કુદરતી આપતીઓ માનવ મૃતક સહાય હેઠળ મૃતકના વારસદારને આઠ લાખ રૂપિયા ની સહાય ચુકવવાઈ
- Local News
- July 28, 2023
- No Comment
નવસારી જિલ્લાના ખડસુપા ગામે તારીખ ૧૬/૦૭/૨૦૨૩ના રોજ મધરાત્રે પડેલ ભારે વરસાદનાં કારણે આકસ્મિક મકાનની દીવાલ તૂટી પડતા મકાનના કાટમાળમાં નીચે દબાઈ જવાથી સુમનભાઈ ઝવેરભાઈ હળપતિ અને જસુબેન સુમનભાઈ હળપતિ સ્થળ પર અવસાન પામ્યા હતા. કુદરતી આપતી માનવ મૃત્ય સહાય હેઠળ તેમના વારસદાર પુત્ર લાલુભાઈ સુમનભાઈ હળપતિને તેમના પિતા સુમનભાઈ ઝવેરભાઈ હળપતિના રૂ.૪,૦૦,૦૦૦/- અને તેમના માતા સ્વ. જસુબેન સુમનભાઈ હળપતિના રૂ.૪,૦૦,૦૦૦/- મળી કુલ રૂ.૮,૦૦,૦૦૦/- ની સહાયનો ચેક તાલુકા પંચાયત કચેરી નવસારી ખાતે ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈના હસ્તે આપવામાં આવ્યો છે.આ પ્રસંગે તાલુકા વિકાસ અધિકારી વિભૂતિ ડી સેવક , નવસારી તાલુકા ભાજપ પ્રમુખ મુકેશભાઈ પટેલ ,ખડસુપા સરપંચ , ખડસુપા તલાટી હાજર રહ્યાં હતા.