તાપીના ગુણસદા ગામ ખાતે થશે “વિશ્વ આદિવાસી દિવસ”ની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે

તાપીના ગુણસદા ગામ ખાતે થશે “વિશ્વ આદિવાસી દિવસ”ની રાજ્ય કક્ષાની ઉજવણી કરાશે

આદિવાસી સમાજની ગૌરવવંતી સંસ્કૃતિ ઐતિહાસિક વારસાને ઉજાગર કરવા તેમજ તેમની પરંપરા અને અસ્મિતાને ટકાવી રાખવા પ્રતિવર્ષ તા. ૯મી ઓગષ્ટને “વિશ્વ આદિવાસી દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ આદિવાસી દિવસની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવા રાજ્ય સરકાર દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. રાજ્યમાં આદિજાતિ વસતી ધરાવતા ૧૪ જિલ્લાના વિવિધ સ્થળો ખાતે મુખ્યમંત્રી સહિત રાજ્ય સરકારના મંત્રીઓ અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવશે.

ફાઈલ ફોટો

મુખ્યમંત્રી સાથે કોણ કોણ હાજર રહેશે

વિશ્વ આદિવાસી દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તાપી જિલ્લાના સોનગઢ તાલુકામાં આવેલા ગુણસદા ગામ ખાતે કરવામાં આવશે. રાજ્યકક્ષાની ઉજવણીમાં આદિજાતિ વિકાસ મંત્રી કુબેરભાઈ ડીંડોર અને રાજ્ય મંત્રી કુંવરજીભાઈ હળપતિની પણ પ્રેરક ઉપસ્થિતિ રહેશે.

“વિશ્વ આદિવાસી દિવસ” ની ઉજવણી રાજ્ય માં ક્યાં ક્યાં કરવામાં આવશે

ડાંગ–આહવા ખાતે નાણાં મંત્રી  કનુભાઈ દેસાઈ, છોટા ઉદેપુર ખાતે આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલ, નર્મદા-ડેડીયાપાડામાં કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, ભરૂચ-ઝગડીયામાં પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા, નવસારી-ગણદેવીમાં પ્રવાસન મંત્રી  મુળુભાઈ બેરા, બનાસકાંઠા–દાંતામાં ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત તેમજ દાહોદના લીમખેડા ખાતે સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રીમતી ભાનુબેન બાબરિયાની અધ્યક્ષતામાં આદિવાસી દિવસ ઉજવાશે.

ફાઈલ ફોટો

આ ઉપરાંત વલસાડના કપરાડા ખાતે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી, નર્મદા-નાંદોદમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા, દાહોદ ખાતે પંચાયત રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડ, વલસાડના ધરમપુરમાં શિક્ષણ રાજ્ય મંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરીયા, નવસારી-વાંસદામાં વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ, પંચમહાલના મોરવા-હડફમાં પશુપાલન રાજ્ય મંત્રી પરસોત્તમભાઈ સોલંકી તેમજ સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ભીખુસિંહ પરમાર સહિત રાજ્યના વિવિધ સ્થળો ખાતે સંસદ સભ્યો અને ધારાસભ્યો ઉપસ્થિતિમાં આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.

Related post

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ અને જનતા વચ્ચેનો વિશ્વાસ મજબૂત, અત્યાધુનિક ડ્રીલ્સ ટેકનોલોજી અને ડ્રોન ટેકનોલોજીનું નિદર્શન કરાયું,37 લાખનો મુદ્દામાલ પરત કરાયો

સુરત રેન્જ આઈ.જી.પ્રેમવીર સિંહ દ્વારા નવસારી ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન:પોલીસ…

સુરત રેન્જ આઈ.જી પ્રેમવીર સિંહે નું આજે નવસારી જિલ્લાના એરુ રોડ પર આવેલા પોલીસ હેડક્વાર્ટર ખાતે વાર્ષિક ઇન્સ્પેક્શન પરેડ યોજી હતી.…
નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાં સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો

નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી ખાતે એ.એસ.પી.ઈ.ઈ. કોલેજના હોલમાં “સાયબર ક્રાઈમથી કેવી રીતે સુરક્ષિત રહી શકાય” તે વિષય પર સાયબર અવેરનેસ સેમિનાર યોજાયો…
મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો ખોરવાયો, યુદ્ધના ધોરણે પુનઃસ્થાપન કાર્યવાહી હાથ ધરાઈ

મિની વાવાઝોડાથી દક્ષિણ ગુજરાતના:વલસાડ,નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦…

દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને ડાંગમાં મીની વાવાઝોડાથી ૪૧,૮૪૦ ગ્રાહકોનો વીજ પુરવઠો અસરગ્રસ્ત થયા હતા વલસાડ વર્તુળ કચેરીના વિસ્તારમાં તા. ૨૭ અને…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *