ન ઉદ્દભવે કઈ રીતે તેવા પ્રશ્ન શહેરવાસીઓ પુછી રહ્યા છે. નવસારી શહેરમાં વરસાદી પાણી  ભરાવાના પ્રશ્ન મુક્તિ અપાવશે ખરા?

નવસારી જિલ્લામાંથી ઘડિયાળ ને કાંટે ચોવીસ કલાક ધમધમતા એવા નેશનલ હાઈવે 48 ઉપર પસાર થતા વાહન ચાલકો મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો નેશનલ હાઈવે ઓથોરીટી નવસારી હોય કે નવસારી આર.એન.બી વિભાગ ધ્વારા શા માટે નેશનલ હાઈવે ઉપર વરસાદી નિકાલ પાણીની ગટરો સાફ-સફાઇ કરવામાં આવતી નથી.

ગણદેવી તાલુકાની વાત કરવામાં આવે તો બીલીમોરા ને જોડતો અંડર પાસ પાણી ભરવાને કારણે બિનઉપયોગી બન્યો છે. છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં વરસેલા વરસાદ ની આંકડા ઉપર નજર કરીએ તો

નવસારી તાલુકામાં 77 એમ.એમ

જલાલપોર તાલુકામાં 83 એમ.એમ

ગણદેવી તાલુકામાં  100 એમ.એમ

ચીખલી તાલુકામાં 138 એમ.એમ

ખેરગામ તાલુકામાં 201 એમ.એમ

વાંસદા તાલુકામાં 139  એમ.એમ 

વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં સવારે 6 વાગ્યા થી  2 સુધી વરસેલા વરસાદ આંકડા નજર કરીએ તો 

નવસારી તાલુકામાં 74 એમ.એમ

જલાલપોર તાલુકામાં 88 એમ.એમ

ગણદેવી તાલુકામાં  51 એમ.એમ

ચીખલી તાલુકામાં 88 એમ.એમ

ખેરગામ તાલુકામાં 134 એમ.એમ

વાંસદા તાલુકામાં 70 એમ.એમ 

નોંધાયો છે

નવસારી જિલ્લાની લોકમાતા એવી પૂર્ણા, અંબિકા,કાવેરી ખરેરા તેમજ મીંઢોળા નદીઓ ઉપર વહિવટીતંત્ર નજર રાખી બેઠું છે. નદીઓ પોતાની ભયજનક સપાટી વટાવે તો  નદી કિનારે વસતા લોકો સલામત સ્થળોએ ખસેડવા તેમજ જો લોકોને બચાવકાર્ય જરૂર પડે તો રાજ્ય સરકાર ધ્વારા એક એન.ડી.આર.એફ ટીમ મોકલવામાં આવી છે. હાલ આ ટીમ સ્ટેન્ડ બાય ઉપર રહી છે. નવસારી જિલ્લામાં વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર બેઠી છે. અને તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *