
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું
- Local News
- August 8, 2023
- No Comment
અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા ૫/૦૮/૨૦૨૩ ના રોજ ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કુલ ૧૭ ટીમોએ ભાગ લીધો હતો. ભજન સ્પર્ધામાં બે વિભાગ પાડવામાં આવ્યા હતા. ૧૮ થી ૫૦ વર્ષ અને ૫૧ થી વધુ જેમાં સૌપ્રથમવાર ભાઈઓએ પણ ભાગ લીધો હતો. પહેલા વિભાગમાં બહેનોની ૫ ટીમો હતી. જેમાં પ્રથમ ક્રમે સુહાની ગૃપ, બીજા ક્રમે સત્યસાંઇ ગૃપ દેવધાની ટીમ વિજેતા બની હતી.
બીજા વિભાગમાં બહેનોની ટીમમાં પ્રથમ ક્રમે મૈત્રીમંડળ બીલીમોરા, બીજા ક્રમે સખીવૃંદ કાયાતળાવ અને ત્રીજા ક્રમે VASSS સુરતની ટીમ વિજેતા બની હતી. ભાઈઓની ટીમમાં વિભાગ ૨ માં અડાજણ સખા મંડળ સુરત પ્રથમ ક્રમે વિજેતા બની હતી. મહેમાનોનું સ્વાગત સંસ્થાના મંત્રીશ્રી હાર્દિક નાયકે કર્યું હતું. નિર્ણાયકોનો પરિચય અરુંધતી દેસાઈએ આપ્યો હતો.
મહેશભાઈ દેસાઈ અને રાકેશભાઈ દેસાઈ એ નિર્ણાયક તરીકેની ફરજ બજાવી હતી. તેઓનું સન્માન મંત્રી હાર્દિક નાયક દ્વારા કરવામાં આવ્યું હતું. કન્વીનર તરીકે પ્રિતીબેન દેસાઈ, કુંતલબેન દેસાઈ અને શિવાનીબેન દેસાઈ એ સ્પર્ધાનું સંચાલન કર્યું હતું. અરુંધતી દેસાઈએ નિર્ણાયકો, મહેમાનો અને પ્રેક્ષકગણ નો આભાર વ્યક્ત કર્યો હતો.