
નવસારી પ્રદેશનું સર્વપ્રથમ ઈંધણ એટલે નારણલાલાનો અજન્તા સ્ટવ:સયાજીરાવ ગાયકવાડે નારણ લાલા પરિવાર પાસે સોના ચાંદીના વાસણો બનાવી નિષ્ઠા અને કલા જાઈ રેલવે યાર્ડ પાસે ફેકટરી માટે જમીન આપી!
- Business
- July 12, 2023
- No Comment
નારણ લાલા કંપની દ્વારા દેશભરમાં ડિસ્ટીલરી પ્લાન્ટ સાથે મહાકાય એવા તાંબાના વાઈન પોટ (મહાકાય ઘડા)નું નિર્માણ થાય છે
નવસારીમાં પુરાતનકાળ ઈ.સ. ૧૮૯૦થી ચાલતા આવેલા ઉદ્યોગોમાં નારણ લાલા આજે પણ સક્રિય પ્રદાન કરે છે. પ્રથમ તસ્વીરમાં નારણ લાલા પેઢીના લાલાભાઈ ત્રિકમભાઈ કંસારાના પુત્ર અને સ્થાપક નારણભાઈ કંસારા તેમજ બાજુમાં તેમના વારસદારો પૈકી ઉદ્યોગ – શિક્ષણ સેવા સાથે સંકળાયેલ સ્વ. મોહનલાલ કંસારા તથા ભગવતી બા કંસારા અને ત્રીજી અને ચોથી તસ્વીરમાં નારણ લાલા કંપની દ્વારા દેશ ભરમાં ઉભા કરવામાં આવેલા ડિસ્ટીલરી પ્લાન્ટસ સાથે તાંબાના વાઈન વ્હીસ્કીના કારખાના માટેના મહાકાય વાઈન પોટ પણ નવસારીમાં બની રહ્યા છે.
પ્રાચીન નવસારીમાં લાકડા અને છાણના ચૂલા પછી ૧૯૫૦ની સાલમાં નારણ લાલા કંસારા પેઢીનાં મોહનલાલ હરકિશનદાસ કંસારા દ્વારા અજન્તા નામના પિત્તળના સ્ટવનું ઉત્પાદન શરૂ થયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૮૯૦ની સાલમાં લાલાભાઈ ત્રિકમભાઈ કંસારા પુત્રો નારણભાઈ, ભૂખણભાઈ, ભગવાનભાઈ અને નરોત્તમભાઈ કંસારા અને પરિવારજનો સહિયારી રીતે કંસારાવાડ નાકે નાની જગ્યામાં વાસણોનું ઉત્પાદન ગાયકવાડી જમાનામાં કરતા હતા. તેમની કારીગરી અને નિષ્ઠાથી વાત મહારાજા સયાજીરાવ ગાયકવાડને પહોંચતા તેમણે સોના-ચાંદીના વાસણોનો ઓર્ડર તે જમાનામાં આ પરિવારને આપ્યો હતો. ૧ ગ્રામ પણ આઘુ પાછુ ન સંપૂર્ણ નિષ્ઠા અને કલાત્મકતાથી મહારાજા સયાજી રાવ ગાયકવાડને આ વાસણનો ઓર્ડર પહોંચાડતા રાજા રાજીના રેડ થઈ ગયા હતા. અને આવા ઉમદા કારીગરોને પ્રોત્સાહન મળે નવસારીમાં ઉદ્યોગ ખીલે એવા હેતુથી ૧૯૩૨માં રેલવે યાર્ડ નજીક નારણ લાલા ઉદ્યોગ સંકુલ માટે જમીન ફાળવી હતી.
રેલવે તંત્ર દ્વારા પણ રસ્તાના ઉપયોગ માત્ર અને માત્ર રૂ. ૬૩/- મહેસુલ લેતું હતું. આ ૧૯૩૮માં તાંબા પિત્તળ જર્મનના ધમધોકાર વાસણ ઉદ્યોગ સાથે સ્વ. મોહનલાલ હરકિશનદાસ કંસારાએ ૧૯૫૦ની સાલમાં જર્મની સ્વીડનના સ્વાન સ્ટવની રચનાનું નિરીક્ષણ કરી પિત્તળના કદી ન ફાટે એવા અજન્તા સ્ટવનું નિર્માણ કર્યું હતું. ભારતભરમાં આ અજન્તા સ્ટવે ધુમ મચાવવા સાથે લાખો ગૃહિણીના ચુલાઓને સુરક્ષા સહિત ભય રહિત સોડમવાળી રસોઈ પકવવામાં નિમિત બન્યા હતા.
અજન્તા સ્ટવની ખૂબી એ હતી કે આ સ્ટવ ચાંદી-જસત ધાતુ મિશ્રિત ડબલ સોલ્ડરનો હોવાથી એક પણ સ્ટવ ફાટવાની દુર્ઘટના બની નથી. સમગ્ર ભારતદેશમાં લાખ્ખો અજન્ટા સ્ટવની બોલબાલા થઈ હતી. ભારતભરમાં તે જમાનામાં દરેક મહત્વના રેલવે સ્ટેશનોએ અજન્તા સ્ટવની જાહેરાત પણ થઈ હતી.
૧૯૫૪માં નારણ લાલા પેઢીએ અજન્તા ટેબલ ફેન, પેડ સ્ટલ પંખા અને રોટેરીંગ વોલ ફેન પણ બનાવ્યા હતા. આ ઉપરાંત તે જમાના વીજળીના અભાવે ફાનસ અને પેટ્રોમેક્ષનું પણ નિર્માણ કર્યું હતું.અજન્તા સ્ટવની વિશેષતા અને ગેસ પહેલાનો જમાનો હોવાથી દેશમાં પ્રથમ વખત આ સ્ટવ પરની સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટી માફ કરવામાં આવી હતી.
સ્ટવની સાથોસાથ તેની પૂરક સામગ્રી એવી પીન, બાદના તબક્કે દીવેટવાળા સ્ટવ, ગેસ ગીઝર વિગેરે પણ ઉત્પાદન થયું હતું.નારણલાલાની આ પેઢી દ્વારા દેશભરમાં અંદાજે ૨૫૦થી વધુ સુગર ફેક્ટરીઓ તેમજ શરાબ ઉદ્યોગના ડિસ્ટિલરી પ્લાન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જે આજે પણ ભારતભરમાં નવા પ્લાન્ટસ નારણ લાલા દ્વારા બની રહ્યા છે.
નારણ લાલાની આ પેઢી દ્વારા ૧૯૩૮માં જેકીશન પ્રાણજીવનદાસ કંસારા વિગેરે સંયુકત પરિવારે કોલ્હાપુરની સુગર ફેકટરીમાં ડિસ્ટિલેશન પ્લાન્ટ ઉભો કર્યો હતો જે આજે પણ ચાલુ કંડીશનમાં છે!ત્યારબાદ નારણ લાલાની આ મોહનલાલ કંસારા પેઢીએ ૧૯૪૭માં તાંબા-પિત્તળની રોલિંગ મીલ ઉભી કરી હતી.લિકવીડ પેટ્રોલિય ગેસ એમ ગેસ ચૂલાનો વપરાશ વધતા ૧૯૯૪ સુધી છેવટેની પેઢી એવા ધર્મેન્દ્ર કંસારા અને ચેતન કંસારાએ સ્ટવ ઉત્પાદન બંધ કરવું પડ્યું હતું.
નારણલાલા પરિવાર -પેઢીનાં ઔદ્યોગીક ક્ષેત્રના પ્રદાન પછી એરૂ ચાર રસ્તા ખાતે મહેશ કંસારા, ભરત કંસારા, અને વિજય કંસારા પુત્ર ત્રિપુટી દ્વારા માતા ભગવતી બા અને પિતા મોહનલાલ હરકિશનદાસ કંસારાની અમર સ્મૃતિમાં વિશાળ નારણ લાલા વિદ્યાસંકુલ અવિરત શૈક્ષણિક સેવા કરી રહ્નાં છે.
નારણ લાલા પરિવારના સ્વ.સુરેન્દ્રભાઈ કંસારાના ધર્મપત્ની વીરમતિબેન કંસારા અગ્રણી સમાજ સેવિકા તેમજ શિક્ષણ સમિતિ અને જ્યોતિ સમાજના અધ્યક્ષ હતા જ્યારે સૌંદર્ય ગતમાં આજની પેઢીમાં શ્રીમતી નેહા ધર્મેન્દ્ર કંસારએ આશાનગર ખાતે નેહા’ઝ બ્યુટી દ્વારા અનેકોને તાલિમબધ્ધ કરી અર્વાચીન નારીના સાજશણગાર રૂપને સોળે કળાએ દેશ વિદેશમાં પ્રખ્યાત કર્યું છે.