મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા

વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને ૨૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ મીની વાવાઝોડા સાથે અતિભારે વરસાદ અને તોફાની પવન ફૂંકાવાના કારણે વીજ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને વ્યાપક નુકસાન થયું હતું.અનેક HT-LT પોલ ધરાશાયી થયા હતા, ટ્રાન્સફોર્મરમાં ખામી ઊભી થઈ હતી અને વૃક્ષો વીજ લાઇન પર પડી જતાં વિતરણ નેટવર્ક ખોરવાયું હતું.

પરિસ્થિતિને કાબૂમાં લેવા તાત્કાલિક કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો હતો. અધિકારીઓ, ઇજનેરો, કર્મચારીઓ અને આશરે ૪૦ કોન્ટ્રાકટર ગેંગોએ સતત દિવસ-રાત મરામત કામગીરી કરી હતી. ચીખલી,બિલીમોરા,વલસાડ શહેર તેમજ ગ્રામ્ય વિસ્તાર અને વાંસદા તાલુકા જેવા સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારોમાં વધારાની મશીનરી અને વાહનોની મદદથી વીજ પુરવઠાનું પુનઃસ્થાપન ઝડપી ગતિએ હાથ ધરાયું હતું.

જિલ્લામાં થયેલું નુકસાન

વલસાડ: ૧ HT પોલ, ૩૫ LT પોલ અને ૧ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૧૨૬૬ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

નવસારી: ૧૧૪ HT પોલ, ૧૩૦ LT પોલ અને ૯ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૩૬,૭૫૪ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

ડાંગ: ૧૯ HT પોલ, ૨ LT પોલ અને ૨ ટ્રાન્સફોર્મરને નુકસાન, ૩૮૨૦ ગ્રાહકો અસરગ્રસ્ત થયા હતા.

દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા:કુલ મળી ૧૩૪ HT પોલ, ૧૬૭ LT પોલ અને ૧૨ ટ્રાન્સફોર્મરને નુકસાન થતા ૪૧,૮૪૦ જેટલા ગ્રાહકોના વીજ પુરવઠા પર સીધી અસર થઈ હતી. તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે કામગીરી કરાતા હાલ મોટાભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં આવ્યો છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *