દેશભક્તિના રંગે રંગાયું ઐતિહાસિક દાંડી નમક સત્યાગ્રહ સ્મારક દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે:ધારાસભ્ય આર.સી.પટેલ

દેશભક્તિના રંગે રંગાયું ઐતિહાસિક દાંડી નમક સત્યાગ્રહ સ્મારક દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે:ધારાસભ્ય આર.સી.પટેલ

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ, ગાંધીનગર તેમજ જિલ્લા વહીવટીતંત્ર નવસારી અને દાંડી ગ્રામ પંચાયતના સયુંકત ઉપક્રમે આઝાદી કા અમૃત મહોત્સવ અંર્તગત દેશ માટે બલિદાન આપનારા વીરોને સમર્પિત “મારી માટી, મારો દેશ” કાર્યક્રમ આજે નવસારીના નેશનલ સોલ્ટ મેમોરિયલ દાંડી ખાતે જલાલપોરના ધારાસભ્ય આર.સી.પટેલના અધ્યક્ષતામાં યોજાયો હતો.

જલાલપોર ધારાસભ્ય આર.સી.પટેલે જણાવ્યું કે, “મારી માટી- મારો દેશ” અભિયાનનો મુખ્ય ઉદેશ, માતૃભૂમિ પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા તેમજ વીર શહીદોની વંદના અને તેમના પરિવારોનું સન્માન કરવા જનશક્તિને પ્રેરિત કરવાનો છે. દાંડી સત્યાગ્રહ હોય કે આઝાદીની લડાઈ નવસારીના કાંઠા વિસ્તારના વીર શહીદોનું યોગદાન અમુલ્ય રહ્યું છે. ત્યારે યશસ્વી વડાપ્રધાન દ્વારા પ્રારંભ થયેલ મારી માટી, મારો દેશ અભિયાન થકી વીર શહીદોને સન્માન કરવામાં આવે .આપણે સૌ આજે આઝાદ દેશમાં સ્વાભિમાન સાથે જીવી રહ્યા છે ત્યારે મારી માટી મારા દેશ અભિયાનમાં સહભાગી બની યોગદાન આપવા ઉપસ્થિત લોકોને પ્રેરિત કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પ્રસંગોચિત્ત વક્તવ્ય આપી પંચ પ્રણ પ્રતિજ્ઞાની વિસ્તૃત સમજણ આપી હતી .”મારી માટી- મારો દેશ” અભિયાનમાં નવસારી જિલ્લામાંથી વધુમાં વધુ લોકો જન અભિયાનમાં જોડાઈ મુઠીમાં માટી લઈ પોતાની સેલ્ફી પાડી પોર્ટલ પર અપલોડ કરવા પોતનું યોગદાન આપવા અનુરોધ કર્યો હતો.

કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવો અને ગ્રામજનોએ હાથમાં માટીનો દીવો રાખી રાષ્ટ્રની એકતા અને અખંડિતતા માટે સામૂહિક પંચ પ્રણ પ્રતિજ્ઞા લીધી હતી. ધારાસભ્ય તથા મહાનુભાવોએ શહીદ વીરોના બલિદાનોને સમર્પિત સ્મારક પથ્થરની તકતી-શિલાફલકમનું અનાવરણ કરી રાષ્ટ્રધ્વજ ફરકાવી શહીદોને શ્રધાંજલિ અર્પી હતી . કાર્યક્રમના અંતે ગામમાં વ્રુક્ષારોપણ કરવામાં આવ્યું હતું.

“મારી માટી,મારો દેશ” કાર્યક્રમમાં નવસારી જિલ્લા વિકાસ અધિકારી પુષ્પલતા , મદદનીશ કલેકટર ઓમકાર શીંદે , જલાલપોરના તાલુકા વિકાસ અધિકારી એસ કે ખુમાણ,જિલ્લા યુવા વિકાસ અધિકારી હિરેન પટોળીયા , જલાલપોર તાલુકા પંચાયત પ્રમુખ રોશની પટેલ સહિત પદાધિકારીઓ , જિલ્લા વહીવટીતંત્ર અધિકારીઓ, દાંડી ગામના સરપંચ , યુવાનો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *