
સ્વીમીંગ ક્ષેત્રે નવસારી નું ગૌરવ સોહમ કે સુરતી વધાર્યું :ઓડિસા ખાતે યોજાનાર નેશનલ સ્વીમીંગ સ્પર્ધામાં પસંદગી પામી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
- Sports
- July 12, 2023
- No Comment
સ્વીમીંગ ક્ષેત્રે નવસારી નું ગૌરવ સોહમ કે સુરતી વધાર્યું :ઓડિસા ખાતે યોજાનાર નેશનલ સ્વીમીંગ સ્પર્ધામાં પસંદગી પામી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
ગુજરાત સ્ટેટ એકવેટીક એસોસીએશન દ્વારા એજ ગ્રુપ રાજ્ય કક્ષાની સ્વીમીંગ સ્પર્ધા નું આયોજન સવય સ્વરાજ સ્પોર્ટ્સ કલબ, અમદાવાદ ખાતે આયોજન કરવામાં આવેલ હતું. જેમાં નવસારી જીલ્લા સ્વીમિંગ એસોસિએશન ની ટીમમાં ગૃપ 1 ભાઈઓ માં સોહમ કલ્પેશકુમાર સુરતી, ગૃપ 2 ભાઈઓ માં પાર્થ સમીરભાઈ પટેલ, જય ભરત મોરે, હર્ષ રોમીલભાઈ પટેલ, ગૃપ ૩ ભાઈઓ માં યુવિક સુનિલભાઈ રાઠોડ તેમજ ગૃપ 3 બેહનો માં મિથિકા રોનક શાહે ભાગ લીધો હતો.
જેમાં ગૃપ 1 ભાઈઓમાં સોહમ કલ્પેશકુમાર સુરતી એ 800મી. અને 1500 મી. ફ્રી સ્ટાઇલમાં ગોલ્ડ મેડલ અને 200મી. અને 400મી. ફ્રી સ્ટાઇલમાં સિલ્વર મેડલ મેળવી ઓડિસા માં યોજાનાર નેશનલ સ્વીમીંગ સ્પર્ધામાં પસંદગી પામી ગુજરાત રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
સોહમને અને તેમને તાલીમ આપનાર કોચ શ્રી કમલેશભાઈ નાણાવટી ને એસો. ના બોમી જાગીરદાર, ફરેદૂન મીરઝા, ડૉ. મયુર પટેલ તેમજ નવસારી વિજલપોર નગરપાલિકા ના પ્રમુખ જિગીશ શાહ અને સ્વીમિંગ પુલ ઇન્ચાર્જ ઈલ્યાસ શેખે તમામને શુભેચ્છા પાઠવી અભિનંદન આપ્યા હતા.