ગુજરાતમાં અનેક વિસ્તાર 24 કલાક અતિભારે વરસાદ આવી શકે છે?: દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

ગુજરાતમાં અનેક વિસ્તાર 24 કલાક અતિભારે વરસાદ આવી શકે છે?: દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે

આગામી 5 દિવસ રાજ્યમાં રહેશે વરસાદી માહોલ, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, ભાવનગર અને સોમનાથમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ 

ગુજરાતમાં ફરી એકવાર વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી સામે આવી છે. વિગતો મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે, 5 દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે. આ સાથે આગામી 24 કલાકમાં સૌરાષ્ટ્રમાં અનેક વિસ્તારમાં વરસાદ થશે. આ તરફ હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં સૌથી વધુ ભારે વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, મેઘરાજાએ હાલ તો દક્ષિણ ગુજરાતને ઘમરોળ્યું છે. અહીં અનેક વિસ્તારોમાં નદી-નાળા છલકાયાં તો અનેક નીચાણવાળા વિસ્તારો જળમગ્ન બન્યા છે. નદીઓની જળસપાટીમાં વધારો સાથે નવસારી શહેરના અનેક વિસ્તારમાં પાણી ભરાવાના અને પૂર્ણા નદી એ તેની ભયજનક સપાટી પણ વટાવી ચુકી હતી.

હવામાન વિભાગની આગાહી મુજબ અમદાવાદમાં પણ 24 કલાકમાં વરસાદ પડી શકે છે. આ સાથે હવામાન વિભાગે આજે છોટાઉદેપુરમાં ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે પંચમહાલ, સુરત, તાપી, નવસારી, ડાંગ, ભરૂચ, વડોદરા, ભાવનગર અને સોમનાથ માં પણ ભારે વરસાદની આગાહી કરી છે.

આગામી પાંચ દિવસ સુધી ગુજરાતમાં વરસાદ રહેશે

ગુજરાતમાં વરસાદને લઈ હવામાન વિભાગે 5 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે ખાસ કરીને સૌરાષ્ટ્રમાં 24 કલાકમાં અનેક વિસ્તારમાં વરસાદની આગાહી કરી છે. મહત્વનું છે કે, દક્ષિણ ગુજરાત તરફ શિયર ઝોન હોવાથી વરસાદી માહોલ છવાયો છે. મોન્સૂન સિસ્ટમને લઈને વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે.રાજયમાં અનેક વિસ્તારોમાં આવતીકાલથી છુટોછવાયો વરસાદ રહેશે. જયારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ રહેવાની આગાહી કરવામાં આવી છે

કયા જિલ્લામાં વરસાદ પડશે

વલસાડ, નવસારી, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદ પડી શકે છે. સાબરકાંઠા અને અરવલ્લીમાં આવતીકાલે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આવતીકાલે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગરહવેલીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો સુરત, ડાંગ અને તાપીમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારોમાં 45થી 60 કિમીની ઝડપે પવન ફૂંકાશે. તો અમદાવાદ અને ગાંધીનગરમાં છૂટા છવાયા વરસાદની આગાહી છે. જોકે ગઇકાલ રાત થી સમગ્ર દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરત, નવસારી અને વલસાડને મેઘરાજાએ રીતસરનું ઘમરોળ્યું છે.

નવસારી જિલ્લામાં ભારે વરસાદના લીધે 150થી વધુ રસ્તાઓ બંધ થયા

ભારે વરસાદને લઈને જિલ્લાના 153 રસ્તાઓ બંધ કરી દેવામાં આવ્યા છે અને સ્ટેટ હાઇવેના બે માર્ગોને બંધ મૂકવામાં આવ્યા છે. હાલ વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં ન જવાની લોકોને સલાહ આપવામાં આવી છે.

નવસારીમાં છેલ્લા 24 કલાકમાં 11 ઇંચ વરસાદ પડ્યો હોવાથી ભારે તારાજી સર્જાઈ છે. જિલ્લાની નદીઓની સપાટીમાં 10 ફૂટનો વધારો જોવા મળ્યો છે. હાલ નવસારી બેટમાં ફેરવાયું છે.છેલ્લા 24 કલાકમાં મેઘ કહેર સમગ્ર જિલ્લા ઉપર છવાઈ ગયું હતું. મેઘરાજાએ તોફાની બેટિંગ શરૂ કરી હતી, જેના કારણે ચોમેર પાણી ફરી વળ્યા હતા. નવસારીના APMC માર્કેટના પાછળનો વિસ્તાર અને વિરાવળ પુલ સહિતનો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. જ્યારે નવસારી શહેર શાંતાદેવી રોડ સહિત સ્ટેશન પ્રકાશ ટોકીઝ અનેક વિસ્તારમાં પાણી ભરાયા હતા

છેલ્લા 24 કલાકમાં નવસારી ખાતે 11 ઇંચ વરસાદ પડ્યો હતો. વધુ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. શહેરના અનેક વિસ્તાર જળમગ્ન થતા વાહનવ્યવહાર પણ ઠપ થઈ ગયો છે.

નીચાણ વાળા વિસ્તારમાં રહેતા લોકોનું સ્થળાંતર કરાયું

છેલ્લા 24 કલાકમાં નવસારી જિલ્લામાં 11 ઇંચ વરસાદ નોંધાયો છે. સાથે ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાની પૂર્ણા નદીમાં ઘોડાપૂર સ્થિતિનું નિર્માણ થયું છે. જેને લઈને નિચાણવાળા વિસ્તારોમાં 1159 લોકોનું સ્થળાંતર અનેક લોકો તેમના સંબંધીઓ ઘરે અને અનેક લોકોને આશ્ચર્ય સ્થાન ઉપર કરવામાં આવ્યું છે.તેમના ભોજન તેમજ વહીવટી તંત્ર મેડીકલ ટીમ ચેકઅપ કરી જરૂર દવાઓ પણ આપવામાં આવી હતી.

નદીઓની સપાટીમાં વધારો થયો હતો

વધુ વરસાદના કારણે જિલ્લામાં આવેલી લોકમાતા એવી પૂર્ણા, કાવેરી અને અંબિકા નદીઓ બે કાંઠે વહેતી થઈ હતી. અંબિકા નદીની જળ સપાટી સવારે 6 થી 8 કલાક દરમ્યાન વધી 27.50 ફૂટ ઉપર વહેતી થઈ હતી. પૂર્ણ નદીની જળ સપાટી સવારે 8 થઈ 10 વાગ્યા દરમિયાન 25.58 ફુટ ઉપર પહોંચી વહી રહી હતી. કાવેરી નદીની જળ સપાટી સવારે 6 થી 8 કલાક દરમ્યાન 16.50 વહી રહી હતી.નદીની સપાટીમાં વધારો થતા નદી કિનારે રહેતા લોકો સહિત શહેરમાં નીચાણવાળા લોકો સહિત અનેક વ્યાપારીઓ મોટું સંકટ સાથે મોટા નુકસાન થયાનું વર્તાઈ રહ્યું છે.

નવસારી ડિઝાસ્ટર મેનેજમેન્ટ આપેલ સાંજે 8 આંકડાકીય મુજબ

હાલમાં નવસારી જિલ્લાઓની લોકમાતા એવી અંબિકા નદીની ભયજનક સપાટી 28 ફુટ છે. તો અંબિકા નદી હાલમાં 17.7 ફુટે વહી રહી છે.પૂર્ણ નદીની ભયજનક સપાટી 23 ફુટ છે પૂર્ણ નદી હાલમાં 21વહી રહી હતી. કાવેરી નદીની ભયજનક સપાટી 19 ફુટ છે. કાવેરી નદીની તો 12.50 ફુટે વહી રહી હતી.ધીમે ધીમે તેના જળસ્તળમાં ધટાડો નોંધાઈ રહ્યો છે.નદીઓ જળસ્તળમાં ધટાડો નોંધાતા જિલ્લા વહીવટીતંત્ર તેમજ નવસારી જિલ્લા લોકોએ હાશકારો અનુભવ્યો છે. પરતું હજુ પણ વહીવટીતંત્ર ધ્વારા નદીઓ ઉપર બાજનજર રાખી બેઠું છે. વહીવટીતંત્ર એલર્ટ મોડ ઉપર રહી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. એક એન.ડી.આર.એફ ટીમ સ્ટેન્ડ બાય કરી દેવામાં આવી છે.

Related post

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…
નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ૫૯ જુના શિક્ષકોને નિમણૂંક ઓર્ડરો એનાયત કરાયા

નવસારી જિલ્લામાં માધ્યમિક વિભાગમાં ૧૯ અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં…

ગુજરાત રાજ્ય કક્ષાએ જુના શિક્ષકોની ભરતી માટેની ઓનલાઈન પ્રક્રિયા કાર્યરત થઈ હતી. આ પ્રક્રિયા જુદા જુદા તબક્કાઓ પૂર્ણ કરી અંતિમ તબક્કામાં…
૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને સફળતાના દસ વર્ષ પૂર્ણ થયા:નવસારી જિલ્લામાં વર્ષ ૨૦૨૪ દરમિયાન ૮૭૬ પિડીત મહિલાઓએ મદદ મેળવી

૮ માર્ચ ૨૦૨૫ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના રોજ ૧૮૧ અભયમ…

ગુજરાત રાજ્યની વિશેષતા છે કે પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરીને લોકોને સરળતાથી યોજનાનો લાભ પહોચાડી શકાય તેવાં અનેક સંવેદનશીલ નિર્ણયો…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *