
નવસારી શહેર ખાતે અનોખી રીતે જન્મદિવસ ઉજવણી કરાઈ
- Local News
- August 2, 2023
- No Comment
રોટરી ક્લબ નવસારીના ઉત્સાહી પ્રમુખ અને ઉમદા શિક્ષિકા પિંકલ બા દેસાઈ ના નેતૃત્વમાં મંત્રી ક્રિના વસીના સથવારે નવસારી નગરપાલિકા વિસ્તારમાં ટાઢ તડકો વરસાદ વચ્ચે શાકભાજીના ટોપલા લઈને વેચતા ગરીબ શ્રમજીવીઓ ને રોટરી છાયડો નામની વિશાળ કદની છત્રીઓ અર્પણ કરવાનો મનભાવન કાર્યક્રમ યોજાયો હતો.
આ અર્પણ વિધિ સમારોહમાં રોટરી ના તત્કાલીન પ્રમુખ શષિત અજિત વકીલ, જીગ્નેશ પારેખ વિસ્તાપ કોલાહ વિગેરે જોડાયા હતા આ કાર્યક્રમ રોટરી ક્લબ ના ડિસ્ટ્રીક ગવર્નર ની હિર દવેના જન્મદિન નિમિત્તે ઉજવાયો હતો ગરીબ શ્રમજીવીઓએ ધન્યતા અનુભવી હતી.