
આલીપોર હાઈસ્કૂલમાં QDCકક્ષાના કલાઉત્સવ 2023ની ઉજવણી કરાઈ
- Local News
- August 3, 2023
- No Comment
કે. એન્ડ બી .સાર્વજનિક હાઈસ્કૂલ આલીપોર ખાતે QDC કક્ષાના કલાઉત્સવ 2023ની ઉજવણી કરવામાં આવી . આ કલાઉત્સવ અંતર્ગત ચિત્ર સ્પર્ધા ,સંગીત વાદન સ્પર્ધા ,સંગીત ગાયન સ્પર્ધા અને બાળ કવિ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમા કુલ ૨૮ જેટલા બાળકોએ ભાગ લીધો હતો.
વિદ્યાર્થીઓમાં કલા કૌશલ્ય, સાહિત્ય કૌશલ્ય , સંગીત વાદ્ય કૌશલ્યનો વિકાસ કરવો એ મુખ્ય હેતુ સાથે સ્પર્ધા નું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના પ્રારંભમાં વિદ્યાર્થી રાગીબુદ્દીન તન્વીરુદ્દીન સૈયદ દ્વારા ભાવસભર કિરાયતે કુરાન રજૂ કરવામાં આવી.શાળના આચાર્ય સફી મોહંમદ વ્હોરા એ ઉપસ્થિત અતિથિ વિશેષ, સ્પર્ધકો અને અન્ય શાળાનાં પધારેલ શિક્ષકોને પોતાની આગવી ભાવુક વાણી થકી આવકાર્યા હતા તેમજ વિધાર્થીઓને ભારતીય કલા વારસો કેટ્લો સમૃદ્ધ છે એ અંગે દૃષ્ટાત માર્ગદર્શન આપ્યું હતું.
કાર્યક્રમમાં ઉપસ્થિત કલા તજજ્ઞ નિર્ણાયકો નો પરિચય શાળાના શિક્ષિકા મિતલબેન પટેલ દ્વારા રોચક બાનીમાં રજૂ થયો હતો. શિક્ષિકા મિતાબેન રાઠોડ દ્વારા સ્પર્ધાના નિયમ કથન સાથે સ્પર્ધાનો મંચ ખુલ્લો મુકાયો હતો. સ્પર્ધાના મુખ્ય થીમ G20 ‘वसुधैव कुटुम्ब्कम् ‘one Earth ,one family, one future ને ધ્યાને લઈ સ્પર્ધકોએ વિવિધ સ્પર્ધાઓમાં પોતાનું કૌવત બતાવ્યું હતું. નિર્ણાયકો એ પક્ષપાત રહિત તટસ્થ મૂલ્યાંકન કરી પરિણામ જાહેર કર્યા હતા.
ચિત્ર સ્પર્ધા માધ્યમિક વિભાગમાં આલીપોર હાઇસ્કુલની વિદ્યાર્થિની જૈનબબીબી ઇમરાનખાન પઠાણ તૃતીયક્રમે , બામણવેલ હાઈસ્કૂલ ચૌધરી રોશન ઉત્તમભાઈ દ્વિતીય ક્રમે, એ.બી .હાઈસ્કૂલ ચીખલીના પટેલ હાર્દિ પરિમલભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. ચિત્ર સ્પર્ધા ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં એ .બી. હાઇસ્કુલ ચીખલીના પવાર ક્રિશા શૈલેષભાઈ તૃતીયક્રમે ,સુથવાડ હાઈસ્કૂલના નાયકા કેવિન વિજયભાઈ દ્વિતીય ક્રમે , આલીપોર હાઇસ્કુલ અન્સારી મોહમ્મદ ઈબ્રાહીમ મોહમ્મદતુફેલ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. માધ્યમિક વિભાગ બાળકવિ સ્પર્ધામાં આલીપર હાઇસ્કુલ કુમાવત હીરુ લાડુલાલભાઇ તૃતીયક્રમે, દેગામ હાઇસ્કુલ અંજલી રાજુભાઈ ગાયકવાડ દ્વિતીય ક્રમે, સુથવાડ હાઇસ્કુલ પટેલ ખુશ્બુ હિતેશકુમાર પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
માધ્યમિક વિભાગ સંગીત ગાયન સ્પર્ધામાં સુથવાડ હાઇસ્કુલ ચૌધરી શ્રુતિ દિનેશભાઈ તૃતીયક્રમે , આલીપોર હાઇસ્કુલ નાયકા તનવી સંજયભાઈ દ્વિતીયક્રમે ,દેગામ હાઇસ્કુલ ગડિયા પ્રિયાકુમારી અમિતભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. માધ્યમિક વિભાગ સંગીતવાદન સ્પર્ધામાં બામણવેલ હાઇસ્કુલ કાસુભાઈ ધર્મેશભાઈ બોસારા તૃતીય ક્રમે , આલીપોર હાઇસ્કુલ મોરે આદિત્ય ખંડુભાઈ દ્વિતીય ક્રમે, દેગામ હાઇસ્કુલ ઢીમર શિવમ જીતેન્દ્રભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
ઉચ્ચતર માધ્યમિક વિભાગ બાળકવિ સ્પર્ધામાં આલીપોર હાઇસ્કુલ સાદીયા આસિફભાઇ લોરગત દ્વિતીય ક્રમે , સુથવાડ હાઇસ્કુલ માહલા પ્રિયંકા રાજેશભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં સંગીત ગાયન સ્પર્ધા આલીપોર હાઇસ્કુલની રાઠોડ ઉર્વશી બુધાભાઈ તૃતીયક્રમે, બામણવેલ હાઇસ્કુલ નાયકા પાયલબેન ચેતનભાઇ દ્વિતીય ક્રમે. એ.બી .હાઇસ્કુલ ચીખલી પટેલ કિસ્તી મોહનભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા. સંગીત વાદન સ્પર્ધામાં સુથવાડ હાઇસ્કુલ ભોયા પ્રીતિ મહેન્દ્રભાઈ તૃતીયક્રમે, બામણવેલ હાઈસ્કૂલ ગામિત વિકાસ રાજેન્દ્રભાઈ દ્વિતીય ક્રમે, આલીપોર હાઇસ્કુલ પટેલ મિત પ્રદીપભાઈ પ્રથમ ક્રમે વિજેતા રહ્યા હતા.
તમામ વિજેતાઓને નિર્ણાયકો હસ્તે ઈનામરુપે રોકડ રકમ અને આલીપોર QDC વતિ આચાર્ય સફી સાહેબના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા. સંગીત તજજ્ઞ સાઈરજ વૈધ,ઇટાલીયા હાઈસ્કૂલના ચેતનાબેન પટેલ, બામણવેલ હાઇસ્કુલ ના અંજુમબેન, આલીપોર પ્રાથમિક શાળાના પ્રજ્ઞાબેન પટેલ , દીપિકાબેન નિર્ણાયક તરીકે ઉપસ્થિત રહ્યા હતા. નિર્ણાયક સાંઈરજ વૈદે પ્રતિભાવ વચનો દ્વારા સ્પર્ધકોને આગળની સ્પર્ધામાં કઈ કાળજી લેવી જરૂરી છે એ અંગે માર્ગદર્શન આપ્યું હતું. બામણવેલ હાઈસ્કૂલના શિક્ષક ગુલાબભાઈએ સંગીતનું મહત્વ એમના પોતાના જીવનમાં કેવી રીતે એકાકાર છે.
એ અંગે રોચક અનુભવો રજૂ કરી વિદ્યાર્થીઓને પ્રેરક વચનો જણાવ્યા હતા. કલાઉત્સવ કાર્યક્રમને સફળ બનાવવા માટે યોગદાન આપનાર શિક્ષક શબ્બીરભાઈ અસ્વાતને પ્રમાણપત્રની મનમોહક બનાવટ અંગે,શિક્ષિકા યાસ્મીનબેન શેખને પ્રમાણપત્ર લેખનમાં યોગદાન અંગે સ્પર્ધા માટે અનુકૂળ વ્યવસ્થા ગોઠવણ માટે શિક્ષક ઈમરાનભાઈ ફુલત, સિનિયર ક્લાર્ક યાસિનભાઈ ખલિફા, શિક્ષક સઈદભાઈ મુલ્લાએ ચિત્ર સ્પર્ધાની ઉત્કૃષ્ટ ધૂરા સંભાળવા બદલ , વિધાર્થીઓને સ્પર્ધા અંગે માર્ગદર્શન આપનાર શિક્ષિકા જિજ્ઞાબેન પટેલ અને શાળાના કલાઉત્સવના કન્વીનર શિક્ષક જીતેન્દ્રભાઈ પટેલને એમની કુનેહપૂર્વક નિભાવેલ જવાબદારી બદલ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા.
સમગ્ર કાર્યક્રમનુ સંચાલન શિક્ષિકા મિતાબેન રાઠોડે કર્યું હતું. પરિણામ વિતરણ બાદ અલ્પાહાર કરી શાળા પરિવારના ઉત્કૃષ્ટ યોગદાન સાથે કાર્યક્રમ સમાપ્ત થયો હતો.