નવસારીનો પહેલો પેટ્રોલપંપ એટલે પાલિકા પાસેનો ઘેલાભાઈ ગોપાળજી પંપ !

નવસારીનો પહેલો પેટ્રોલપંપ એટલે પાલિકા પાસેનો ઘેલાભાઈ ગોપાળજી પંપ !

જુના જમાનાના નવસારીમાં જ્યારે દુધિયા તળાવ છલોછલ હતું ન હતી નવસારી પાલિકા ન હતું માર્કેટ ન હતી ગોહિલ, રોટરી કે લાયન્સ હોસ્પિટલ ન હતું બંબાખાનું ત્યારે હાલના પાલિકા ભવનની સામે જુની બ્રાહ્મણ વાડી ખાતે ભાડુતી ટેક્ષીનું સ્ટેન્ડ હતું જેની સામે નવસારીનો પહેલો ઘેલાભાઈ ગોપાળજી પેટ્રોલપંપ તસ્વીરમાં નજરે પડે છે. અને આ પંપના સંચાલકો સર્વશ્રી ઈશ્વરભાઈ નાયક, ભાસ્કરભાઈ નાયક, રાજુભાઈ નાયક અને પરેશભાઈ નાયક નજરે પડે છે.

પગપાળા, ઘોડાગાડી અને સાયકલના જમાના પછી ભારતમાં ક્રમશઃ લ્યુના, ટી.વી.એસ. અને રાજદૂત એમ દ્રિચક્રી વાહનો તો ચર્તુષ્ચક્રી વાહનોમાં મોટી બસ, ફોર્ડ ગાડી, એમ્બેસેડર, ફીયાટ વિગેરે ચાલુ થયા. આ વાહનોમાં ઈંધણનું શું? પેટ્રોલ પમ્પ નવસારી પ્રદેશમાં કયાં ?

 

નવસારીનો પહેલો અને આજ સુધી અવિરત ચાલતો અને આજે પણ દર મહિને પ લાખ લીટર પેટ્રોલ અને ૧ લાખ લિટર ડીઝલ પુરવઠો પૂરો પાડતો પમ્પ એટલે નવસારી પાલિકા પાસેનો પરથાણ ગામના વતની ઘેલાભાઈ ગોપાળજી નાયકનો ૧૯૫૫માં ૬૮ વર્ષ પહેલા આકાર થયેલો ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનનો પંપ !

ઘેલાભાઈ ગોપાળજીના પુત્ર બેલડી ઈશ્વરભાઈ અને ભાસ્કરભાઈના સથવારે પાલિકાની બાજુમાં દૂધિયા તળાવ કિનારે ૬૮ વર્ષ પહેલા આ પેટ્રોલપંપ શરૂ થયો ત્યારે વાહનો નથી તો પેટ્રોલ પંપ કેવી રીતે? એમ ભારત પેટ્રોલિયમ કંપનીએ ના પાડી હતી. ત્યાર બાઈ ઈન્ડો-બર્મા કંપનીનું ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનમાં વિલીનીકરણ અને તે જમાનાના માપ મુજબ પેટ્રોલ ગેલનમાં મળતું ! રોજનું ૧૦૦ ગેલન વેચાણ હોવું જોઈએ આથી વેચાણ લક્ષ્યાંક પુરો કરવોજ પડે ! માત્ર બે આના કમિશન મળતું આથી યુવાન ઈશ્વરભાઈ અને ભાસ્કરભાઈએ નવસારીમાં ૧૮ ખાનગી બસ ચાલતી એ ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સને કહ્નાં બે આના કમિશનમાં ૧ આનો અમારો, ઍક આનો તમારો ! ત્યારે ૧૦૦ ગેલન પેટ્રોલ વેચાતું થયું ! ૧૯૬૫ પછી ક્રમશઃ ડિઝલ વાહનો બજારમાં આવતા ડિઝલ પંપ પણ શરૂ થયો.

નવસારીનું સર્વોત્તમ પેટ્રોલ અને ડિઝલ ઘેલાભાઈ ગોપાળજીના પમ્પ પરથી જ મળે આ સ્થાપના કાળથી શાખ આજે પણ અકબંધ શાખ છે. આ પંપ બન્યો ત્યારે પાલિકા શાક માર્કેટ, પાલિકા ભવન ન હતા. માત્ર છલોછલ દુધિયા તળાવ, ટેક્ષી સ્ટેન્ડ અને સામે જુની આદર્શ લોજ! અને જુની બ્રાહ્મણવાડી હતી.

આજે પણ સુરત છોડીને વાપી સુધી વર્તમાન પેઢીના સંચાલક રાજુ ઈશ્વરભાઈ નાયક અને પરેશ ભાસ્કરભાઈ નાયક દ્વારા ભારત દેશના પ્રથમ ૧૦૦ પેટ્રોલ વેચાણ કરતા પમ્પમાં આ પમ્પનું નામ છે. જે સમગ્ર નવસારી માટે ગૌરવ છે. અગવડ ભરેલી જગ્યામાં વાહનોને સૌથી સારુ ઈંધણ આપતો આ પંપ માસિક સાડાચાર લાખથી પાંચ લાખ લીટર પેટ્રોલ અને ૧ લાખ લીટર ડિઝલ પુરુ પાડે છે.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *