વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ, ઉભા પાકમાં નુકસાનીને લઈ ખેડૂતોની ચિંતા વધી

વહેલી સવારે દક્ષિણ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કમોસમી વરસાદ, ઉભા પાકમાં નુકસાનીને લઈ ખેડૂતોની ચિંતા વધી

ગુજરાત રાજ્યમાં છેલ્લા 2 અઠવાડિયાથી ઠંડીની શરૂઆત થઈ છે. તેવામાં અચાનક વાતાવરણમાં પલટો આવતા રાજ્યના અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. સૌરાષ્ટ્ર વિસ્તારના અનેક જિલ્લાઓમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે. તેમજ દક્ષિણ ગુજરાત માં ગઈકાલ થી વાતાવરણ અચાનક પલટો આવ્યો છે.

સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં આગાહી અનુસાર ગતરોજ શનિવારે તા. 25મી નવેમ્બરની વહેલી સવારથી વાતાવરણમાં અચાનક બદલાવ જોવા મળ્યો છે. વહેલી સવારે દક્ષિણ ગુજરાતના કેટલાંક ગામોમાં કમોસમી વરસાદી ઝાપટા પડ્યા હતા. સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અનેક ગામોમાં ધીમો ઝરમર વરસાદ વરસ્યો હતો.

નવસારી જિલ્લામાં ગતરાત્રી ધીમીધારે કમોસમી વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ કમોસમી વરસાદ પડી રહ્યો છે. જેને પગલે જિલ્લાના નવસારી, ગણદેવી, ચીખલી , ખેરગામ તેમજ વાંસદા તાલુકા અને બીલીમોરા શહેર વિસ્તારમાં વરસાદ પડતા ખેડૂતો ઉભા પાકમાં વ્યાપક નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.

કમોસમી વરસાદને લીધે શિયાળાની ઋતુમાં ચોમાસું જામ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. વહેલી સવારે ધુમ્મસ વચ્ચે કમોસમી વરસાદ વરસદા રસ્તાઓ પર તેમજ  વિઝિબિલીટી ઓછી થઈ ગઈ હતી. બીજી તરફ લોકોએ રેઈકોટ તેમજ છત્રીનો સહારો લેવો પડ્યો હતો કમોસમી માવઠા પગલે ખેડૂતોની ચિંતામાં વધારો થયો હતો.

હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી તા. 27મી નવેમ્બર સુધી કમોસમી વરસાદ વરસે તેમ હોય ખેડૂતોની ચિંતા વધી છે. આ કમોસમી માવઠું દક્ષિણ ગુજરાતના શિયાળું પાકને મોટું નુકસાન પહોંચાડશે તેવો ભય ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. ખેડૂતોએ ડાંગરના પાકની કાપણી કરી પહોંચાડવાની તૈયારી કરી લીધી હતી. જોકે, વહેલી સવારથી વરસાદ વરસતા લીલી શાકભાજી અને બાગાયતી પાકને નુકસાન પહોંચવાની ભીતી સેવાઈ રહી છે. બીજીતરફ નવસારી જિલ્લા સહિત રાજ્યભરમાં શાકભાજી માવઠા પગલે નુકસાની થવા લઈ શાકભાજી ના ભાવોમાં વધારો થવાની ભીતી પગલે સામાન્ય જનતા ખર્ચ વધારાનો બોજો પડશે.

કમોસમી વરસાદ (માવઠા) પડવાની રાજ્યના હવામાન ખાતાની ચેતવણીને લીધે ખેડૂતોની ચિંતા વધી છે. ડાંગર,કપાસ તેમજ અન્ય પાકો સહિત બાગાયતિ પાક એવા ચીકુ તેમજ શાકભાજી જેવા પાકો વાવેતર લઈ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવનાર તેવા સમય રાજ્ય સરકાર સહિત નવસારી જિલ્લા પંચાયત સહિત ના જિલ્લા ના ખેતી અધિકારીઓ ખેડૂતો માટે સર્વે કામગીરી સહિત જરૂરી પાક નુકસાન સહાય અંગે આગામી દિવસોમાં કામગીરી કરવી રહી.

કમોસમી માવઠા પગલે શાકભાજીમાં નુકસાની ના પગલે શાકભાજીના ભાવો વધારો નોંધાઈ તો નવાઈ નહિં

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *