કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ‘સક્ષમ યુવિકા યોજના’જિલ્લાની યુવિકાઓ સક્ષમ બને એ માટે જિલ્લા પંચાયત નવસારીની નવતર પહેલ

કિશોરીઓના સર્વાંગી વિકાસ માટે ‘સક્ષમ યુવિકા યોજના’જિલ્લાની યુવિકાઓ સક્ષમ બને એ માટે જિલ્લા પંચાયત નવસારીની નવતર પહેલ

નવસારી જિલ્લાની શાળાઓમાં ધોરણ ૮ માં ભણતી કિશોરીઓના આરોગ્ય અને પોષણસ્તરમાં સુધારો થાય, સામાજીક વિકાસ કેળવી આત્મનિર્ભર બને અને એક આગવી ઓળખ ઊભી કરી શિક્ષિત, તંદુરસ્ત અને આત્મવિશ્વાસ કેળવવાની સાથે સાથે તેઓના સર્વાંગી વિકાસ તરફ આગળ વધે તે માટે જિલ્લા પંચાયત નવસારી દ્વારા સ્વભંડોળ હેઠળ જોગવાઇ કરી સમગ્ર રાજ્યમાં એક અનોખી પહેલ કરી “સક્ષમ યુવિકા યોજના” અમલમાં મૂકવામાં આવી છે.

આ ‘સક્ષમ યુવિકા યોજના’ શું છે? 

આ યોજના અંતર્ગત નવસારી જિલ્લાની ૨૧૨ શાળાઓમાં ૪૧૭૭ કિશોરીઓને આવરી લેવામાં આવી છે. આ યોજના માટે કુલ ૧૨૪૮ રિસોર્સ પર્સન્સની ફાળવણી કરેલ છે એ થકી ૧૨૭૨૦ સેશન્સનું આયોજન કરેલ છે. જે અંતર્ગત વિવિધ શાળાઓમાં ભણતી કિશોરીઓને આરોગ્ય વિષયક તથા જીવન ઉપયોગી સેશન્સ, સેલ્ફ-ડિફેન્સના વર્ગો, યોગા કલાસ, પોષણ, ખેતી/ બાગાયતીને લગતી માહિતી, શિક્ષણ, બાળ સુરક્ષા, બેંકિંગ, આર્યુર્વેદ, કારકિર્દી સહિત અનેક વિષયો આનુષાંગિક માર્ગદર્શન સાથે સાથે સમયાંતરે તેઓના આરોગ્યની ચકાસણી અને શારિરીક વિકાસ અર્થે જરૂરી પૌષ્ટિક આહાર પૂરો પાડવામાં આવશે.

યોજનાની પહેલ કરનાર નવસારી એ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ જિલ્લો આ પ્રકારની યોજના માટે પહેલ કરનાર નવસારી એ સમગ્ર રાજ્યમાં સૌપ્રથમ જિલ્લો બન્યો છે.આ યોજનાના અસરકારક અમલીકરણ માટે નોડલ અધિકારીઓ અને રિસોર્સ પર્સન્સની ફાળવણી કરી યોજનાના અમલીકરણનું મોનીટરીંગ, સંકલન અને રિપોર્ટીંગ કરવામાં આવશે. એ માટે તેઓને તાલીમ પણ અપાશે. આ પ્રયાસો થકી કિશોરીઓના આરોગ્ય અને પોષણસ્તરમાં સુધારાની સાથે સાથે તેઓનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત કરવા અને કિશોરીઓને સક્ષમ બનાવવા નેમ હાથ ધરવામાં આવી છે.

આજનો શુભારંભ કાર્યક્રમ

આ યોજનાનો શુભારંભ આજ રોજ જિલ્લા કલેક્ટર અમિત પ્રકાશ યાદવના વરદ હસ્તે સિસોદ્રા કન્યા શાળા, નવસારી ખાતે કાર્યક્રમ યોજી કરવામાં આવ્યો હતો. જિલ્લા કલેકટર દ્વારા તેઓના ઉદબોધનમાં જણાવેલ કે સિસોદરા ગામ એક ઐતિહાસિક ભૂમી છે અને આજે આ ગામેથી આ યોજનાનો શુભારંભ કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. જિલ્લાની કિશોરીઓ સક્ષમ બને તે માટે સરકાર દ્વારા સવિશેષ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

આજના આ શુભારંભ કાર્યક્રમમાં હાજર સૌને નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા (કે જે યોજનાના ચેરમેન પણ છે) દ્રારા સક્ષમ યુવિકા યોજના વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. તથા, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી સમિતીના અધ્યક્ષ વિનોદભાઇ પટેલ, જિલ્લા અને તાલુકા પંચાયતના અન્ય સદસ્યો, તાલુકા વિકાસ અધિકારી નવસારી, સિસોદ્રા ગામના સરપંચ, સિસોદ્રા ગામના આગેવાનો, જિલ્લા પ્રોગ્રામ ઓફિસર, જિલ્લા પ્રાથમિક શિક્ષણઅધિકારી, સીડીપીઓ, આંગણવાડી વર્કર બહેનો, બી.આર.સી. કોર્ડીનેટર, સી.આર.સી. કોર્ડીનેટર, સિસોદ્રા શાળાના શિક્ષકો તેમજ વાલીઓ બહોળી સંખ્યામાં હાજર રહયા હતા.

આ કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય દ્રારા કરી જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું. અને કાર્યક્રમને અંતે જિલ્લા પ્રોગ્રામ ઓફિસરશ્રી દ્વારા આભારવિધિ કરવામાં આવી હતી.

Related post

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું સન્માન, પરિમલ નથવાણીએ વિકાસ માટે સૌને એક થવાનો સંદેશ આપ્યો

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન દ્વારા મહેન્દ્ર બ્રધર્સના એમડી મિલન પરીખનું…

નવસારી મેનેજમેન્ટ એસોસિએશન (NMA) દ્વારા ચાર પેઢીથી હીરા ઉદ્યોગમાં અગ્રેસર અને વિશ્વપ્રસિદ્ધ મહેન્દ્ર બ્રધર્સના મેનેજિંગ ડિરેક્ટર મિલન પરીખનું શ્રેષ્ઠ ઉદ્યોગપતિ તરીકે…
25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને કટોકટીમાં નવસારીનો સંઘર્ષની સંપૂર્ણ કહાની

25 જૂન 1975: ભારતીય લોકશાહીનો કાળો અધ્યાય, ઇમરજન્સી અને…

25 જૂન 1975: જ્યારે દેશમાં લાગુ થઈ ઇમરજન્સી, ભારતીય લોકશાહીનો સૌથી વિવાદાસ્પદ અધ્યાય 25 જૂન, 1975નો દિવસ ભારતીય લોકશાહીના ઇતિહાસમાં સૌથી…
‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો પર્દાફાશ, બે આરોપીઓ ઝડપાયા

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:નવસારીમાં 91 કરોડના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડનો…

‘ઓપરેશન મ્યુલ હંટ 2.0’:બે આરોપી ઝડપાયા,110થી વધુ ફરિયાદો સાથે જોડાણ 43 કાર્ડ, 23 ઓળખપત્ર અને 11 પાન કાર્ડ સહિતનો મોટો મુદ્દામાલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *