નવસારી જિલ્લા અનુગામી પોલીસ વડા ને શુભ સ્વાગતમ્ અને પુરોગામી પોલીસ વડા ને ઉષ્મા પૂર્ણ વિદાય યોજાઈ
- Local News
- August 2, 2023
- No Comment
નવસારી જિલ્લા પોલીસ પરિવાર દ્વારા હોટલ ઉદય પેલેસ ખાતે જિલ્લા પોલીસ વડા નો આવકાર અને વિદાય સમારોહ યોજાયો હતો.આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિતજી યાદવ એ જણાવ્યું હતું કે ત્રણ વર્ષથી પોલીસ વડા તરીકે કામ કરનાર ઋષિકેશ ઉપાધ્યાય પોતે મહેસુલ તંત્ર જિલ્લા વિકાસ તંત્ર અને પોલીસ તંત્ર સાથે અદભુત સંકલન કરીને કાયદો અને વ્યવસ્થા પૂરેપૂરી જળવાઈ તેની ઝીણવટ ભરી કાળજી રાખવા સાથે ગુનાઓના ઉકેલ પાછળ તેમણે એડી ચોટીનું જોર લગાવ્યું છે.

નાયબ પોલીસ વડા ત્રિપુટી સંજય રાય વી એન પટેલ અને એન પી ગોહિલ તથા પીઆઇ અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ અને નવસારી જિલ્લા પોલીસ બેડા એ પણ મોટા બંદોબસ્ત ચૂંટણીઓ કુદરતી આપત્તિઓ વચ્ચે જીવ સટોસટની ની બાજી ખેલી છે ઋષિકેશ ઉપાધ્યાય જ્યારે વિદાય લઇ રહ્યા છે ત્યારે તેમને તમામ શુભકામનાઓ સમગ્ર જિલ્લા વતીથી આપું છું અને અનુગામી જિલ્લા પોલીસ વડા સુશીલજી અગ્રવાલને એમની પ્રતિભા મુજબ કામ કરવા માટે આ જિલ્લાનો મંચ સુંદર બની રહેશે સોનામાં સુગંધ મળે તેવું કામ થશે.

જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા એ નારી તું નારાયણી એવો સદભાવ આ જિલ્લામાં મને તમામ ખાતાઓના વડાઓ દ્વારા અને આગેવાનો તથા પ્રજા જેનો દ્વારા મળી રહ્યો છે અને સંસ્કાર નગરી નવસારી ના અનેક અનુભવો ને મેળવ્યા છે ત્યારે અહીં કામ કરવાનો એક આનંદ છે અને પુરોગામી પોલીસવ ડા અને અનુગામી પોલીસ વડા ને શુભકામનાઓ પાઠવું છું.
આરંભે આવકાર નાયબ પોલીસ વડા વી એન પટેલ દ્વારા તેમજ નાયબ પોલીસ વડા બેલડી સંજય રાય અને એનપી ગોહિલે પ્રાસંગિક ભૂમિકા ભજવી હતી પી.આઈ.ડી.એસ કોરાટ કે એસ ચૌધરી વિગેરે શુભેચ્છા પાઠવી હતી.
વિદાય લેતા પોલીસ વડા ઋષિકેશ ઉપાધ્યાય દ્વારા નવસારી જિલ્લામાં ત્રણ વર્ષ એટલે ગુનાઓનો ઉકેલ તેમજ મોટા બંદોબસ્ત વિગેરે તમામ ખાતા ના સહકારથી સફળ રહેવા પામ્યા છે.આગંતુક જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલએ આ જિલ્લો ભદ્ર માનવીઓ થી રળિયાત છે. ત્યારે અહીં કામ કરવાનો આનંદ આવશે અને ગુનો કરનારાઓ માટે ત્રિલોચન ખોલવામાં કોઈક કસર રહેશે નહીં પરંતુ મારા ખાતા દ્વારા પ્રજાના કામ માટે હંમેશા બારણા ખુલ્લા અને મારો પોલીસકર્મી પ્રજાનો સાચો મિત્ર બનીને રહેશે તેની ખાતરી આપું છું.
આવકાર અને વિદાય પામતા બંને પોલીસ વડાઓને જિલ્લા પોલીસ પરિવાર દ્વારા સ્મૃતિચિન્હ તેમજ નવસારી જિલ્લા ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સ્થાપક પ્રમુખ ગૌતમ મહેતા તથા વર્તમાન પ્રમુખ ભરતભાઈ ગાંધીના નેતૃત્વમાં ટ્રસ્ટીઓ સર્વશ્રી સલીમભાઈ પટેલ કમલેશભાઈ મલાણી હરીશ મંગનાની પુરુષોત્તમ પટેલ બોમી જાગીરદાર પરસી સુરતી ગોપાલજી ગોહિલ તથા જીતેન્દ્ર પટેલ વિગેરે દ્વારા અભિવાદન થયું હતું.
નવસારી જિલ્લાના અધિક નિવાસી કલેકટર કેતનભાઇ જોશી અને ટીમ દ્વારા સ્મૃતિચિન્હ અર્પણ થયું હતું