નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ગત રાત્રિ દરમિયાન મીની વાવાઝોડા લઈ તારાજીને લઈ ચીખલી તથા વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી

નાણા-ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ગત રાત્રિ દરમિયાન મીની વાવાઝોડા લઈ તારાજીને લઈ ચીખલી તથા વાંસદાના વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લીધી

નવસારીના ચીખલીના તલાવચોરા અને સરકારી અનાજના ગોડાઉનની મુલાકાત લીધી તેમજ વાંસદાના વિવિધ મીની વાવાઝોડાને લઈને વિવિધ વિસ્તારોની મુલાકાત સાથે વિવિધ વિભાગો દ્વારા ભારે વરસાદ અને વાવાઝોડા બાદ પુનઃવ્યવસ્થાપન માટે કરવામાં આવેલ સર્વેની કામગીરીને લઈ સમીક્ષા કરી જરૂરી સૂચનો કર્યા હતા

ગત રાત્રિએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકાના વિવિધ વિસ્તારમાં તેમજ વાંસદા તાલુકાના મીની વાવાઝોડું અને ભારે વરસાદની પરિસ્થિતિ સર્જાઈ હતી.મીની વાવાઝોડાના કારણે અનેક ગામોમાં ઝાડ પડ્યા,ઘરો,ખેતી અને પશુઓને નુકસાન થયું હતું.વાવાઝોડા પછી નવસારી જિલ્લા તંત્ર દ્વારા તુરંત સર્વે અને રાહત કામગીરી શરૂ કરવામાં આવી છે.

આ પરિસ્થિતિનો તાગ મેળવવા આજરોજ નાણા- ઉર્જા મંત્રી તથા નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈએ ચીખલીમાં વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. મંત્રીએ ચીખલી વિસ્તારના તલાવચોરા અને ચીખલીના સરકારી અનાજના ગોડાઉનની પણ મુલાકાત લીધી હતી.તેમજ વાંસદામાં વિવિધ વિસ્તારોની સ્થળ મુલાકાત લઈ વર્તમાન સ્થિતિ બાબતે ઉચ્ચ અધિકારીઓ સાથે જરૂરી ચર્ચા કરી હતી. મંત્રીએ સિણધઇ વિસ્તારમાં અસરગ્રસ્ત પરિવારો સાથે રૂબરૂ મુલાકાત પણ લીધી હતી

મંત્રીએ વિવિધ વિભાગોની કામગીરી વિશે વિસ્તૃત માહિતી મેળવી અસરગ્રસ્ત વિસ્તારોમાં જનજીવન ઝડપથી પુનઃસ્થાપિત કરવા, નુકશાની અંગે ચોક્કસાઈ પૂર્વક સર્વે કરવા જરૂરી સૂચનો કર્યા હતા.આ મુલાકાત વેળા ધારાસભ્ય નરેશભાઈ પટેલ તેમજ વલસાડના સાંસદ ધવલભાઈ પટેલ તથા વિવિધ ઉચ્ચ અધિકારીઓ તેમજ સ્થાનિક પદાધિકારીઓ જોડાયા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *