નાણા, ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈનાઅધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

નાણા, ઉર્જા મંત્રી અને જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈનાઅધ્યક્ષસ્થાને નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઇ

૨૦૨૩-૨૪ ના વર્ષ માટે આદિજાતિના ૬ તાલુકાઓમાં ૨૦૮૯ લાખની જોગવાઈ સામે રૂા.૨૪૪૩ લાખનું આયોજન કરીને ૬૫૪ વિકાસકામોને બહાલી આપવામાં આવી

નાણા, ઉર્જા, પેટ્રોકેમિકલ્સ વિભાગના મંત્રી અને નવસારી જિલ્લા પ્રભારી મંત્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષસ્થાને ગુજરાત ન્યુ પેટર્ન અંતર્ગત વર્ષ ૨૦૨૩-૨૪ના વર્ષની નવસારી જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાઈ હતી.

બેઠકમાં પ્રભારીમંત્રી કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે, રાજ્ય સરકાર આદિજાતિ સમાજના આર્થિક, સામાજિક અને શૈક્ષણિક સહિતના સર્વાંગી વિકાસ માટે સંપૂર્ણ કટિબધ્ધ છે. છેવાડાના વિસ્તારોમાં કૌશલ્યવર્ધન સાથે રોજગારીની તકો ઉપલબ્ધ થાય તેમજ ખુટતી સુવિધાના સાથેના કામોને અગ્રતા આપવાની હિમાયત કરી હતી. પદાધિકારીઓએ સુચવેલા વિકાસકાર્યોને અગ્રતામાં લઈ નિયતસમયમર્યાદામાં વિકાસકામો પૂર્ણ કરવાનો અનુરોધ મંત્રીશ્રીએ કર્યો હતો.

પ્રભારીમંત્રી કનુભાઇ દેસાઇએ ૨૦૨૩-૨૪ના વર્ષમાં ન્યુ ગુજરાત પેટર્ન અંતર્ગત ૯૬ ટકા વિવેકાધિન ગ્રાંટ હેઠળ ૬ તાલુકાઓમાં ૨૦૮૯ લાખની જોગવાઈ સામે રૂા.૨૪૪૩ લાખનું આયોજન કરીને ૬૫૪ કામોને બહાલી આપવામાં આવી હતી. જયારે જિલ્લાના ગણદેવી, નવસારી અને જલાલપોર તાલુકાઓમાં ૪ ટકા વિવેકાધિન જોગવાઈ હેઠળ રૂા.૧૨૩ લાખની જોગવાઈના ૭૫ કામોને મંજુર કરાયા હતા.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે લોક કલ્યાણલક્ષી કામો સમય મર્યાદામાં પૂર્ણ થાય તથા પ્રગતિ હેઠળના કામોને ઝડપથી પૂર્ણ કરવામાં આવે તથા શરૂ ન થયેલા કામોને તાત્કાલિક શરૂ કરી દેવા સૂચના આપી અમલીકરણ અધિકારીઓને જરૂરી માર્ગદર્શન આપ્યુ હતું.

ગુજરાત પેટર્ન જોગવાઈ હેઠળ માર્ગ, શિક્ષણ, પાણી પુરવઠો, સિંચાઈ, કૃષિ અને પશુપાલન, વીજળી, સામૂહિક આરોગ્ય ઉપરાંત અન્ય વિકાસકામોમાં રોજગાર, પોષણ, ભૂમિસંરક્ષણ, ડેરી વ્યવસાય, મહિલા કલ્યાણ, ભૂમિ અને જળસંરક્ષણ વનવિકાસ જેવા કાર્યોનો સમાવેશ થાય છે.

આ બેઠકમાં ધારાસભ્ય નરેશભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ ભીખુભાઇ આહિર, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રાયોજના વહિવટદાર આન્નદુ સુરેશ ગોવિંદ, મદદનીશ કલેકટર ઓમકાર શિન્દે, જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાભાઇ શાહ, તાલુકા પંચાયતના પ્રમુખો સહિત જિલ્લાના અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related post

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં લાઈટ ગુલ થતા લોકોએ હાલાકી, 7 જિલ્લા અને 23 શહેર અને 3461 ગ્રામ્ય વિસ્તારના 32 લાખ,37 હજારથી વધુ લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો

વીજ ફોલ્ટ થતા: આગ ઝરતી ગરમીમાં દક્ષિણ ગુજરાતના અનેક…

આજ રોજ વીજ ફોલ્ટ થવાને કારણે બપોરે  3.45 વાગ્યા આસ પાસના અરસામાં સુરત સહિતના દક્ષિણ ગુજરાતમાં વીજળી ગુલ થઈ ગઈ છે.…
નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:  441 જેટલા ક્રિકેટ ખેલાડીઓ માંથી 8 ટીમ માટે 120 જેટલા ખેલાડીઓની થશે પસંદગી, દરેક ટીમને 2 લાખ પોઇન્ટ્સ ફાળવાયા

નવસારી પ્રીમિયર લીગનું 8 વર્ષના લાંબા અંતરાલ બાદ પુનરાગમન:…

નવસારી શહેરમાં આઠ વર્ષના લાંબા અંતરાલ બાદ ફરી એકવાર નવસારી પ્રીમિયર લીગ (એનપીએલ) ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. નવસારી ડિસ્ટ્રિક્ટ…
આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું કરવું અને શું ન કરવું:હિટ વેવની આગાહીના પગલે નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુપક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક ઉપાયો અપનાવે તે જરૂરી

આપના પશુઘન તેમજ પોતાને: લૂ થી બચવા માટે શું…

ગુજરાતમાં આગામી દિવસો દરમ્યાન તાપમાન વધુ રહેવાની શકયતા છે. જેને અનુલક્ષીને નાગરિકો પોતાના આરોગ્ય તથા પશુ પક્ષીઓને લૂ થી બચાવવા કેટલાક…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *