નવસારી જિલ્લા પોલીસનું ટ્રાફિક ભવન આખરે ઉદ્ઘાટન થયું
- Local News
- November 26, 2023
- No Comment
નવસારી જિલ્લાના વડા મથક નવસારી ખાતે મોટા બજારની મધ્યમાં આવેલા જિલ્લા ટ્રાફિક પોલીસ ભવનની ઈમારત 2019માં આ આધુનિક ઇમારતનું ખાતમુહૂર્ત થયું હતું. છેલ્લા બે વર્ષથી તૈયાર હતું જે અંદાજે રૂપિયા બે કરોડથી વધુ કિંમતની બની ચૂકી છે આ ભવનો લોકાર્પણ સમારોહ દેશના પ્રથમ પંક્તિના સાંસદ સી.આર પાટીલ તથા રેન્જ આઇ.જી ચંદ્રશેખર વરદ હસ્તે થયું હતું.
આરંભે નવાંગતુંક જિલ્લા પોલીસ વડા સુશીલ અગ્રવાલ દ્વારા સ્વાગત પ્રવચન અને રેન્જ આઈજીવી ચંદ્રશેખરે પ્રાસંગિક પ્રવચનમાં ટ્રાફિકની સમસ્યા અને સાઇબર ક્રાઇમ એ બેને ઉકેલવા નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે એમ જણાવ્યું હતું નવસારી જિલ્લામાં સાયબર સેલનું અલગ પોલીસ સ્ટેશન અસ્તિત્વમાં ન હતું પરંતુ નવા લોકાર્પિત થયેલા ટ્રાફિક ભવનમાં જ સાયબર સેલ પોલીસ સ્ટેશન પણ સમાવવામાં આવ્યું છે.
જેથી નવસારી જિલ્લામાં થતા સાયબર ગુના ઉકેલવા માટે હવે પોલીસને સરળતા રહેશે.તેમણે આ ભવન નો ઉપયોગ પોલીસ કામગીરી માટે બહુલક્ષી વિવિધ લક્ષી થશે અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન પણ અત્રે સમાવિષ્ટ થશે એમ જણાવ્યું હતું.
નવસારી સાંસદ સી.આર પાટીલે જણાવ્યું હતું કે નવસારી શહેર અને જિલ્લો સંસ્કારી માનવીઓથી બનેલો છે અહીં ગંભીર ગુનાઓ નહીંવત છે પરંતુ ટ્રાફિકનું ભારણ સાયબર ક્રાઇમ ગુનાઓને ઉકેલ માટે પોલીસ ટીમ વધુ કટિબદ્ધ થશે અને આ ભવનના વિવિધ લક્ષી ઉપયોગો થાય એવું ઇચ્છું છું આ ભવનની પ્રસ્તુતિથી તાંત્રિક ઉપયોગીતા વધશે એમ તેમણે જણાવ્યું હતું.
કાર્યક્રમનું સંચાલન નાયબ પોલીસ વડા એન પી ગોહિલ તથા ઋણ સ્વીકાર નાયબ પોલીસ વડા સંજય રાય દ્વારા થયો હતો આ પ્રસંગે ધારાસભ્ય રાકેશ દેસાઈ જિલ્લા પંચાયત પ્રમુખ પરેશ દેસાઈ જિલ્લા ભાજપ પ્રમુખ ભુરાલાલ શાહ કલેક્ટર અમિત યાદવ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.
