
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાનો જૂજ ડેમ ઓવરફલો
- Local News
- July 26, 2023
- No Comment
ડેમની હેઠળવાસના ગામના લોકોને સાવચેત રહેવા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સૂચના અપાઇ
નવસારી જિલ્લામાં છેલ્લા કેટલાંક સમયથી વરસેલા વરસાદથી નદી-નાળા,તળાવો છલકાય જવા પામ્યા છે. વાંસદા તાલુકાનો જીવાદોરી સમાન બે ડેમ આવેલા છે. જેમાં એક કેલિયા ડેમ અને બીજો જૂજ ડેમ આવેલો છે.
જિલ્લામાં સતત વરસી રહેલા વરસાદના કારણે થોડા સમય પહેલા કેલિયા ડેમ પણ ઓવરફલો થયો છે. અને આજે જૂજ ડેમ પણ ઓવરફલો થયેલો છે. જેને અનુલક્ષીને જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આગમચેતીના ભાગરૂપે ડેમની હેઠળવાસમાં ગામોના લોકોને નદીના પટમાં અવરજવર નહી કરવા અને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
જૂજ ડેમથી પ્રભાવિત થતા ગામોમાં વાંસદા તાલુકાના જૂજ, ખડકીયા, નવાનગર, વાંસિયાતળાવ, વાંસદા, રાણી ફળિયા, નાની વાલઝર, મોટી વાલઝર, સિંગાડ, રૂપવેલ, ચાપલધરા, રાજપુર, પ્રતાપનગર, ચીખલી તાલુકામાં દોણજા, હરણગામ, ચીખલી, ખુંધ, ઘેકટી, વંકાલ (વ.ફળિયા), ગણદેવી તાલુકામાં ઉંડાચ, લુહાર ફળિયા, વાણીયા ફળિયા, ગોયંદી, ખાપરવાડા અને દેસરા ગામોનો ગામોનો સમાવેશ થાય છે.
હાલમાં જૂજ ડેમની જળાશયની ભરપુર સપાટી ૧૬૭.૫૦ મીટર તેમજ જળાશયની સપાટી ૧૬૭.૫૫ મીટર છે. તેમ નાયબ કાર્યપાલક ઇજનેર જૂજ યોજના માટિયાર બંધ પેટા વિભાગ વાંસદા દ્વારા જણાવાયું છે.