મોર્નિંગ ઉપર નીકળેલા વાંસદા તાલુકાના મામલતદાર મનસુખભાઈ વસાવાનું કચેરી આગળ પટકાતા મોત નીપજ્યું, હદય રોગના હુમલાને કારણે મોત નીપજ્યું હોવાની સંભાવનાઓ વ્યક્ત કરાઈ
- Local News
- November 26, 2023
- No Comment
નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના મામલતદાર તરીકે ફરજ બજાવતા મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મામલતદાર કચેરી પાસે મૃત હાલતમાં મળી આવતા સમગ્ર પથંકમાં ચકચાર મચી જવા પામી હતી. સ્ટાફ દ્વારા તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, પરંતુ તેમને ડોક્ટરોએ મૃત ઘોષિત કર્યા હતા.
વાંસદાના મામલતદાર મનસુખભાઈ વસાવા આજે વહેલી સવારે મોર્નિંગ વોક કરતા હોવાની માહિતી તેમના નજીકના કર્મચારી દ્વારા આપવામાં આવી હતી. જેમાં તેઓ વહેલી સવારે સંભવિત રીતે હૃદય રોગના હુમલાને કારણે ઓટલા પરથી નીચે પટકાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
જેમાં મનસુખભાઈ વસાવા પગ તથા હાથમાં ફ્રેક્ચર થયું હતું.નીચે પટકાયા બાદ એકાએક હૃદય રોગનો હુમલો આવતા તેવો મોતને ભેટ્યા હતા. મનસુખભાઈ વસાવા વર્ષ 2021થી વાંસદા તાલુકામાં મામલતદાર તરીકે ફરજ બજાવી રહ્યા હતા. વર્ષ 2024 ઓક્ટોબર માસમાં તેઓ નિવૃત્ત થઈ રહ્યા હતા, તેમના પરિવારમાં તેમની પત્ની અને એક દીકરી છે.
આ ધટનાની જાણ પ્રાંત અધિકારી ડી.આઇ.પટેલ સહિતના સ્ટાફે તથા તાત્કાલિક દોડી આવી તેમના મૃતદેહને પોસ્ટ મોર્ટમ હોસ્પિટલ ખસેડવાની તજવીત શરૂ કરી છે. પ્રાંત અધિકારી જણાવ્યાનુસાર વહેલી સવારે તેઓ મોર્નિંગ વોક કરે છે. આજે તેઓ પોતાની કચેરી પાસેથી મોર્નિંગ વોક કરી રહ્યા હતા. તે દરમિયાન એક મોટા ઓટલા તેઓ ચાલતા હતા તે દરમિયાન એકાએક નીચે તેઓ પટકાયા હતા. જેમા તેઓ ના પગ અને હાથમાં ફ્રેક્ચર થયું હતું સાથે તેઓનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.