
ગુરુકુળ વિદ્યામંદિરના વિદ્યાર્થીઓએ પંચ પ્રણ પ્રતિજ્ઞાનું સામુહિક વાંચન કરી ભારતની ધરતી અને વીર શહીદોને વંદન કર્યા
- Local News
- August 11, 2023
- No Comment
મારી માટી મારો દેશ અભિયાન અંતર્ગત નવસારી જિલ્લાની મહર્ષિ દયાનંદ સ્મારક ગુરુકુલ સુપા આશ્રમના વિદ્યાર્થીઓએ હાથમાં માટી લઈ પ્રતિજ્ઞાનું સામુહિક વાંચન કરી ભારતની ધરતી અને વીર શહીદોને વંદન કર્યા. આ ભૂમિ સાથે જોડાયેલા વીર નાયકોનું સન્માન કરી રાષ્ટ્રીય ગૌરવની ભાવના જગાડવા માટે ભાવિ પેઢીના વારસાનું રક્ષણ કરવા માટે ગુરુકુળના વિદ્યાર્થીઓ કટિબદ્ધ છે.
આ અભિયાન અંતગત ૯ ઓગસ્ટ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન શાળામાં દેશભક્તિ ચિત્ર સ્પર્ધા, રંગોળી સ્પર્ધા, ક્વિઝ, વકૃત્વ સ્પર્ધા, સિગ્નેચર ડ્રાઇવ,મારી માટી મારો દેશ દેશભક્તિ ગીત સ્પર્ધા, પ્રભાતફેરી, સ્વાતંત્ર સેનાની અને વીર શહીદોના પરિવારનું સન્માન વગેરે જેવી દેશભક્તિની પ્રવૃત્તિઓ કરી વિધાર્થીઓમાં રાષ્ટ્ર પ્રત્યે ગૌરવની ભાવના જગાડાશે અને ભાવિ પેઢીઓને ભારતના પ્રિય વારસાનું રક્ષણ કરવા પ્રેરણા અપાશે.