નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો
- Local News
- September 30, 2025
- No Comment
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો હતો. આ સેમિનારમાં એન.એમ. કોલેજ ઓફ એગ્રીકલ્ચર, નવસારી તથા એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જલાલપોરના પોલીસ ઈન્સ્પેક્ટર ડી.ડી. લાડુમોર તથા તેમની ટીમે સાયબર ક્રાઈમ સંબંધિત મુદ્દાઓ રજૂ કર્યા હતા. સાથે જ ગુજરાત સ્ટેટ સાયબર સિક્યોરિટીના વોલેન્ટિયર પરેશ નાગપાલે વર્તમાન સમયમાં વધતા સાયબર ગુનાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી.
તેમણે જણાવ્યું હતું કે આજના યુગમાં દરેકના હાથમાં સ્માર્ટફોન છે, અને તેનો ઉપયોગ સમજદારીપૂર્વક કરવો ખૂબ જરૂરી છે. ખોટા લિંક્સ, ફિશિંગ કોલ્સ, ઓનલાઈન ટ્રેપ્સ અને વિવિધ પ્રકારની છેતરપિંડીથી બચવા માટે સાવચેત રહેવાની સલાહ પણ આપવામાં આવી હતી.
પરેશ નાગપાલે પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા વિદ્યાર્થીઓ અને સ્ટાફને પ્રાયોગિક ઉદાહરણો સાથે સમજાવ્યું કે કઈ રીતે વ્યક્તિ પોતાને સાયબર ક્રાઈમથી સુરક્ષિત રાખી શકે છે.
