
લાયન્સ ક્લબ નવસારી આયોજિત મેગા બ્લડ ડોનેશન અને નેત્ર ચિકિત્ષા કેમ્પ યોજાયો
- Local News
- August 2, 2023
- No Comment
લાયન્સ ક્લબ નવસારી આર.સી.જેમ્સ, ઇન્ડીયન રેડ ક્રોસ સોસાયટી, શુશ્રુષા બ્લડ સેન્ટર અક્ષર વિઝન એરેનાના સંયુક્ત ઉપક્રમે એક મેગા બ્લડ ડોનેશન કેમ્પ તેમજ મેગા નેત્ર ચિકિત્ષા કેમ્પનું આયોજન આર.સી.જેમ્સની પ્રમાઈસીસમાં યોજવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં ૨૦૨ રક્ત બેગનું દાન વિવિધ રકતદાતાઓ દ્રારા કરવામાં આવ્યું હતું. તેમજ ૧૫૦ વ્યક્તિઓની નેત્ર ચિકિત્ષા કરવામાં આવી હતી ૧૫૦ વ્યક્તિઓને વિના મુલ્યે ચશ્મા વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે નવસારીના ધારા સભ્ય રાકેશભાઈ દેસાઈ, આર.સી. જેમ્સના મેનેજીંગ ડીરેક્ટર શ્રી ચંદુભાઈ ગડારા, લાયન્સ હોસ્પીટલના ચેરમેન લા. દેવેશ પટેલ, લાયન્સ કલબના રીજીયન ચેરમેન લા. ભરતભાઈ પટેલ, લાયન્સ કલબના પ્રમુખ લા. સમકિત શ્રીશ્રીમાલ અને એમની ટીમના સભ્યો તેમજ ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી નવસારી, શુશ્રુષા બ્લડ સેન્ટર અને અક્ષર વિઝન એરેનાના ડોકટરો કેયુર શર્મા અને એમની ટીમનો સહયોગ ખુબ સુંદર રહ્યો હતો. આ પ્રસંગે લાયન્સ હોસ્પીટલના ચીફ મેડીકલ ઓફીસર લા. ડો.આર.સી. ધોરાજીયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.