નવસારી ખાતે બંધારણ વિષયક સંવાદ કાર્યક્રમ નવસારીના મુખ્ય પ્રિન્સિપાલ સેશન્સ જજ એ.કે.રાવના અધ્યક્ષસ્થાને યોજાયો: નવસારી સાંસદ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા

નવસારી ખાતે બંધારણ વિષયક સંવાદ કાર્યક્રમ નવસારીના મુખ્ય પ્રિન્સિપાલ સેશન્સ જજ એ.કે.રાવના અધ્યક્ષસ્થાને યોજાયો: નવસારી સાંસદ સી.આર.પાટીલની વિશેષ ઉપસ્થિતિ રહ્યા

ગુજરાત સરકારના ડાયરેક્ટૉરેટ ઑફ પ્રૉસિક્યુશન, ગાંધીનગર અને નવસારી જિલ્લા સરકારી વકીલની કચેરી દ્વારા બંધારણના વિષયક સંવાદ કાર્યક્રમ નવસારીના મુખ્ય પ્રિન્સિપાલ સેશન્સ જજ એ.કે.રાવ તથા નવસારી સાંસદ સી. આર.પાટીલ ની ઉપસ્થિતિમાં પ્રસંગ પાર્ટી પ્લોટ, નવસારી ખાતે યોજાયો હતો.

આ પ્રસંગે મુખ્ય પ્રિન્સિપાલ સેશન્સ જજ એ.કે.રાવે બંધારણના વિષયક પર વકતવ્ય આપ્યું હતું તેમજ નવસારી સાંસદ સી.આર.પાટીલે પ્રાસંગિક પ્રવચન કર્યુ હતું.

નવસારી જિલ્લાના સરકારી વકીલો, નવસારી જિલ્લાના તમામ વકિલ મંડળના પ્રમખો તથા સામાજીક અગ્રણીઓ બંધારણ વિશેના પરીસંવાદમા હાજર રહ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં મુખ્ય જીલ્લા સરકારી વકીલ તુષાર સુળે દ્વારા સ્વાગત પ્રવચન કરી મહેમાનોને આવકાર્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા પંચાયત નવસારીના પ્રમુખ પરેશભાઈ દેસાઈ, નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ, ગણદેવીના ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી નગરપાલિકાના પ્રમુખ મીનલબેન દેસાઈ, નવસારી જિલ્લા ભાજપના પ્રમુખ ભુરાભાઈ શાહ, નવસારીના માજી ધારાસભ્ય પિયુષભાઈ દેસાઈ, નવસારી જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવ, નવસારી જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમજ ડાંગના પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયા, શ્રીમતી શીતલબેન સોની, ડો. ધર્મેશભાઈ કાપડિયા, તેમજ નવસારીના અગ્રણી વેપારીઓ, નગરશ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહયા હતાં. કાર્યક્રમના અંતે અજય ટેલરે આભારવિધિ કરી હતી.

Related post

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી જીજીભોયના હસ્તે લોકાર્પણ કરાયુ

૧૭૩ વર્ષનો ઇતિહાસ:નવસારીમાં પારસી અગિયારીની નૂતન ઇમારતનું સર રૂસ્તમજી…

નવસારીના જમશેદ બાગ, રામા મહોલ્લો અને પાંચહાટડી ખાતે આવેલી ૧૭૩ વર્ષ પૌરાણિક પ્રાચીન ‘ડાવેજર લેડી આવાબાઈ જમશેદજી જીજીભોય અગિયારી’નું તેની મૂળ…
રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ નિષ્ણાંત તબીબોનું અભિવાદન કરાશે

રોટરી આઈ હોસ્પિટલની સુવર્ણ જયંતિ નિમિત્તે 100 જેટલા ચક્ષુ…

રોટરી આઈ હોસ્પીટલની સુવર્ણ જયંતિ પ્રવેશે ચક્ષુ નિષ્ણાંત તબીબોનો કુંભમેળો યોજાશે નવસારીની રોટરી આઈ હોસ્પિટલ તેની સ્થાપનાના 50 વર્ષ પૂર્ણ થવાના…
નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા અપીલ

નવસારીમાં 41મા ચક્ષુદાન પખવાડિયાની ઉજવણી, મહારેલીમાં ચક્ષુદાનનો સંકલ્પ લેવા…

રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટના ઉપક્રમે યોજાયેલી મહારેલીમાં ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈ,મેયર અશોકભાઈ ધોરાજીયા સહિત સેવા સંસ્થાઓના આગેવાનો જોડાયા નવસારી: રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *