નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર બીલીમોરામાં 101 યુનિટ શ્રદ્ધાળુઓ ભક્તોએ રક્તદાન કર્યું

નિરંકારી મિશન દ્વારા રક્તદાન શિબિર બીલીમોરામાં 101 યુનિટ શ્રદ્ધાળુઓ ભક્તોએ રક્તદાન કર્યું

નવસારી માં વરસાદ હોવા છતાં માનવ સેવાનું બ્રિદ નિભાવતી સંત નિરંકારી મિશનની સામાજિક શાખા સંત નિરંકારી ચેરિટેબલ ફાઉન્ડેશનના નેજા હેઠળ, 30 જુલાઈ રવિવાર રોજ રક્તદાન શિબિરોનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉપરોક્ત રક્તદાન શિબિર રામીબેન હરિલાલ આમાલિયન હોલ, સોમનાથ મંદિર, બીલીમોરા ખાતે આયોજિત રક્તદાન શિબિરમાં 101 નિરંકારી ભક્તોએ  ઉત્સાહ સાથે રક્તદાન કર્યું.

નિરંકારી સદ્દગુરુ માતા સુદીક્ષા જી મહારાજના ઉપદેશોને અનુસરીને નિરંકારી ભક્તો રક્તદાનની સાથે સાથે નેત્રચિકિત્સા શિબિર, સાવસ્થ્ય તપાસ શિબિર, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ વગેરે જેવી વિવિધ સામાજિક પ્રવૃત્તિઓમાં સતત યોગદાન આપે છે.

રક્ત એકત્રિત કરવા હેતુ નાનુભાઇ માવજીભાઈ બ્લડ બેન્ક અને તેમની ટીમ ત્યાં ઉપસ્થિત રહી હતી. તેમજ દાત્રી બ્લડ સ્ટેમસેલ ડોનર્સ રજીસ્ટ્રી (જે લોહીના કેન્સર અને થેલેસીમિયા જેવી રક્ત વિકૃતિ રક્તકણોના ટ્રાન્સપ્લાન્ટ દ્વારા મટાડી શકાય છે)ના ગુજરાત મેનેજર ઈશ્વરભાઈ સરતાનપરા અને તેમની ટીમ પણ ત્યાં ઉપસ્થિત રહી રક્તકણોના દાતાઓની નોંધણી કરી હતી.

આ કેમ્પનું ઉદ્ધાટન દક્ષિણ ગુજરાત ના પ્રભારી ઓન્કાર સિંહ ના વરદહસ્તે કરવામાં આવ્યું. તેમણે રક્તદાન શિબિર માં ભાગ લેવા વાળા રક્તદાતાઓને પ્રોત્સાહિત કર્યા અને લોકોના કલ્યાણ માટે તેમની નિષ્ઠાવાન સેવાની પ્રશંસા કરી.

તેમણે આગળ કહ્યું કે, જેવી રીતે આપણે ગાડી ચલાવીએ છીએ તો કેટલાક કિલોમીટર કાપ્યા બાદ એની ઓઇલ ચેન્જ કરાવાવુ જરૂરી છે. એના પછી ગાડીનું એન્જીન બરાબર કાર્ય કરે છે. એ જ રીતે જ્યારે આપણા શરીરમાંથી 350 મિલિ રક્ત લેવામાં આવે તો 24 કલાકમાં નવું લોહી બની જાય છે. અને શરીરમાં નવી ઉર્જાનો સંચાર થાય છે.

આગળ તેમને જણાવ્યુ કે, જીવન માં ગુરુ નું જ્ઞાન અને સદ્દગુરુ નું આગમન ખુબ જ જરૂરી છે. કારણ કે, સદ્દગુરુ નું જ્ઞાન એજ પરમાત્મા છે જેને જાણીને જીવન માં ઘણાં બધાં ફાયદા થાય છે અને ઘર પરિવાર માં એકત્વ ની ભાવના જાગે છે. સત્સંગ માં આવવાથી પ્રેમ, નમ્રતા, સહનશીલતા, ક્ષમા અને કરુણા જેવા ગુણો આપણા માં આવે છે અને નિંદા, નફરત, વેર જેવા દુર્ગુણોથી દૂર રહેવાય છે.

આ રક્તદાન શિબિરમાં ઘણા ગણમાન્ય વ્યક્તિઓએ સૌજન્ય મુલાકાત લીધી હતી. જેમાં સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના પ્રમુખ શિવજીભાઈ પટેલ, ભાજપ શહેર મહામંત્રી મનહરભાઈ પટેલ ,સમસ્ત મહારાષ્ટ્રિય સમાજના પ્રમુખ વિજયભાઈ સાને પધાર્યા હતા. તમામ મહાનુભાવોએ મિશનની નિઃસ્વાર્થ સેવાઓની પ્રશંસા કરી.

સંત નિરંકારી મંડળ સુરત ઝોન નં.30 (સો.વેલ્ફેર) કૉ.ઓર્ડિનેટર બાલુભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ બીલીમોરા, ખેરગામ, વાઘાબારી અને ઉનાઈ ના અધિકારી અને સેવાદળો અને સંત નિરંકારી ચેરીટેબલ ફાઉન્ડેશન ના સ્વયંસેવકો ના સહયોગ થી આ શિબિરનું સુંદર આયોજન કર્યું હતું.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *